Health Tips: કોરોનાથી થશે સંપૂર્ણ બચાવ, બસ નિયમિત ડાયટમાં આ ફૂડને કરો સામેલ
Health Tips: કોરોનાની મહામારી સમયે આપણે ઇમ્યુનિટીની વેલ્યુ સમજી ગયા આજે ફરી કોરોનાએ પગ પેસારો કર્યો છે તો જાણીએ ઇમ્યુનીટીને બૂસ્ટ કરતા એવા ક્યાં ફૂડ છે. જે રોગો સામે રક્ષા કવચ સમાન છે

Health Tips:કોરોના વાયરસ ચીનથી આખી દુનિયામાં ફેલાયો. ફરી આ કોરોનાએ માથુ ઉંચક્યું છે. દેશમાં કોરોના કેસ 5 હજારને પાર થઇ ગયા છે, ભારતના મોટાભાગના રાજ્યો તેની ઝપેટમાં આવી ગયા છે. આ વાયરસ અન્ય બીમારીની જેમ લો ઇમ્યુનિટી ધરાવતા લોકોને શિકાર કરે છે. તો બચાવ માટે ઇમ્યુનિટી વધારવી જરૂરી છે. તો જાણીએ એવા ક્યાં ફૂડ છે જે ઇમ્યુનિટી વધારશે અને કોરોના સંક્રમણથી રક્ષણ આપશે
આ ફૂડ ઇમ્યુનિટી બૂસ્ટર છે
તમારા આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરો જેમાં વિટામિન સી ભરપૂર હોય. આ માટે તમે નારંગી, ગ્રેપફ્રૂટ, લીંબુ, ઓરેંજ લાલ કેપ્સિકમ, બ્રોકોલી વગેરેનું સેવન કરી શકો છો.
બ્રોકોલી
બ્રોકોલી વિટામિન અને ખનિજોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન A, C અને E તેમજ અન્ય એન્ટીઑકિસડન્ટોની માત્રા વધુ હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
એવા અનેક ફૂડ છે. જેને રાત્રે પલાળીને સવારે લેવાથી વધુ ફાયદાકારક સાબિત થાય છે. અંકુરિત થતાં તેમની ન્યુટ્રિશ્યન વેલ્યૂ વધી જાય છે. તેમજ પાણીમાં પલાળેલ ફૂડ સરળતાથી પચી જાય છે અને સ્વાસ્થ્ય માટે હિતકારી સાબિત થાય છે. તો જાણીએ ઇમ્યૂનિટી બૂસ્ટર ફૂડ વિશે
કાળા ચણા: તેમાં ફાઇબર્સ અને પ્રોટીન પૂરતા પ્રમાણમાં હોય છે. જે ઇમ્યૂનિટિ બૂસ્ટર હોવાની સાથે કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે.
મેથીદાણા: મેથીદાણામાં ફાઇબર વધુ માત્રામાં હોય છે. તે કબ્જને દૂર કરીને આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે. ડાયબિટીશના રોગી માટે તો તે રામબાણ ઇલાજ છે. જો મહિલાઓ પિરિયડ દરમિયાન રાત્રે પલાળેલ મેથીના દાણાનું સવારે સેવન કરે તો પિરિયડમાં થતી પીડાથી પણ રાહત મળે છે.
બદામ: તેમાં મેગ્નેશિયમ પૂરતા પ્રમાણમા હોય છે. જે હાઇબ્લડપ્રેશરના દર્દી માટે કારગર છે. પલાળેલી બદામના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે. તેમજ ચશ્માના નંબર પણ ઉતરે છે.
કિશમિશ: કિશમિશમાં આયરન અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. પલાળેલ કિસમિસને ખાવાથી સ્કિન ગ્લોઇંગ બને છે. તેમજ તે શરીરમાંની આયરનની કમીને દૂર કરે છે.
સૂકી દ્રાક્ષ: મેગેનેશિયમ, પોટેશિયમ, આયરનથી ભરપૂર હોય છે. સૂકી દ્વાક્ષનું નિયમિત સેવન કેન્સરની કોશિકાની વૃદ્ધિને રોકે છે. તેની સ્કિન પણ હેલ્ધી અને ગ્લોઇંગ રહે છે. એનીમિયા અને કિડની સ્ટોનના દર્દી માટે પણ સૂકી દ્વાક્ષ રામબાણ ઇલાજ છે.
અંકૂરિત મગ: મગ આયરન,ફાઇબર અને વિટામિન બીથી ભરપૂર છે. તેનું નિયમિત સેવન કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર માત્રામાં હોવાથી હાઇ બ્લડ પ્રેશરના દર્દીને લેવાની ડોક્ટર સલાહ આપે છે.
ખસખસ: આ ફોલેટ, થિયામિન, પેંટોથેનિક એસિડનો સારો સ્ત્રોત છે. તેમાં રહેલું વિટિમિન બી મેટાબોલિઝમને વઘારે છે. જેનાથી વજન નિયંત્રિત કરાવમાં પણ મદદ મળે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















