Rice water benefits: ચોખાનું પાણી છે ખૂબ જ ફાયદાકારક, જાણીને આપ પણ ચોંકી જશો
જો આપ પણ ચોખાનું પાણી ફેંકી દો છો, તો ભવિષ્યમાં આવું ન કરશો, કારણ કે ચોખાનો સ્ટાર્ચ તમારા વાળ અને ચહેરાની સુંદરતા જાળવવવા માટેનો કારગર પ્રયોગ છે. જાણીએ ચોખાનું પાણી કઇ રીતે ઉપયોગી છે અને તેના શું ફાયદા છે.

Rice water benefits: જો આપ પણ ચોખાનું પાણી ફેંકી દો છો, તો ભવિષ્યમાં આવું ન કરશો, કારણ કે ચોખાનો સ્ટાર્ચ તમારા વાળ અને ચહેરાની સુંદરતા જાળવવવા માટેનો કારગર પ્રયોગ છે. જાણીએ ચોખાનું પાણી કઇ રીતે ઉપયોગી છે.
ઘણીવાર લોકો ચોખા રાંધ્યા પછી આ પાણીને ફેંકી દે છે. પરંતુ શું તમે જાણો છો કે આમ કરવાથી આપણે ચોખાના તમામ પૌષ્ટિક તત્વોને પાણીની સાથે ફેંકી દઇએ છીએ. આ પાણીના અદભૂત ફાયદા જાણીએ આપ પણ આ પાણીનો ઉપયોગ કરવાનું ચૂકશો નહીં.
ચોખાના પાણીના અદભૂત ફાયદા
કેરીમાં વિટામીન B, C અને E ભરપૂર માત્રામાં હોય છે અને આ તમામ વિટામિન્સ શરીરમાંથી થાક દૂર કરે છે અને શારીરિક ઉર્જા વધારવામાં મદદ કરે છે.
રાઇસ વોટરનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ ઓછું થાય છે.
જો વાળ સફેદ હોય કે ખરતા હોય તો વાળ ધોયા પછી ચોખાના સ્ટાર્ચને મૂળ પરથી વાળ પર લગાવો પછી શેમ્પૂ અને કન્ડિશનર વડે ધોઈ લો.
ઓરિજેનોલ તત્વ જે અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસરને ઘટાડે છે, તે ચોખાના સ્ટાર્ચમાં જોવા મળે છે, તેથી જો ત્વચા પર ચેપ હોય તો ચહેરા પર ચોખાનો સ્ટાર્ચ લગાવો.
રાઈસ વોટરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને તે તમારા મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે.
રાઇસ વોટરમાં મળતા એન્ટી બેક્ટેરિયલ ગુણ બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સની સમસ્યાને દૂર કરે છે.
ચોખાનું પાણી વાયરલ ફિવરમાં ઔષધનું કામ કરે છે. તાવમાં ચોખાના પાણીમાં થોડું નમક નાખીને પીવાથી તાવ ઝડપથી ઉતરે છે અને શરીરને પોષણ મળે છે.
ચોખાના પાણીના સેવનથી શરીરમાં રક્ત પરિભ્રમણ સારું રહે છે.
તે શરીરના તાપમાનને સંતુલિત રાખવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
લો બ્લડ પ્રેશરમાં જો તમે ચોખાના પાણીમાં મીઠું નાખીને પીશો તો આ સમસ્યામાં જલ્દી રાહત મળે છે.
ચોખાનું પાણી પાચનક્રિયા માટે ઉત્તમ છે અને અપચો પણ મટે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )





















