Dark Showering: ડાર્ક શૉવરિંગ કેમ કરી રહ્યું છે ટ્રેન્ડ, જાણો આ સ્નાનના અદભૂત ફાયદા
Dark શોવરિગ એટલે કે અંધારામાં અથવા તો ઝાંખી લાઇટમાં સ્નાન કરવું, જાણીએ આવું કરવાના ફાયદા શું છે.

Dark Showering :-આજના સમયમાં, જ્યારે મોબાઇલ સ્ક્રીન, નોટિફિકેશન અને રોજિંદા પ્રવૃત્તિઓનો સતત ધસારો મનને થકવી દે છે, ત્યારે લોકો શાંતિ મેળવવા માટે નાના રસ્તાઓ શોધી રહ્યા છે. આ પદ્ધતિઓમાં, ડાર્ક શાવરિંગ નામનો એક નવો ટ્રેન્ડ ઉભરી આવ્યો છે. આ નામ થોડું વિચિત્ર કે નાટકીય લાગે છે, પરંતુ વાસ્તવમાં તે હેલ્થ માટે ઉત્તમ છે, જેમાં ઓછા પ્રકાશ સાથે અથવા બિલકુલ પ્રકાશ વિના સ્નાન કરવાનું હોય છે. તો, ચાલો જાણીએ કે લાઇટ બંધ કરીને શાવરિંગ શા માટે એક નવો ટ્રેન્ડ બની રહ્યો છે અને ડાર્ક શાવરિંગના ફાયદા શું છે.
શું છે ડાર્ક શોવરિંગ
ડાર્ક શોવરિંગ એટલે લગભગ અંધારામાં સ્નાન કરવું, અથવા તો લાવ ડીમ લાઇટના પ્રકાશમાં સ્નાન કરવું. આ સ્થિતિમાં અરીસો જોવાનો ઉપયોગ થતો નથી અને કોઈ દ્રશ્ય વિક્ષેપનો અનુભવ પણ થતો નથી. તેથી માનસિક શાંતિ મળે છે. કારણ કે આમાં ફક્ત વહેતા પાણીનો અવાજ અને શાંતિની ક્ષણનો અનુભવ થાય છે,
સામાન્ય રીતે, સ્નાન કરતી વખતે પણ, મન બીજે ક્યાંક હોય છે. દિવસનું આયોજન, ભૂતકાળની યાદો અને ભવિષ્યના તણાવ બધું જ મન પર હાવિ હોય છે. જોકે, લાઇટ બંધ થવાથી, મગજને ઓછા સંકેતો મળે છે. જોવા માટે કંઈ રહેતું નથી, તેથી ધ્યાન પાણીના તાપમાન, શ્વાસ અને શરીરની સંવેદનાઓ પર જાય છે. ઘણા લોકો પોતાનો અનુભવ વ્યક્ત કરતા કહે છે કે, આ રીતે સ્નાન કરવાથી ખરેખર માનસિક શાંતિનો અનુભવ થાય છે.
શા માટે ડાર્ક શાવરિંગ ઊંઘ અને તણાવ સાથે જોડાયેલું છે?
ઓછો પ્રકાશ શરીરને સંકેત આપે છે કે, આરામ કરવાનો સમય છે. અંધારું મગજને એલર્ટ મોડમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે, રાત્રે ઝાંખો પ્રકાશ વાપરવાની ભલામણ કરવામાં આવે છે. ડાર્ક શાવરિંગ પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. ઓછા સંવેદનાત્મક ઇનપુટ વિચારોની દોડ ધીમી કરી શકે છે. જેથી સૂતા પહેલા અંધારામાં સ્નાન કરવાથી ઊંઘ પણ સારી આવે છે. માનસિક થાક અથવા અતિશય ઉત્તેજના અનુભવતા લોકો માટે, આ પદ્ધતિ કારગર નિવડી રહી છે. જેમને ધ્યાન લાગતુ નથી. તેમના માટે આ મનને આરામ આપવાનીસારી ટેકનિક છે. જો કે, ચક્કર આવવા અથવા સંતુલનની સમસ્યાઓ ધરાવતા લોકોએ આ ટેકનિક ન અપનાવવી જોઇએ.
ડાર્ડ શાવરિંગ એક બની રહી છે આદત
ડાર્ડ શાવરિંગ એ એક ટ્રેન્ડ બની ગયો છે કારણ કે, આખો દિવસના ઘોઘાટના માહોલથી મનને શાંતિ આપતું ડાર્ક શાવરિંગ તન-મનને રિલેક્સ અને રિફ્રેશ કરી દે છે. જેથી લોકો તેને હોંશે હોંશે અપનાવી રહ્યાં છે. ડાર્ક શાવરિંગ આજની દોડઘામ ભરેલી લાઇફ સ્ટાઇલની ડિમાન્ડ બની ગયું છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )




















