Winter best Destinations: વિન્ટરમાં ફરવા જવાનું વિચારો છો? તો આ છે ભારતના 6 બેસ્ટ પ્લેસ
Beautiful tourist spot: ભારતમાં એવી અનેક જગ્યા છે. જ્યાં કુદરતે મનમૂકીને સૌદર્ય વેર્યું છે. શિયાળીની ખૂબસૂરતીને વધુ સારી રીતે માણવા માંગતા હો તો આ વિન્ટરમાં આ પ્લેસની જરૂર વિઝિટ કરો.
Beautiful tourist spot: હિમાચલમાં કુદરતે મનમૂકીને સૌંદર્ય વેર્યું છે. અહીની સુંદરતા જોવા માટે આ 6 ડેસ્ટિનેશન બેસ્ટ છે. શિયાળામાં આ જગ્યાની મુલાકાત અચૂક લેવી જોઇએ, જે યાદગાર રહેશે.
હિમાચલ પ્રદેશ વિન્ટર વેકેશન માટે અદભૂત જગ્યા છે. અહીં બરફથી ઢંકાયેલા પર્વત બધાનું મન મોહી લે છે.હમાચલી ભોજનને પણ અહીં આવનાર લોકો જીવનભર યાદ રાખે છે.
સ્પીતિને 'લિટલ તિબેટ' તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે પૃથ્વી પરનું સ્વર્ગ છે. સ્પીતિ વેલી શાંતિ અને આધ્યાત્મિકતાથી ભરેલી અદ્ભુત વન્ડરલેન્ડ છે. તે ઘણા બૌદ્ધ મઠો અને આકર્ષક કુદરતી લેન્ડસ્કેપ્સનું ઘર છે. બરફથી ઢંકાયેલા પર્વતોથી ઘેરાયેલી સુંદર ખીણ પેરાગ્લાઈડિંગ, કેમ્પિંગ અને હાઈકિંગ જેવી રમતોનો આનંદ માણનારા લોકો માટે પણ ફેવરિટ પ્લેસ છે.
કિન્નૌર જિલ્લામાં નદીના કિનારે આવેલું કલ્પા શહેર, શિમલા-કાઝા હાઈવે પર આવેલું છે અને તેને ઘણી વાર અજાયબીના સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. કલ્પ સતલજ નદીના કિનારે આવેલું છે. કલ્પામાં ઘણા સુંદર સફરજનના બગીચા અને હુ-બુ-લાન-કર અને ગોમ્પા સહિત કેટલાક બૌદ્ધ મઠો છે, જે મુલાકાતીઓ માટે લોકપ્રિય સ્થળો છે.
રોહતાંગ તેના અદભૂત કુદરતી વૈભવને કારણે પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. રોહતાંગ મનાલીથી માત્ર 51 કિમી દૂર છે. શિયાળાનો અનુભવ કરવા માટે તે સૌથી સુંદર સ્થળોમાંનું એક છે.
સાંગલાના સુરમ્ય ઘર, જેને બાસ્પા ઘાટી કે સાંગલા ઘાટી પણ કહેવાય છે. જે હિમાચલના કિન્નોરમાં સ્થિત છે. અઙીં દેવદાર વૃક્ષથી ઘેરાયેલા ઘનધોર જંગલો પ્રકૃતિ પ્રેમીનું દિલ જીતી લે છે. અહીં સફરજનના બાગ પણ મન મોહી લે છે. સુરમ્ય શહેરમાં એ બધુ જ છે જે પ્રકૃતિ પ્રેમી ઇચ્છે છે.
મશોબ્રા એ હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાં આવેલું એક આકર્ષક નાનું હિલ સ્ટેશન છે, જે 2246 મીટરની ઊંચાઈએ હિમાલયની ગોદમાં આવેલું છે. તેના મોહક સૌંદર્યને જોતાં મન પુલક્તિ થઇ જાય છે., જે આકર્ષક ફળોના બગીચા અને લીલાછમ ઓકના જંગલોથી ભરપૂર છે, પ્રકૃતિની ગોદમાં થોડો શાંત સમય પસાર કરવા માટે સૌથી સુંદર સ્થળોમાંનું એક છે.
આ પણ વાંચો
શું તમે દરરોજ એક સાથે ચા અને સિગારેટ પીઓ છો? થઈ શકે છે આ ગંભીર બીમારી
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )