Herbal plants: આ હર્બ્સને ઘરે પણ ઉગાડી શકો છો, સ્વાસ્થ્યના લાભ સાથે આપશે યુનિક લૂક
ઇન્ડોર પ્લાન્ટ ઘરના ઇન્ટરિયરને નેચરલ ટચ આપે છે. સ્વાસ્થ્ય અને ઘરની સુંદરતા વધારવા એમ બંને આ એક સારો ઓપ્શન છે.
Herbal plants:ઇન્ડોર પ્લાન્ટ ઘરના ઇન્ટરિયરને નેચરલ ટચ આપે છે. સ્વાસ્થ્ય અને ઘરની સુંદરતા વધારવા એમ બંને આ એક સારો ઓપ્શન છે.
આજ કાલ ઘર-ઘર ગાર્ડિનિગનો ક્રેઝ વધ્યો છે. આંગણું, બાલ્કની અને ઇન્ડોર ગાર્ડનિંગ આપના સમગ્ર ઘરના ઇન્ડટિરિયરને કૂલ અને ક્લાસિક લૂક આપે છે. કેટલાક પ્લાન્ટસ તો એવા છે,. જેનું ગાર્ડનિંગ ખૂબ જ સરળ છે. આ પ્લાન્ટને માટીની જરૂર નથી પડતી માત્ર પાણી જ તે ફુલેફાલે છે.
આ છોડમાં ચામાં યુઝ કરાતા લેમન ગ્રાસ, પાસ્તામાં વપરાતા તુલસીના પાન, ભારતીય બોરેજ, ફુદીનો અને રોડમેરી પણ સામેલ છે.
આજકાલ ચામાં લેમન ગ્રાસનો મોટાપાયે ઉપયોગ થાય છે. તેને ઉગાડવું પણ ખૂબ જ સરળ છે. તમે ઇચ્છો તો ગાર્ડનના કોઈપણ ખૂણેથી બાલ્કની સુધી, બારી, રસોડા કે ટેરેસની નજીક શેડમાં લેમન ગ્રાસ વાવી શકો છો. બજારમાંથી તંદુરસ્ત મૂળ સાથે લેમનગ્રાસ ખરીદો અને પાણીમાં સુંદર ગ્લાસ બરણીમાં લગાવો, તમે દરરોજ તાજા લેમનગ્રાસનો ઉપયોગ કરી શકશો.
રોઝમેરી - રોઝમેરી એક સુગંધિત છોડ છે, જેનું એસેંશિયલ ઓઇલને એરોમેટિક થેરેપી માટે ઉપયોગમાં લેવાય છે. ભોજનનો સ્વાદ વધારવાની સાથે તે તમારા ઘર અને આંગણાને સુગંધ પણ આપી શકે છે. રોઝમેરીનો ઉપયોગ ઘણા દેશોમાં ચોખાને સ્વાદ આપવા માટે પણ થાય છે. આ છોડ સીધા પાણીમાં પણ ઉગાડી શકાય છે.
ઈટાલિયન બેસિલ - પાસ્તાથી લઈને પિઝા સુધી દરેક ઘરમાં ઈટાલીયન તુલસી ફેમસ થઈ ગઈ છે. સૌથી સારી વાત એ છે કે તે હાઇડ્રોપોનિક સેટ લગાવીને સીધા પાણીમાં ઉગાડી શકાય છે. આ છોડમાંથી જડીબુટ્ટીઓ એટલે કે પાંદડાઓના વિકાસ માટે ઉત્પાદન પણ લેવા માટે, પાણીના બરણીમાં 3 થી 5 કટીંગો મૂકો અને સમયાંતરે પાણી બદલો. જ્યારે મૂળ પાણી બહાર આવે છે, ત્યારે તેને જમીનમાં પણ વાવી શકાય છે.
ભારતીય બોરેજ- આ છોડની ગંધ અજમા જેવી છે, પરંતુ તેના હર્બલ ગુણધર્મો કંઈક અંશે અજયવન જેવા જ છે. આ છોડ ખૂબ જ સુગંધિત છે અને ઓછા મહેનતે ખીલે છે. તેના કટીંગને સીધા પાણીમાં રોપવાથી તમે પાંદડાનું ખૂબ સારું ઉત્પાદન મેળવી શકો છો. તેના પાનનો ઉપયોગ ચાથી લઈને સૂપ અને સલાડમાં પણ થાય છે.
ફુદીનો ભારતમાં આખા વર્ષ દરમિયાન ઉપયોગમાં લેવાતી વસ્તુ છે. આ માટે ત્રણ-ચાર ફુદીનાની ડાળખીઓને પાણી ભરેલ જારમાં રાખો. આપણે ફુદીનાના પાનને યુઝ કરીને તેના ડાળખા ફેંકી દઇએ છીએ જો કે આ ડાળખીને પાણીની જારમાં લગાવવાથી ફુંદીનાનો પ્લાન્ટ તૈયાર થાય છે.
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )