World Kidney Day 2024: કિડનીને સ્વસ્થ રાખવા માટે આ ફૂડ્સ આઇટમ્સને પોતાના ડાયટમાં કરો સામેલ
World Kidney Day 2024: વિશ્વ કિડની દિવસ દર વર્ષે માર્ચના બીજા ગુરુવારે ઉજવવામાં આવે છે
World Kidney Day 2024: કીડનીને સ્વસ્થ રાખવાનું કેટલું જરૂરી છે તે અંગે લોકોને માહિતગાર કરવા અને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ કિડની દિવસ દર વર્ષે માર્ચના બીજા ગુરુવારે ઉજવવામાં આવે છે, જે આ વખતે 14 માર્ચે ઉજવવામાં આવી રહ્યો છે.
કિડની શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. તેમાં કોઈપણ પ્રકારની ખામી ગંભીર બીમારીઓ અને મૃત્યુનું કારણ પણ બની શકે છે. કિડની બે સૌથી મહત્વપૂર્ણ કાર્યો કરે છે, પ્રથમ તે શરીરમાં હાજર કચરો દૂર કરે છે અને બીજું તે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કે સોડિયમ અને પોટેશિયમનું સંતુલન જાળવી રાખે છે. કિડની પેટની અંદર, પાછળના ભાગમાં, કરોડરજ્જુની બંને બાજુની પાંસળીઓ વચ્ચે સ્થિત છે. કિડનીને સ્વસ્થ રાખવા માટે સ્વસ્થ આહાર અને એક્ટિવ લાઇફસ્ટાઇલ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. કિડની માટે કેવો ખોરાક મહત્વપૂર્ણ છે, અહીં જાણો.
- શક્કરીયા
શક્કરિયામાં પોટેશિયમ અને વિટામિન-એ સહિત ઘણા પોષક તત્વો હોય છે, જે કિડનીના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તે કિડનીની પ્રોટીન સંશ્લેષણમાં સુધારો કરે છે.
- લીલા શાકભાજી
લીલા શાકભાજી જેમ કે પાલક, મેથી વગેરે કિડની માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ફાઈબર, ફોલેટ અને વિટામિન સી સારી માત્રામાં હોય છે, જે કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
- કઠોળ
કઠોળમાં મિનરલ્સ અને પ્રોટીન હોય છે, જે કિડનીને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. કઠોળ જેમ કે મગ, ચણા, રાજમા વગેરે દરરોજ ખાવાથી કિડનીની પોટેશિયમની જરૂરિયાત પૂરી થાય છે અને તે તેમનું કામ યોગ્ય રીતે કરી શકે છે.
- મશરૂમ્સ
કિડનીને સ્વસ્થ રાખવા માટે મશરૂમ ખૂબ જ જરૂરી છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન ડી અને જરૂરી મિનરલ્સ મળી આવે છે. જે કીડનીને રોગોથી દૂર રાખે છે.
- ખજૂર
ખજૂર કિડનીના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ, ફાઈબર અને અન્ય પોષક તત્વો હોય છે જે કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
તમારા આહારમાં આ સુપરફૂડ્સનો સમાવેશ કરીને તમે તમારી કિડનીના સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે આને વધુ માત્રામાં ખાતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )