(Source: ECI/ABP News/ABP Majha)
Covid-19: કોરોનાના કારણે સૌથી પહેલા ફેફસા પડી જાય છે નબળા, આ ટિપ્સથી ફેફસાને બનાવો મજબૂત
જો તમે કોરોનાના સંક્રમણથી રિકવર થઇ રહ્યાં છો, તો તમારે પોતાના ફેફસાનુ (Corona affect Lungs) ધ્યાન રાખી તેને મજબૂત (Lungs Stronger) કરવા કોશિશ કરવી જોઇએ. આ માટે કેટલાય વ્યાયામ (Lung Exercise) પણ કરવા જરૂરી છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Covid-19) ફેફસા (Lung) પર ઝડપથી અસર કરે છે. આવામાં જો તમે કોરોનાના સંક્રમણથી રિકવર થઇ રહ્યાં છો, તો તમારે પોતાના ફેફસાનુ (Corona affect Lungs) ધ્યાન રાખી તેને મજબૂત (Lungs Stronger) કરવા કોશિશ કરવી જોઇએ. આ માટે કેટલાય વ્યાયામ (Lung Exercise) પણ કરવા જરૂરી છે. જોકે, જ્યારે રિક્વરી થતી હોય ત્યારે પણ ખુબ સાવધાની રાખવાની જરૂર છે. આવામાં ફેફસા ફરીથી પહેલાની જેમ કામ કરવા લાગે તે માટે ફિઝિયોથેરાપિસ્ટની સલાહની પણ અમે તમને કેટલીક એક્સરસાઇઝ બતાવી રહ્યાં છીએ, જેને તમે દરરોજ ઓછામાં ઓછી 6-7 વાર કરી શકો છો.
ફેફસાને મજબૂત બનાવવા માટે એક્સરસાઇઝ.....
1- ફેફસાને મજબૂત બનાવવા માટે તમે આ એક્સરસાઇઝ કરી શકો છો. આમાં ફેફસાને ખોલવામાં મદદ મળે છે. હોઠોં અને નાકથી ઉંડો શ્વાસ અંદર લેવાનો છે, હવે હોઠોં O બનાવો અને પોતાના મોંથી શ્વાસ છોડો. આને તમે જેટલી વાર ઇચ્છો તેટલી વાર કરી શકો છો.
2- ઉંડો શ્વાસ લો અને પછી ઓમ નો જાપ કરતા કરતા શ્વાસ બહાર છોડો. ધ્યાન તમે આ અવાજને કરતા કરતા પોતાનુ મોં પુરેપુરુ ફેલાવો.
3- પોતાના હાથોને પોતાની આંખોની સામે રાખો અને તેને જોડી દો. હવે એકસાથે તેને ધીમે ધીમે માથાની ઉપર સુધી સીધા લઇ જાઓ. હવે શ્વાસ લો અને ફરીથી પોતાની આંખોની સામે સીધા રાખો. હવે તમે શ્વાસ છોડો.
4- આ તમારા માટે થોડો કઠીન વ્યાયામ હોઇ શકે છે, પરંતુ આ ફેફસાની રિક્વરી માટે ખુબ જ સારી એક્સરસાઇઝ છે. તમારે ફૂગ્ગામાં વારંવાર હવા ભરવાની છે.
5- વૉક કરવુ ફેફસા માટે સારી એક્સરસાઇઝ છે. જોકે તમારે તમારા ફેફસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ વૉક કરવાનુ છે. તમે જો હજુ રિક્વર થઇ રહ્યાં છો એટલા માટે ઘરે જ થોડીવાર સવાર-સાંજ વૉક કરી શકો છો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )