(Source: ECI/ABP News/ABP Majha)
Monsoon Health: વરસાદમાં ભીંજાવવાના પણ છે અનેક ફાયદા, જાણો શા માટે હેલ્થ માટે છે જરૂરી
શું આપ જાણો છો, વરસાદના પાણીમાં ભીંજાવાના પણ અનેક ફાયદા છે. શારિરીક જ નહિ માનસિક રીતે પણ વરસાદમાં ભીંજાવું ફાયદાકારક છે, કેવી રીતે જાણીએ
Monsoon Health: શું આપ જાણો છો, વરસાદના પાણીમાં ભીંજાવાના પણ અનેક ફાયદા છે. શારિરીક જ નહિ માનસિક રીતે પણ વરસાદમાં ભીંજાવું ફાયદાકારક છે, વરસાદમાં ભીંજાવવાથી તન મન પુલકિત થઇ જાય છે. વરસાદનું પાણી તન મનના સ્વાસ્થ્ય માટે કેટલું હિતકારી છે જાણીએ.
ચોમાસામાં શરદીની સમસ્યા સામાન્ય રીતે વધી જાય છે. જો કે આ સિવાય ચોમાસુ શરીર પર બીજી કોઇ દુષ્પ્રભાવ નથી પાડતું. તેનાથી વિપરિત વાત કરીએ તો ચોમાસામાં વરસાદમાં ભીંજાવવાના અનેક ફાયદા છે.
વરસાદમાં ભીંજાવવાના ફાયદા
વરસાદના પાણીમાં અનેક મિનરલ્સ હોય છે. જે શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. વરસાદના પાણીમાં અલ્ફાલાઇન પીએફ હોય છે. જે વાળને મજબૂત બનાવવાનુ કામ કરે છે. તેમાં હેવી મેટલ પણ નથી હોતું. જેના કારણે તે વાળની ડલનેસને દૂર કરે છે.
વરસાદનું પાણી માત્ર વાળ માટે જ નહિ પરંતુ સ્કિન માટે પણ ઉપકારક છે. તે સ્કિનના મોઇશ્ચરને મેઇન્ટેઇન કરે છે અને શરીર પર લાગેલી ગંદકી સરળતાથી દૂર થાય છે. વરસાદમાં ન્હાતી વખતે શરીરમાંથી સેરોટોનિન અને ઇંડોરફિન નામનું હોર્મોન રિલીઝ હોય છે. આ હોર્મોન તણાવ અને ચિંતા દૂર કરે છે. આપની અંદર આનંદની અનુભૂતી કરાવે છે.વરસાદમાં ભીંજાવાથી માઇન્ડ અને બોડી પણ ખૂબ રિલેક્સ થાય છે. જો આપને હોર્મોનલ અસંતુલનની સમસ્યા હોય તો વરસાદમાં ન્હાવું આપના માટે ફાયદાકારક છે.
આ વાતોનું ખાસ ઘ્યાન રાખો
સિઝનના પહેલા વરસાદથી ભીંજાવવાનું ટાળવું જોઇએ.કારણ કે આ પાણી દુષિત હોય છે અને તેના કારણે ત્વચા સંબંધિત સમસ્યા થઇ શકે છે.
ઉપરાંત લાંબા સમય સુધી ન્હાવાની ભૂલ ન કરો તેનાથી બીમાર પડી શકો છો. દરેક વરસાદમાં પણ ભીંજાવાનો આગ્રહ ન રાખો. આ શોખ આપને બીમાર કરી શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )