શોધખોળ કરો

મોત બાદ જીવતી થઇ મહિલા, અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યાં હતા પરિજન

આને કુદરતનો કરિશ્મા કહેશો કે પછી ડોક્ટરોની બેદરકારી... પણ મૃત્યુ પછી એક મહિલા જીવિત થઈ. જી હાં આ ઘટના યૂપીના દેવરિયા જિલ્લામાં બની છે.

 યૂપી દેવરિયા:આને કુદરતનો કરિશ્મા કહેશો કે પછી ડોક્ટરોની બેદરકારી. પણ મૃત્યુ પછી એક મહિલા જીવિત થઈ. જી હાં આ ઘટના યૂપીના દેવરિયા જિલ્લામાં બની છે. જો કે મૃત્યુ પછી જીવિત થયા હોય તેવી આ પહેલી ઘટના નથી આવી ઘટના વિશે આપે આ પહેલા પણ સાંભળ્યું, વાંચ્યું હશે.  યુપીના દેવરિયા જિલ્લામાં શનિવારે બનેલી એક ઘટનાએ બધાને ચોંકાવી દીધા. હકીકતમાં, સારવાર દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું, ડૉક્ટરોએ પણ મહિલાને મૃત જાહેર કરી હતી બાદ પરિજનોને  મૃતદેહ સોંપી દેવાયો હતો.

  જ્યારે પરિવારના સભ્યો મૃતદેહ લઈને ગામમાં પાછા ફરી રહ્યા હતા ત્યારે અચાનક મહિલાને હોશ આવી ગયો અને તેણે લોકો સાથે વાત કરવાનું શરૂ કર્યું. આ જોઈને બધાના હોશ ઉડી ગયા અને પછી મહિલાને લઈને હોસ્પિટલ પહોંચ્યા.ડોક્ટરે ફરી ચેકઅપ કર્યું તો મહિલા સંપૂર્ણ સ્વસ્થ જોવા મળી. આ પછી મહિલાને પરિવારના સભ્યો સાથે મોકલવામાં આવી હતી. અહીં જ્યારે મહિલાના મૃત્યુના સમાચાર ઘરે પહોંચ્યા ત્યારે લોકો અંતિમ સંસ્કારની તૈયારીમાં વ્યસ્ત હતા, પરંતુ થોડીવાર પછી મહિલાના જીવિત હોવાના સમાચાર મળતાં શોક ખુશીમાં ફેરવાઈ ગયો.

ખુશીનો પાર  ન રહ્યો

મહુઆડીહ પોલીસ સ્ટેશન વિસ્તારના બેલવા બજાર ગામના કન્હૈયાની પત્ની મીના દેવી (55) સોમવારે બીમાર થઈ ગઈ હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સંબંધીઓ તેને જિલ્લાની હોસ્પિટલ લઇ ગયા હતા.. જ્યારે સ્થિતિ નાજુક બનતા તેમને સોમવારે સાંજે જ ગોરખપુર મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા. મહિલાને મેડિકલ કોલેજમાં ભરતી કર્યા બાદ ડોક્ટરોએ તેની સારવાર શરૂ કરી હતી. શુક્રવારે સવારે પાંચ વાગ્યે ડૉક્ટરે મીના દેવીને મૃત જાહેર કર્યા અને તેમને આઈસીયુમાંથી બહાર કાઢ્યા.

 ઘરની બહાર લોકોની ભીડ

મીના દેવીના મૃત્યુના સમાચાર મળતા જ ઘરમાં હોબાળો મચી ગયો હતો. માહિતી મળતાની સાથે જ સગા-સંબંધીઓ પણ દરવાજા પર એકઠા થઈ ગયા હતા. દરવાજા પર એકઠા થયેલા ગામના લોકોએ પણ મૃતદેહના અગ્નિસંસ્કાર માટે સંપૂર્ણ તૈયારીઓ કરી હતી. લોકો મૃતદેહ ગામમાં પહોંચે તેની રાહ જોતા હતા. મૃતદેહ લઈને ઘરે આવતા સમયે ચૌરીચૌરા પાસે મહિલાને હોશ આવી ગયો.

 તેણીએ વાત શરૂ કરી. બધાને ઓળખવા લાગ્યા. તે પછી ઘરના લોકો મીના દેવીને જિલ્લા મુખ્યાલયના એક ખાનગી ડૉક્ટર પાસે લઈ ગયા. તપાસ બાદ ડોક્ટરે તેને ઠીક હોવાનું કહ્યું અને તેને ઘરે મોકલી દીધા. મૃતક મહિલા જીવિત હોવાના સમાચાર મળતાં જ મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે તેના ઘરની બહાર ઉમટી પડ્યા હતા, જ્યારે આ સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા

Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ

શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા

Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ

ABP Premium

વિડિઓઝ

Thailand, Myanmar Earthquake: મ્યાનમારમાં હાહાકાર, 600થી વધુ લોકોના મોત; તબાહીના દ્રશ્યોRajkot Hit And Run: અકસ્માત કેસમાં નબીરાઓને બચાવવાનો પોલીસ પર ગંભીર આરોપ, જુઓ વીડિયોમાંAfghanistan Earthqake: વહેલી સવારે અફઘાનિસ્તાનમાં પણ ધ્રુજી ગઈ ધરા, જાણો શું છે હાલની સ્થિતિ?India Helps Myanmar: મ્યાનમાર માટે ભારતે મોકલી 15 ટન રાહત સામગ્રી, જુઓ વિગતવાર માહિતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા

Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા

Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક

CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ

Embed widget