Skin care Tips: સોરાયસિસની આપને તકલીફ છે તો ડાયટમાં કરો આ ફેરફાર, આ ફૂડને કરો અવોઇડ, મળશે રાહત
શિયાળો આવતા જ ત્વચા શુષ્ક થવા લાગે છે અને જે લોકોને સોરાયસિસની સમસ્યા હોય છે, તેમની સમસ્યા વધુ વધી જાય છે. સોરાયસીસ ત્વચાની સમસ્યા છે. શરીર પર લાલ ફોલ્લીઓ દેખાવા એ આની નિશાની છે.
Skin care Tips: શિયાળો આવતા જ ત્વચા શુષ્ક થવા લાગે છે અને જે લોકોને સોરાયસિસની સમસ્યા હોય છે, તેમની સમસ્યા વધુ વધી જાય છે. સોરાયસીસ ત્વચાની સમસ્યા છે. શરીર પર લાલ ફોલ્લીઓ દેખાવા એ આની નિશાની છે. આવી સ્થિતિમાં તેને અવગણશો નહીં. તેને મામૂલી ચેપ ન સમજો અને તબીબી સલાહ લો. વિશ્વભરમાં લગભગ 12.50 કરોડ લોકો આ રોગથી પ્રભાવિત છે. જો તમારી કોણી, ઘૂંટણ, ગરદન, ખોપરી ઉપરની ચામડી ખૂબ જ શુષ્ક થઈ જાય છે, તો તેને અવગણશો નહીં કારણ કે આ લક્ષણો આ ત્વચા રોગના પણ હોઈ શકે છે. ચાલો જાણીએ કે આ રોગના દર્દીએ શું ન ખાવું જોઇએ.
સોરાયસીસ રોગમાં શું ન ખાવું?
- તૈલી વસ્તુઓ, મસાલેદાર ખોરાક, ચિકન, વધુ પડતા તેલવાળા અથાણાં, ફાસ્ટ ફૂડ, તૈયાર વસ્તુઓ, જંક ફૂડ ખાવાનું ટાળો.
- સરસવના શાક, ટામેટા રીંગણ, નારંગી, લીંબુ, ખાટી દ્રાક્ષ, બટાકા ન ખાવા.
- - દહીં, માછલી, ગોળ, દૂધ, વધુ પડતું મીઠું, ઠંડા પીણાને સંદતર બંધ કરો
જો તમે ઘરગથ્થુ ઉપાયો અપનાવવા માંગતા હોવ તો સવારે ખાલી પેટ જાગીને પહેલા તમારા દાંત સાફ કરો અને 1-2 ગ્લાસ નવશેકું પાણી પીવો. નાસ્તામાં આમળા અથવા એલોવેરાનો જ્યુસ પીવું પણ ફાયદાકારક રહેશે. આને નિયંત્રિત કરવા માટે, તમારી તંદુરસ્ત જીવનશૈલીનું પાલન કરવું સૌથી મહત્વપૂર્ણ છે, કારણ કે તેને અવગણવાથી તમારી સમસ્યાઓ નોંધપાત્ર રીતે વધી શકે છે.
આ વાતનું રાખો ધ્યાન
- શિયાળામાં વૂલનના કપડા પહેલા પાતળા સુતરાઉ કપડાં પહેરવા
- - તણાવથી દૂર રહો
- દારૂ અને ધૂમ્રપાનથી દૂર રહો
- રાસાયણિક ઉત્પાદનોનો ઉપયોગ કરશો નહીં
- ત્વચાને શુષ્ક ન રાખો, મોશ્ચરાઇઝર લગાવો
- - દિવસ દરમિયાન સૂવું નહીં
- વાસી ખોરાક ન ખાવો
- જમ્યા પછી વોકિંગ કરવું
- યોગ અને ધ્યાન કરો
- હળવી કસરતને અવોઇડ ન કરો
- ત્વચાને સૂર્યના કિરણોથી બચાવો
Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણા અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.