Skin care tips: સ્કિનને ફોરએવર યંગ રાખશે વિટામિ Aથી ભરપૂર આ ફૂડ, ડાયટમાં કરો સામેલ
Skin care: કોલેજન સ્કિનની લચકમાં મહત્વનો ભાગ ભજવે છે. વિટામિન એ કોલેજનના સ્વસ્થ ઉત્પાદનમાં મદદ કરે છે. જો આપ ત્વચા પર કરચલી અને કાળા ધાબાથી પરેશાન હો તો વિટામિન Aની પૂર્તિથી તેનાથી છૂટકારો મળી શકે છે.

વિટામિન સીથી ભરપૂર નારંગી
કોલાજન બનાવવામાં વિટામિન સી ખૂબ જ ફાયદાકારક છે. નારંગીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેનું સેવન કરવાથી તમારા શરીરમાં કોલેજન ઉત્પન્ન થાય છે અને તમારી ત્વચા કુદરતી રીતે ચમકદાર દેખાય છે.
લાઇકોપીનથી ભરપૂર ટામેટાં
લાઇકોપીન એક એન્ટીઑકિસડન્ટ છે જે કોલેજનને નુકસાનથી બચાવે છે. ટામેટાંમાં લાઇકોપીન સારી માત્રામાં હોય છે. તેનું નિયમિત સેવન તમારા શરીરમાં હાજર કોલેજનને મજબૂત અને સ્વસ્થ રાખે છે.
વિટામિન ઇથી ભરપૂર બદામ
બદામમાં વિટામિન ઇ હોય છે, જે ત્વચાને યુવાન અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે એક એન્ટીઑકિસડન્ટ છે જે કોલેજનને નુકસાનથી બચાવે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે.
બ્રોકોલીનું સેવન
બ્રોકોલીમાં વિટામિન સી અને વિટામિન ઇ હોય છે, જે કોલેજનના ઉત્પાદનમાં ખૂબ જ ફાયદાકારક છે. તેને આહારમાં સામેલ કરવાથી ચહેરાની કરચલીઓ ઓછી થાય છે અને ત્વચા ચમકતી રહે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















