Health:બદામને શા માટે છાલ ઉતારીને ખાવી જાઇએ, જાણો છાલ સાથે ખાવાના શું છે નુકસાન
જો તમે બદામને શેકીને ખાવા માંગો છો, તો તેને શેકીને ખાઇ શકો છો પરંતુ એક વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે કોઈપણ ખાટી વસ્તુ કે ફળ ખાધા પછી તરત જ બદામ ખાવાની ભૂલ ન કરો. આમ કરવાથી તમને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે.
Health: શું આપ જાણો છો કે, બદામની છાલ કાઢીને ખાવી જોઈએ કે છોલી ઉતાર્યા વિના. આ પ્રશ્ન પર તમે ઘણીવાર મૂંઝવણ અનુભવતા હશો તો ચાલો જાણીએ કે, કેવી રીતે બદામ ખાવાથી તેના ગુણોનો લાભ લઇ શકાય. આવો બદામ ખાવાની સાચી રીત જાણીએ.
શિયાળામાં બદામ ખાવી સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. બદામમાં એવા ઘણા પોષક તત્વો હોય છે. જે શરીરને ગરમી આપવાની સાથે તેને ઘણી બીમારીઓથી પણ સુરક્ષિત રાખવાનું કામ કરે છે. બદામ ખાવાથી ત્વચા અને હૃદયની સાથે વાળને પણ ફિટ રાખવામાં મદદ મળે છે. બદામના આટલા બધા ફાયદા હોવા છતાં, મોટાભાગના લોકો એ વાતને લઈને મૂંઝવણમાં રહે છે કે બદામ કેટલી માત્રામાં અને કેવી રીતે ખાવી વધુ ફાયદાકારક છે. આજે અમે તમને આ વિશે વિગતવાર માહિતી આપીશું.
શિયાળામાં, તમે શરદીથી રાહત મેળવવા અને શરીરને ગરમ રાખવા માટે દરરોજ 8-10 બદામ ખાઈ શકો છો. તમે તમારા ખિસ્સામાં મુઠ્ઠીભર બદામ લઈ શકો છો અને જ્યારે તમને થોડી ભૂખ લાગે ત્યારે એક-એક બદામ કાઢીને ખાઓ. જો તમે ઈચ્છો તો બદામને આખી રાત પલાળી શકો છો અને સવારે તેની છાલ ઉતારીને ખાઇ શકો છો.
છાલ ઉતારીને કેમ ખાવી જોઇએ
બદામની છાલમાં ટેનીન નામનું તત્વ હોય છે. જે બદામના પાચનમાં સમસ્યા સર્જે છે.ટેનીનને કારણે, બદામના તમામ ગુણધર્મો શરીરને ઉપલબ્ધ થતાં નથી કારણ કે તે બદામ દ્વારા મુક્ત થતા ઉત્સેચકોને તે અવરોધે છે. જેથી છાલ ઉતારીને ખાવી જોઇએ .
જો તમે બદામને શેકીને ખાવા માંગો છો, તો તેને શેકી શકો છો. આનાથી બદામના પોષક તત્વોમાં કોઈ ફરક પડતો નથી. આખો દિવસ કામ દરમિયાન બદામ ખાઈ શકો છો. તેનાથી શિયાળામાં રાહત મળે છે. જો કે આ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે કોઈપણ ખાટી વસ્તુ કે ફળ ખાધા પછી તરત જ બદામ ખાવાની ભૂલ ન કરો. આમ કરવાથી તમને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે.
હવે વાત કરીએ બદામના ફાયદા વિશે. બદામમાં ઘણા પોષક તત્વો હોય છે, જે શરીરને ફિટ રાખવામાં મદદ કરે છે. તેમાં ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. સોડિયમ ફ્રી હોવાથી તેનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે અને પાચન શક્તિ મજબૂત બને છે. બદામનું સેવન કરવાથી ચહેરા પર ચમક આવે છે અને કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓ માત્ર સૂચનો તરીકે લેવાના છે, abp અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )