Health Tips: વજન ઓછું કરવાના ચક્કરમાં ફાટી ગઇ મહિલાની કિડની, કયાંક આપ તો નથી કરી રહ્યાને આ ભૂલ
આજકાલ આકર્ષક ફિગર માટે લોકો હાર્ડ એક્સરસાઇઝ અને ક્રશ ડાયટિંગનો સહારો લે છે. ફટાફટ વજન ઉતારવાની ઘેલછા ક્યારેક ભારે પણ પડી શકે છે. આ મહિલા સાથે પણ કંઇક આવું જ બન્યું
Health Tips: વજન ઘટાડવા માટે એક મહિલાએ ખાસ મસાજ કરાવ્યું. આ પછી, પેટમાં અચાનક દુખાવો થયો. જ્યારે તેણે હોસ્પિટલ પહોંચી તેને બતાવ્યું તો ખબર પડી કે તેની કિડની ફાટી ગઈ છે. જો કે સદભાગ્યે તેમનો જીવ બચી ગયો હતો.
વજન ઘટાડવા માટે, ક્યારેક આપણે હાર્ડ એક્સરસાઇઝ કરીએ છીએ તો ક્યારેક આપણે અલગ-અલગ આહાર લઈએ છીએ. કેટલીકવાર, તેઓ સ્વાસ્થ્યને લાભ કરવાને બદલે નુકસાન પહોંચાડીએ છે. ઝીરો ફિગરની ઘેલછામાં એક મહિલાએ કરાવ્યું એવુ મસાજ કે તેની કિડની જીવ. તેની કિડની ફાટી ગઈ. તાત્કાલિક મહિલાને હોસ્પિટલ લઇ જવાય. અને ઓપરેશન કરવું પડયું જો કે ઓપરેશન બાદ મહિલાને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી હતી. અને તેનો જીવ બચી ગયો પરંતુ આ ઘટનામાંથી આપ કંઈક બોધપાઠ લઈ શકો.
આ ઘટના ચીનના ઝેજિયાંગ પ્રાંતના હાંગઝોઉની છે. અહીં રહેતી 41 વર્ષીય મહિલા હાર્ડ કસરત અને ક્રેશ ડાયેટિંગ બાદ ખાસ મસાજ માટે સલૂન પહોંચી હતી. ત્યાં વજન ઘટાડવા માટે ખાસ મસાજ કરવામાં આવી હતી. ફુલ બોડી મસાજ બાદ મહિલાના પેટના નીચેના ભાગમાં મસાજ ચાલી રહી હતી. પછી અચાનક જ તેને તીવ્ર દુખાવો થવા લાગ્યો. જ્યારે મહિલાએ આ અંગે માલિશ કરનારને ફરિયાદ કરી તો તેણે કહ્યું કે આ દુખાવો શરીરમાંથી ચરબી બહાર નીકળવાના કારણે થાય છે. આ પછી મહિલાએ પીડા સાથે મસાજનું સંપૂર્ણ સત્ર લીધું. તે ઉઠી પણ શકતી ન હતી તેને ઉલ્ટી અને ઝાડા પણ શરૂ થઇ ગયા હતા. આ પછી પરિવારે તેને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડી હતી જ્યાં ડોક્ટરે તપાસ કર્યાં બાદ તેની કિડની ફાટી ગઇ હોવાનું જણાવ્યું હતું.
મસાજને કારણે ડાબી કિડનીને નુકસાન
જ્યારે ડોક્ટરે મહિલાનું સ્કેન કર્યું તો ખબર પડી કે તેની ડાબી કિડની બગડી ગઈ છે. જેના કારણે અસહ્ય દર્દ થાય છે. ડોક્ટરોએ કીડનીમાં ગાંઠ હોવાનું જણાવ્યું હતું. મસાજ વખતે પેટ પર વધુ જોર લગાડવાથી તે ફાટી જાય છે. બાદ આ પછી ડોક્ટરે મહિલાનું ઓપરેશન કર્યું હતું. હાલ તે મહિલાની તબિયત સ્થિર છે પરંતુ હજુ તે આઇસીયુમાં છે.
બેરિયાટ્રિક ઓપરેશનમાં મહિલાનું મોત
વજન ઘટાડવાના મામલે આવી ઘટનાઓ સામે આવી છે, તે કોઈ નવી વાત નથી. તાજેતરમાં જ 30 વર્ષની એક મહિલા મેદસ્વીતા ઘટાડવા માટે સર્જરી કરાવવા માટે આયર્લેન્ડથી તુર્કી આવી હતી. પરંતુ બેરિયાટ્રિક ઓપરેશન દરમિયાન જ તેણે જીવ ગુમાવ્યો હતો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )