શોધખોળ કરો

Best Time To Exercise: સવારે કે સાંજે ક્યાં સમયે એક્સરસાઇઝ કરવી વધુ ઉત્તમ, જાણો શું કહે છે એક્સ્પર્ટ

Circadian Rhythm ને સમજવું કસરતનો યોગ્ય સમય નક્કી કરવા માટે ખૂબ જરૂરી છે. આ શરીરની 24 કલાક ચાલતી જૈવિક ઘડિયાળ છે, જે ઊંઘ, હોર્મોન્સ, મેટાબોલિઝમ અને શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે.

Best Time To Exercise:સવારે કસરત કરવી સારી કે સાંજે વર્કઆઉટ વધુ લાભદાયક છે? આ પ્રશ્ન લાંબા સમયથી ચર્ચાનો વિષય રહ્યો છે. કેટલાક લોકો દિવસની શરૂઆત કસરતથી કરવાનું પસંદ કરે છે, જ્યારે ઘણા લોકો સાંજે કામ પૂર્ણ થયા બાદ વર્કઆઉટ કરે છે.રિપોર્ટ અનુસાર, સવારે શરીરનું તાપમાન ઓછું હોય છે, જ્યારે સાંજે તે વધુ રહે છે. વધુ બોડી ટેમ્પરેચરથી મસલ્સ વધુ લવચીક બને છે અને વર્કઆઉટ પરફોર્મન્સ વધુ સારું થઈ શકે છે.

સવારે કસરત કરવાના ફાયદા

રિપોર્ટ મુજબ સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા વચ્ચે કરવામાં આવેલી કસરત હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોકનો જોખમ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે, ખાસ કરીને મહિલાઓ માટે.
સવારે વર્કઆઉટ કરવાથી શરીર સંગ્રહિત ચરબીને વધુ ઝડપથી એનર્જી તરીકે ઉપયોગમાં લે છે, જેના કારણે વજન નિયંત્રણ અને હાર્ટ હેલ્થ બંનેમાં ફાયદો થઈ શકે છે.
જેઓને હૃદય સંબંધિત સમસ્યાઓ છે, તેમના માટે મોડા સવારે કસરત કરવી વધુ સુરક્ષિત માનવામાં આવે છે.

સાંજે કસરત કરવાના ફાયદા

સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી કરાયેલ વર્કઆઉટ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.રિપોર્ટ અનુસાર, આ સમયે ધમનીઓ વધુ લવચીક હોય છે, જેના કારણે હૃદય પર દબાણ ઓછું પડે છે. હાઈ બ્લડ પ્રેશર ધરાવતા વૃદ્ધ લોકો માટે સાંજનું વર્કઆઉટ વધુ અસરકારક માનવામાં આવે છે.આ ઉપરાંત સાંજે શરીરમાં એનર્જી લેવલ વધુ સારું હોવાને કારણે લોકો વધુ ઇન્ટેન્સ વર્કઆઉટ પણ કરી શકે છે.

   આ પણ વાંચો:A1 vs A2 દૂધ: બંનેમાંથી કયું દૂધ સ્વાસ્થ્ય માટે છે વધુ ફાયદાકારક? જાણો સાચો જવાબ

મહિલાઓ માટે શું વધુ ફાયદાકારક?

Journal of the American College of Cardiology માં પ્રકાશિત 2024ની એક સ્ટડી અનુસાર, જે મહિલાઓ અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ સ્ટ્રેન્થ અને રેઝિસ્ટન્સ ટ્રેનિંગ કરે છે, તેમાં હાર્ટ ડિસીઝનો જોખમ ઓછો જોવા મળ્યો.જ્યારે તેજ ચાલવાની જેમ મધ્યમ સ્તરની કસરત કરતી મહિલાઓમાં સમય પહેલાં મૃત્યુનો જોખમ લગભગ 24 ટકા સુધી ઓછો જોવા મળ્યો.

કસરત દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું?
ડોક્ટરોનું કહેવું છે કે, સવારે કે સાંજે કરતાં નિયમિતતા વધુ મહત્વપૂર્ણ છે. જો કોઈ વ્યક્તિ પોતાની લાઇફસ્ટાઇલ મુજબ દરરોજ કોઈપણ સમયે કસરત કરે, તો શરીર ધીમે ધીમે વધુ સારી પ્રતિક્રિયા આપવાનું શરૂ કરે છે.

નિષ્ણાતો સલાહ આપે છે કે શરૂઆતમાં 10 થી 15 મિનિટ સુધી કસરત કરવી અને પછી ધીમે ધીમે સમય વધારવો જોઈએ.તે ઉપરાંત, ખાસ કરીને જો કોઈ વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશર અથવા હાર્ટ સંબંધિત બીમારી હોય, તો નવી ફિટનેસ રૂટિન શરૂ કરતા પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget