શોધખોળ કરો

Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો

Vitamin B12:  એક રિપોર્ટ અનુસાર, ભારતમાં લગભગ 47 ટકા લોકો આ જરૂરી વિટામિનની ઉણપથી પીડિત છે

Vitamin B12: શરીરના વિકાસ, નર્વસ સિસ્ટમના સ્વાસ્થ્ય અને લાલ રક્તકણોની રચના માટે આપણા શરીરમાં વિટામિન B12 હોવું ખૂબ જ જરૂરી છે. જો સતત માથાનો દુખાવો, એનિમિયા જેવા લક્ષણો દેખાય છે તો આપણે વિટામિન B12ના ટેસ્ટ કરવા જોઇએ. B12 એ એક આવશ્યક પોષક તત્વ છે જે આપણા રક્ત કોશિકાઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે શરીરમાં દ્રાવ્ય હોય છે અને તેનું સ્તર યોગ્ય રાખવામાં આહાર મહત્વનો ભાગ ભજવે છે. એક રિપોર્ટ અનુસાર, ભારતમાં લગભગ 47 ટકા લોકો આ જરૂરી વિટામિનની ઉણપથી પીડિત છે. સામાન્ય વ્યક્તિમાં તેનું સ્તર 300 pg/ml હોવું જોઈએ. જો તે 200થી નીચે હોય તો શરીરમાં B12 ની ઉણપ હોવાનું કહેવાય છે.

મોટાભાગના લોકો આ વિટામીનની ઉણપ હોય ત્યારે શું ખાવું જોઇએ તેના પર ધ્યાન આપે છે. જ્યારે આવું થાય ત્યારે તેમણે કઈ ખાદ્ય ચીજો ટાળવી જોઈએ તે બહુ ઓછા લોકો ધ્યાન આપે છે.

વિટામિન B12 શા માટે મહત્વપૂર્ણ છે?

B12 જેવા આવશ્યક પોષક તત્વો શરીરમાં લાલ રક્તકણોના નિર્માણ અને રક્ષણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તે શરીરમાં ઘટે છે, તો માથાનો દુખાવો, થાક, એનિમિયા અથવા અન્ય લક્ષણો વારંવાર દેખાય છે. મટન અથવા લાલ માંસ જેવા માંસાહારી ખોરાકમાં B12 વધુ હોય છે. શાકાહારીઓ ટોફુ, ચીઝ, દહીં, દૂધ, મગની દાળ ખાઇને બી12 મેળવી શકે છે.

B12 ની ઉણપને કારણે આ વસ્તુઓ ન ખાઓ

મીઠાઈઓ કે ખારી વસ્તુઓ ન ખાવી

નિષ્ણાંતોના મતે જો કોઈના શરીરમાં B12 ની ઉણપ હોય તો તેણે પોતાના ડાયટમાં મીઠાઈ, નમકીન અથવા ઠંડા પીણા જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. નિષ્ણાતો કહે છે કે આના કારણે B12 ઝડપથી ઘટે છે.

જંક ફૂડથી દૂર રહેવું

નિષ્ણાતોએ કહ્યું કે આજકાલ લોકો ફાસ્ટ ફૂડના ખૂબ શોખીન થઈ ગયા છે. આ માત્ર સ્થૂળતા જ નથી વધારતા પણ શરીરમાં પોષક તત્વો પણ ઘટાડે છે. તેથી, જો તમે B12 સપ્લીમેન્ટ્સ લઈ રહ્યા છો તો ભૂલથી પણ ટિક્કી, બર્ગર કે અન્ય ફાસ્ટ ફૂડનું સેવન ન કરો. જંક ફૂડથી વજન વધે છે અથવા સ્થૂળતા વધે છે અને આપણું શરીર રોગોનું ઘર બનવા લાગે છે.

પ્રોસેસ્ડ ખોરાક

ચિપ્સ અથવા પેકેજ્ડ ફૂડ જેવા પ્રોસેસ્ડ ફૂડ પણ શરીરમાં B12 ની ઉણપને વધારે છે. તેમની શેલ્ફ લાઇફ વધારવા માટે ઘણા રસાયણો અથવા અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારનું ખાવાથી ન માત્ર B12 ની ઉણપ વધે છે પરંતુ શરીરને અલગ અલગ રીતે ગંભીર નુકસાન પણ થાય છે.

દારૂ અને સિગારેટની આદત

આલ્કોહોલ અને સિગારેટ આપણા માટે એક પ્રકારનું ઝેર છે, તેમ છતાં લોકો તેના વ્યસની છે. આપણે આ પીવાની ભૂલ ન કરવી જોઈએ. જો કે, જો તમને B12 ની ઉણપ હોય અને ફેટી લીવર, સ્થૂળતા જેવી અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તો પણ તમારે આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ. ધૂમ્રપાન ફેફસાને નબળા બનાવે છે અને કેન્સર તરફ દોરી શકે છે. જો શરીરમાં B12, વિટામિન C અને Dની ઉણપ હોય તો તેને વધારવા માટે સ્વસ્થ જીવનશૈલીનું પાલન કરો અને શારીરિક રીતે સક્રિય રહો.

Health: જો તમે ઘરમાં આ રીતે જમવાનું બનાવશો તો થઇ શકે છે નુકસાન, રિસર્ચ રિપોર્ટમાં ખુલાસો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચારના કરૂણ મૃત્યુ
અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચારના કરૂણ મૃત્યુ
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal: ખોડલધામ મંદિરના કાર્યક્રમમાં ગણેશ ગોંડલની હાજરીથી સર્જાયો મોટો વિવાદ| LIVE ઓડિયો ક્લીપMaharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત Abp AsmitaMaharatsra CM News: Vijay Rupani: મહારાષ્ટ્રમાં સીએમના સસ્પેન્સને લઈને વિજય રૂપાણીનું મોટું નિવેદનDwarka Crime: મફતમાં પેટ્રોલ ભરી આપ કહી ગુંડાઓએ કરી મારામારી, હિસાબના રૂપિયા લઈ ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચારના કરૂણ મૃત્યુ
અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચારના કરૂણ મૃત્યુ
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?
Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?
'બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાનો માસ્ટર માઇન્ડ છે મોહમ્મદ યુનુસ', જાણો કોણે કર્યો દાવો?
'બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાનો માસ્ટર માઇન્ડ છે મોહમ્મદ યુનુસ', જાણો કોણે કર્યો દાવો?
પેકેજ્ડ ડ્રિંક, મિનરલ વોટર છે ખતરનાક! FSSAIએ હાઇ રિસ્ક કેટેગરીમાં મુક્યું
પેકેજ્ડ ડ્રિંક, મિનરલ વોટર છે ખતરનાક! FSSAIએ હાઇ રિસ્ક કેટેગરીમાં મુક્યું
ઉત્તરાયણ પહેલા દોરીથી વધુ એકનું મોત, ઓવરબ્રિજ પરથી બાઇક લઇને જતા યુવકનું ગળું કપાયું
ઉત્તરાયણ પહેલા દોરીથી વધુ એકનું મોત, ઓવરબ્રિજ પરથી બાઇક લઇને જતા યુવકનું ગળું કપાયું
Embed widget