શોધખોળ કરો

ચીનમાં તબાહી મચાવી ભારતમાં એન્ટ્રી કરનારા HMPV વાયરસના શું છે લક્ષણો ? જાણો અહીં

બેંગલુરુમાં આઠ મહિનાના બાળકને હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV) થયો હોવાની શંકા છે. આ કેસ ખાનગી હોસ્પિટલમાં મળી આવ્યો હતો અને હોસ્પિટલે આરોગ્ય અધિકારીઓને શંકાસ્પદ ચેપની જાણ કરી છે.

નવી દિલ્હી:  બેંગલુરુમાં આઠ મહિનાના બાળકને હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV) થયો હોવાની શંકા છે. આ કેસ ખાનગી હોસ્પિટલમાં મળી આવ્યો હતો અને હોસ્પિટલે આરોગ્ય અધિકારીઓને શંકાસ્પદ ચેપની જાણ કરી છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી. ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે. ખાનગી હોસ્પિટલના આ અહેવાલ પર શંકા કરવાનું કોઈ કારણ જણાતું નથી. નોંધનીય છે કે HMPV સામાન્ય રીતે બાળકોમાં જ જોવા મળે છે. HMPV તમામ ફ્લૂ નમૂનાઓમાં 0.7 ટકા હિસ્સો ધરાવે છે. આ વાયરસનો સ્ટ્રેન શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

HMPV વાયરસ શું છે ?

હ્યુમન મેટાન્યૂમોવાયરસ એ આરએનએ વાયરસ છે. તે ન્યૂમોવાયરિડે પરિવારના મેટાન્યૂમોવાયરસના ક્લાસ સાથે જોડાયેલું છે. તે 2001માં ડચ સંશોધક દ્વારા પ્રથમ વખત શોધવામાં આવ્યો હતો. અભ્યાસો દર્શાવે છે કે આ વાયરસ ઓછામાં ઓછા 60 વર્ષથી અસ્તિત્વમાં છે. આ એક સામાન્ય શ્વસન સમસ્યા છે, જે સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે.

HMPV વાયરસ કેટલો ખતરનાક છે?

રિપોર્ટ અનુસાર, HMPV ફ્લૂ જેવા લક્ષણો દર્શાવે છે. તે કોવિડ-19 જેવી જ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની રહ્યું છે. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, ચીનની ડિસિઝ કંન્ટ્રોલ ઓથોરિટીએ શુક્રવારે કહ્યું કે તે અજાણ્યા પ્રકારના ન્યૂમોનિયા માટે સર્વેલન્સ સિસ્ટમ ચલાવી રહ્યું છે. શિયાળામાં શ્વાસ સંબંધી રોગોમાં વધારો થવાની સંભાવના છે. તેની સાથે વ્યવહાર કરવા માટે એક ખાસ પ્રોટોકોલ બનાવવામાં આવ્યો છે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચીની અધિકારીઓ આ વાયરસથી ચિંતિત છે. લોકોને માસ્ક પહેરવા અને વારંવાર હાથ ધોવાની અપીલ કરવામાં આવી રહી છે.

HMPV વાયરસના લક્ષણો

કોરોના જેવા લક્ષણો
શરદી અને ઉધરસ
તાવ અને ઉધરસ

આ વાયરસથી સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે. હવે દિલ્હીના મેડિકલ ઓફિસરોએ વાયરસ સંબંધિત પડકારોનો સામનો કરવા માટે એડવાઈઝરી જાહેર કરી છે.

રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું 

ચીનમાં ફેલાયેલા HMPV વાયરસ મામલે રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું હતું. રાજ્યના આરોગ્ય વિભાગે HMPV વાયરસ મામલે માર્ગદર્શિકા બહાર પાડી હતી. નોંધનીય છે કે ભારતમાં આ વાયરસનો પ્રથમ કેસ બેંગલુરુમાં નોંધાયો હતો. એક આઠ વર્ષની બાળકી આ વાયરસથી સંક્રમિત થઇ હતી.

આરોગ્ય વિભાગે સ્વીકાર કર્યો હતો કે હાલમાં હાલમાં ગુજરાતમાં આ વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગે લોકોને સલાહ આપી હતી કે ઉધરસ કે છીંક આવે તો મોઢું અને નાક રૂમાલથી ઢાંકવું જોઇએ. બીમાર હોવ તો જાહેર સ્થળોએ જવાનું ટાળવું જોઇએ. શ્વાસ ને લગતા લક્ષણ જણાય તો તબીબોનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગે સલાહ આપી હતી. શિયાળાની ઋતુ દરમિયાન નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV જેવા લક્ષણ દેખાય તો નિદાન કરાવવા અપીલ કરવામાં આવી હતી.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ

વિડિઓઝ

ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
Embed widget