શોધખોળ કરો

Health News: કોરોનાની સાથે આ વાયરસનો પણ વધી રહ્યો છે ખતરો, આ લક્ષણો દેખાય તો ચેતી જજો

H3N2 Virus: એક તરફ કોરોના વાયરસ ફરી એકવાર ઝડપથી ફેલાઈ રહ્યો છે તો બીજી તરફ બીજા વાયરસનો ખતરો પણ ઝડપથી વધી રહ્યો છે. કઇ છે આ બીમારી જાણીએ.

H3N2 Virus:કોરોના રોગચાળાનો ખતરો ફરી એકવાર તોળાઈ રહ્યો છે. તેના નિવારણની સાથે, આરોગ્ય નિષ્ણાતો H3N2 જેવા અન્ય વાયરસ વિશે પણ ચિંતિત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા પોઝિટિવ દર્દીઓ પણ મળી આવ્યા છે. તો ચાલો તમને જણાવીએ કે, H3N2 વાયરસ શું છે અને તે શરીરના કયા ભાગોને અસર કરે છે.

H3N2 વાયરસ શું છે

H3N2 વાયરસ અથવા ઈન્ફલ્યુએન્ઝા વાયરસ જે સામાન્ય રીતે ડુક્કરમાં ફેલાય છે. જ્યારે તે લોકોમાં જોવા મળે છે, ત્યારે તેમને "વેરિઅન્ટ" વાયરસ કહેવામાં આવે છે. 2010 માં અમેરિકન ડુક્કરમાં વાયરસની પ્રથમ ઓળખ થઈ હતી. 2011 દરમિયાન, H3N2v ધરાવતા 12 લોકોને આ ચેપ હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ 2012 દરમિયાન H3N2vના 309 કેસ નોંધાયા હતા.

ડુક્કરમાંથી મનુષ્યમાં વાયરસ કેવી રીતે ફેલાય છે

આ વાયરસ સામાન્ય રીતે ડુક્કરમાં જોવા મળે છે. પરંતુ તે ડુક્કરમાંથી માણસોમાં કેવી રીતે ફેલાય છે તે વિશે, આરોગ્ય નિષ્ણાતો કહે છે કે તે મુખ્યત્વે ચેપગ્રસ્ત ડુક્કરની ખાંસી અને છીંકવાથી અથવા તેના મોંમાંથી ચેપગ્રસ્ત લાળના  સંપર્કમાં આવવાથી થઈ શકે છે. આનું એક કારણ એ પણ હોઈ શકે છે કે જ્યારે ઈન્ફલ્યુએન્ઝા વાયરસ ધરાવતા કણો શ્વાસ સાથે અંદર જાય છે, ત્યારે આ વાયરસ થવાનું જોખમ સૌથી વધુ હોય છે.

 આ અંગોને અસર કરે છે

H3N2 વાયરસ એક ચેપી શ્વસન વાયરસ છે. જે નાક, ગળા, મોં અને ફેફસાને અસર કરે છે. આના સામાન્ય લક્ષણોમાં ખાંસી, વહેતું નાક, ગળામાં દુખાવો, માથાનો દુખાવો, તાવ, શરદી, ઝાડા અને ઉલ્ટી પણ થઈ શકે છે.

Piles Home Remedies : પાઇલ્સને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે આ ફળ, તેનાથી મળે છે ગજબ રાહત 

Piles Home Remedies : જો આપ  પાઈલ્સ ની સમસ્યાથી પરેશાન છો તો આપે આપના આહારમાં સુધારો કરવો જોઈએ. જો આહારમાં કેટલાક ફળોનો સમાવેશ કરવામાં આવે તો તે પાઈલ્સને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

આજે મોટી સંખ્યામાં લોકો પાઈલ્સની સમસ્યાથી પરેશાન છે. ખરાબ આહાર અને બગડતી જીવનશૈલી તેનું સૌથી મોટું કારણ છે. આપણા દેશમાં જ પાઈલ્સનાં દર્દીઓની સંખ્યા એક કરોડની આસપાસ છે. આ બીમારીની વાત કરીએ તો તેનું સૌથી મોટું કારણ કબજિયાત છે, જેના કારણે દુનિયામાં લગભગ 15 ટકા લોકો પરેશાન છે. કબજિયાતને કારણે પાઈલ્સ, ફિશર અને ફિસ્ટુલા જેવી સમસ્યાઓ વધી રહી છે.
પાઇલ્સ શું છે? 
લોહીની નળીઓમાં સોજો આવે તેને પાઈલ્સ કહેવામાં આવે છે. આ રોગમાં ગુદાની નસોમાં સોજો આવવા લાગે છે, જેના કારણે ગુદાની અંદર કે બહારના ભાગમાં મસાઓ બનવા લાગે છે. ઘણી વખત, સ્ટૂલ પાસ થવાને કારણે, મસાઓ બહાર આવવા લાગે છે. તળેલા અને પ્રોસેસ્ડ ફૂડ, સ્પાઈસી ફૂડ, આલ્કોહોલ, ડેરી પ્રોડક્ટ્સ, રિફાઈન્ડ અનાજ અને નબળા આહારમાં વધુ પડતું મીઠું લેવાથી પાઈલ્સની સમસ્યા વધે છે.
 
આ ફળો પાઈલ્સ માટે રામબાણ છે
પ્રિસ્ટીનકેર ટીમના જણાવ્યા અનુસાર, કેટલાક ફળ એવા છે જે પાઈલ્સ માટે રામબાણ ઇલાજનું કામ  કરે છે. જે  ખૂબ જ અસરકારક છે. જો શિયાળાની ઋતુમાં આ ફળોનું સેવન કરવામાં આવે તો પાઈલ્સની સમસ્યામાં રાહત મળે છે. આ ફળોમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને તેમાં વિટામિન અને મિનરલ્સ મળે છે. દરરોજ ફળ ખાવાથી પાચન બરાબર રહે છે અને પાઈલ્સ કંટ્રોલ થાય છે. ચાલો જાણીએ ક્યા ફળો પાઈલ્સમાં અસરકારક છે.
 
એપલ
સફરજનને આરોગ્યનું વિટામિન માનવામાં આવે છે. આ ખાવાથી પાઈલ્સ કંટ્રોલ કરી શકાય છે. તેને ખાવાથી પાચનક્રિયા સારી રહે છે. સફરજનમાં પેક્ટીન ફાઈબર જોવા મળે છે, જે આંતરડાને યોગ્ય રાખે છે અને મળને ઢીલો કરે છે. સફરજન પાઇલ્સના દર્દીને કબજિયાતથી પણ રાહત આપે છે.
 
શક્કરીયા, એવોકાડો અને બનાના
શક્કરીયા, એવોકાડો અને કેળા પણ પાઈલ્સમાં ખૂબ જ અસરકારક છે. આ ફળોમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. આને ખાવાથી પાઈલ્સ સરળતાથી કંટ્રોલ થઈ શકે છે. આ ફળોમાં વિટામીન એ, વિટામીન સી અને વિટામીન ઈની સાથે પોટેશિયમ જોવા મળે છે, જેના કારણે પાઈલ્સ સરળતાથી કંટ્રોલ થઈ જાય છે.
 
પપૈયા
પપૈયા પાઈલ્સમાં ખૂબ જ ઉપયોગી ફળ છે. આનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યાથી છુટકારો મળે છે. પાકેલું પપૈયું ખાવાથી પાઈલ્સથી થતા રક્તસ્ત્રાવને નિયંત્રણમાં રાખે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર જોવા મળે છે. જે પાઈલ્સ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
Embed widget