Health Tips: એક્સસાઇઝ કરવામાં તમે તો આ ભૂલ નથી કરતાંને, જાણી લો પરફેક્ટ ટાઈમિંગ
લોકો હવે પોતાની હેલ્થ પ્રત્યે જાગૃત થયા છે. જેના લીધે લોકો હવે યોગ અને કસરત તરફ વળ્યા છે
Health Tips:લોકો હવે પોતાની હેલ્થ પ્રત્યે જાગૃત થયા છે. જેના લીધે લોકો હવે યોગ અને કસરત તરફ વળ્યા છે.
એક્સર્સાઇઝ કરવી શરીર માટે તો ફાયદાકારક છે જ તે શરીરમાં તાકાત, સ્ટેમિના, ફ્લેક્સિબિલીટી અને સહનશક્તિ વધારવામાં મદદ કરે છે, પરંતુ ખોટા સમયે જો એક્સર્સાઇઝ કરશો તો મુસીબતમાં મુકાઇ શકો છો. જો તમે પણ એક્સર્સાઇઝ કરવાના શોખીન હો તો આટલી બાબતોનું અને આ ટાઇમિંગનું ખાસ ધ્યાન રાખજો.
પેટ ભરેલું હોય ત્યારે
જ્યારે તમારુ પેટ ભરેલુ હોય ત્યારે એક્સર્સાઇઝ ન કરવી જોઇએ. તેનાથી મેટાબોલિક અને ડાયજેસ્ટિવ તકલીફો ઉભી થઇ શકે છે. વ્યાયામ કરો ત્યારે લોહી પેરિફેરલ અને સ્કેલેટલ મસલ્સ પર પહોંચી જાય છે અને પાચન તંત્રને પર્યાપ્ત બ્લડ મળી શકતુ નથી.
સુતા પહેલા
એક્સર્સાઇઝ કરવાથી શરીર લાંબા સમય સુધી એક્ટિવ મોડમાં રહેતુ હોય છે. તેથી જો તમે રાતે સુતા પહેલા એક્સર્સાઇઝ કરશો તો તમને ઉંઘ આવવામાં પ્રોબલેમ થઇ શકે છે. તેથી સુતા પહેલા એક્સર્સાઇઝ અવોઇડ કરજો.
ભુખ લાગી હોય ત્યારે
જ્યારે તમને ભુખ લાગી હોય ત્યારે પેટમાં ઘણા ડાયજેસ્ટિવ જ્યુસ બનતા હોય છે. આવા સમયે જો એક્સર્સાઇઝ કરવા જશો તો એસિડ રિફ્લક્સ થઇ શકે છે. તે અન્ય ગટ પ્રોબલેમનું કારણ પણ બની શકે છે.
અડઘી ક્ષમતા સુધી જ એક્સર્સાઇઝ કરો
ફિટનેસ એક્સપર્ટ્સ કહે છે કે તમારી અડધી ક્ષમતા સુધી જ એક્સર્સાઇઝ કરો. કેમકે વધુ એક્સર્સાઇઝ કરવાથી આગળ જતા ટિશ્યુ ડેમેજ થઇ શકે છે. તેથી ક્ષમતા કરતા વધુ કસરતો કરવાની ભુલ કદાપિ ન કરતા.
Health Tips:રાત્રે ઇઅર ફોન લગાવીને સંગીત સાંભળતા ઊંઘવાની આદત છે તો સાવધાન, આ કિસ્સો આપના માટે લાલબતી સમાન
Health Tips:મેડિકલ એક્સપર્ટનું માનવું છે કે, કેટલાક લોકો વધુ વોલ્યૂમ સાથે ઇઅર ફોન લગાવીને સાંભળે છે. જો કે રાતના સમયે આવું કરવું જોખમ ભર્યું છે.
એક વિદ્યાર્થી રાત્રે સૂતી વખતે કાનમાં ઇયર ફોન લગાવીને ઊંઘી ગયો હતો. આખી રાત તેમણે ઇઅર ફોન દ્રારા ગીતો સાંભળ્યાં, પરંતુ જ્યારે સવારે તે જાગ્યો તો એક કાનમાં બિલકુલ સંભાળવાનું બંધ થઇ ગયું. જાણકારોના મુજબ રાત્રે સુતી વખતે તેમણે બંને કાનમાં ઇઅર ફોન લગાવ્યાં હતા પરંતુ સદભાગ્યે ઊંઘમાં એક કાનમાથી ઇઅર ફોન નીકળી ગયો હતો અને બીજા કામમાં આખી રાત ઇઅર ફોન લગાવેલ હતો અને ફુલ વોલ્યૂમ સાથે ગીતો ચાલું હતા,જેથી એક કાનમં બહેરાશ આવી ગઇ.
'mail online' મુજબ આ મામલો તાઇવાન છો. તાઇવાનમાં તાઇચુંગ શહેરમાં એશિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આ વિધાર્થી વધુ તો માહિતી નથી મળી પરંતુ સેકેન્ક યરના આ વિદ્યાર્થીની એક ભૂલના કારણે તેમણે આ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે વિદ્યાર્થીનું સદભૂાગ્ય એ રહ્યું કે, તેમને સમયસર ડોક્ટરની સલાહ લીધી અને થોડા દિવસમાં જ તેમની એક કાનમાં બહેરાશનની જે સમસ્યા હતીતે દૂર થઇ ગઇ.
department of otorhinolaryngologyના નિર્દેશક ડોક્ટર તિયાન હુઇજીએ સલાહ આપી છે કે, રાત્રે સૂતી વખતે મ્યુઝિક સાંભળા માટે ઇઅર ફોનનો ઉપયોગ બિલકુલ ન કરવો . તેમણે આવી પણ સલાહ આપી છે કે, જો આવી કોઇ સમસ્યા થાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )