Silent Cancer Symptoms: કેન્સરના સાયલન્ટ છે આ લક્ષણો, જે ધીમે ધીમે શરીરમાં ફેલાય છે, સમયસર સાવધાન થવું જરૂરી
Silent Cancer Symptoms: WHO મુજબ, કેન્સર વિશ્વભરમાં મૃત્યુનું બીજું મુખ્ય કારણ છે, જે 2018 માં અંદાજિત 9.6 મિલિયન મૃત્યુ માટે જવાબદાર છે.
Silent Cancer Symptoms: WHO મુજબ, કેન્સર વિશ્વભરમાં મૃત્યુનું બીજું મુખ્ય કારણ છે, જે 2018 માં અંદાજિત 9.6 મિલિયન મૃત્યુ માટે જવાબદાર છે.
કેન્સર એક બહુ જુની અને જીવલેણ બીમારી છે. જે શરીરના વિભિન્ન અંગોને પ્રભાવિત કરે છે. આવું ત્યારે થાય છે. જ્યારે શરીરમાં કોશિકા વિભાજિત થવા લાગે છે અને અનિયંત્રિત રીતે વધવા લાગે છે. WHO મુજબ, કેન્સર વિશ્વભરમાં મૃત્યુનું બીજું મુખ્ય કારણ છે, જે 2018 માં અંદાજિત 9.6 મિલિયન મૃત્યુ માટે જવાબદાર છે. ફેફસાં, પ્રોસ્ટેટ, કોલોરેક્ટલ અને પેટનું કેન્સર પુરુષોમાં કેન્સરના સૌથી સામાન્ય પ્રકાર છે. વૈશ્વિક આરોગ્ય એજન્સીનું કહેવું છે કે સ્ત્રીઓમાં સ્તન, કોલોરેક્ટલ, ફેફસાં, સર્વાઈકલ અને થાઈરોઈડ કેન્સર સૌથી વધુ જોવા મળે છે.
કેન્સરના લક્ષણો પર ધ્યાન
એવું કહેવાય છે કે કેન્સરની વહેલું નિદાન જ જિંદગી બચાવી શકે છે. . પ્રારંભિક તબક્કે રોગમાંથી છુટકારો મેળવવા માટે નિયમિત તપાસ એ શ્રેષ્ઠ માર્ગ છે. જો કે, વ્યક્તિ કેટલાક એવા લક્ષણો પણ અનુભવી શકે છે. જે કેન્સરના સંકેત આપે છે. . શરીરમાં શાંત લક્ષણો જે તમારા શરીરમાં ધીમે ધીમે ફેલાય છે, આ સંકેતોને સમયસર ઓળખવા જરૂરી છે.
સતત ઉધરસ
ઘણા કારણોસર ઉધરસ થઇ શકે છે. વાયરલ ચેપ, અસ્થમા, ક્રોનિક બીમારી, પલ્મોનરી ડિસીઝ (COPD) અને ગેસ્ટ્રોએસોફેજલ રીફ્લક્સ ડિસીઝ (GERD) પણ સતત ઉધરસનું કારણ બની શકે છે. જો કે, સતત ઉધરસ ફેફસાના કેન્સરને પણ સૂચવી શકે છે. સતત સૂકી ઉધરસ પણ કેન્સરના સૂચક છે.
શરીરના કોઈપણ ભાગમાં ગઠ્ઠો અથવા સોજો
શરીરમાં અચાનક ઉભરાતી ગાંઠ ચિંતાજનક બની શકે છે. જો કે તમામ ગાઠ્ઠો કેન્સરની નથી હોતી.જો કે કઠોર ગાંઠ, પીડા રહિત ગાંઠ અને સતત કદમાં વધતી ગાંઠ કેન્સરના સંકેત આપે છે. જે શરીરની બહારથી અનુભવી શકાય છે. તેઓ સ્તન અથવા ગરદનમાં, પણ હાથ અને પગમાં પણ દેખાઈ શકે છે. જો આવી કોઇ ગાંઠ હોય તો તરત જ તપાસ કરવી.
શરીર પરના તલ
તલના કદ અને રંગમાં ફેરફારને હળવાશથી ન લેવો જોઈએ. આ મેલાનોમા સૂચવી શકે છે, જે ત્વચા કેન્સરનો સૌથી ગંભીર પ્રકાર હોઇ શકે છે. મેયો ક્લિનિક અનુસાર, તે કોષોમાં વિકાસ પામે છે જે મેલાનિન ઉત્પન્ન કરે છે, જે તમારી ત્વચાને તેનો રંગ આપે છે.
સતત વજન ઘટી જવું
કેન્સરથી પીડિત વ્યક્તિ કોઈપણ કારણ વગર ભારે વજનમાં ઘટાડો અનુભવે છે. આ રોગનું પ્રથમ લક્ષણ હોઈ શકે છે. અમેરિકન કેન્સર સોસાયટી (ACS) જણાવે છે કે પેટ, સ્વાદુપિંડ, અન્નનળી અને ફેફસાંને અસર કરતા કેન્સરમાં સતત વજનમાં ઘટાડો વારંવાર થાય છે.
અઠવાડિયા અને મહિનાઓ સુધી શરીરમાં રહેતી પીડાને અવગણવી જોઈએ નહીં, ખાસ કરીને જો આ પીડા સાથે બળતરાનો પણ અનુભવ થતો હોય તો ચોક્કસપણે તપાસ કરાવવી જોઇએ.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )