શોધખોળ કરો

દિવાળીમાં ફટાકડા ફોડતા દાઝી જવાય તો ભૂલથી પણ ન કરો આ કામ, જાણો તબીબે શું આપી સલાહ

 ફટાકડા અથવા અન્ય કોઈ વસ્તુને કારણે બળી જવાના કિસ્સામાં, તે વિસ્તારને ઠંડા પાણીથી સારી રીતે ધોવા જોઈએ. આ પછી, બળી ગયેલી જગ્યા પર બર્ન ક્રીમ અથવા કોઈપણ એન્ટિસેપ્ટિક ક્રીમ લગાવવી જોઈએ

દિવાળી પર ફટાકડા ફોડતી વખતે કેટલાક લોકો દાઝી જાય છે, ત્યારબાદ મોટાભાગના લોકો બળેલી જગ્યા પર ટૂથપેસ્ટ લગાવે છે. જો કે, ફટાકડા કે દીવાથી  બળી જવાના કિસ્સામાં ટૂથપેસ્ટ ન લગાવવી જોઈએ. આવો જાણીએ ડૉક્ટર પાસેથી જો દિવાળી પર કોઈ દાઝી જાય તો કઈ પ્રાથમિક સારવાર આપવી જોઈએ.

 દિવાલીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઘણા લોકો ફટાકડા ફોડીને દિવાળી ઉજવે છે. ફટાકડા અત્યંત સાવધાની સાથે ફોડવા જોઈએ, નહીં તો લોકો દાઝી જવાની શક્યતા રહે છે. દિવાળી પર ફટાકડા ફોડતી વખતે ઘણા લોકો તેનો શિકાર બને છે અને દાઝી જાય છે. આ સિવાય દીવા અને મીણબત્તીઓના કારણે બળી જવાના કિસ્સાઓ પણ જોવા મળે છે. તહેવાર દરમિયાન જો કોઈ વ્યક્તિ દાઝી જાય તો તેનાથી વધુ સમસ્યા થઈ શકે છે કારણ કે તે દરમિયાન મોટાભાગના ડોક્ટરો પણ રજા પર હોય છે. હવે સવાલ એ છે કે દિવાળી પર ફટાકડા કે દીવાથી કોઈ બળી જાય તો પ્રાથમિક સારવાર શું કરવી જોઈએ? શું લોકો ટૂથપેસ્ટ અને હળદર લગાવવાથી રાહત મેળવી શકે છે? આવો જાણીએ ડૉક્ટર પાસેથી આ સવાલોના જવાબ.

 ફટાકડા અથવા અન્ય કોઈ વસ્તુને કારણે બળી જવાના કિસ્સામાં, તે વિસ્તારને ઠંડા પાણીથી સારી રીતે ધોવા જોઈએ. આ પછી, બળી ગયેલી જગ્યા પર બર્ન ક્રીમ અથવા કોઈપણ એન્ટિસેપ્ટિક ક્રીમ લગાવવી જોઈએ. આ માત્ર પ્રાથમિક સારવાર છે અને આ કર્યા પછી, તમારે શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને યોગ્ય સારવાર લેવી જોઈએ. આમ કરવાથી તમે ઝડપથી સ્વસ્થ થઈ જશો અને તમારા દાઝેલા નિશાન કાયમ માટે દૂર થઈ જશે. દાઝી ગયા પછી સારવારમાં બેદરકારી ખતરનાક બની શકે છે. જો કોઈ વ્યક્તિ ફટાકડા કે અન્ય કોઈ વસ્તુથી બળી જાય તો વ્યક્તિના કપડા કાતરથી કાપી નાખવા જોઈએ અને બળી ગયેલી જગ્યાને પાણીથી ધોઈને સ્વચ્છ ચાદરમાં લપેટી લેવી જોઈએ. આ પછી તરત જ હોસ્પિટલમાં જવું જોઈએ.

 મોટાભાગના લોકો દાઝી જવા પર ટૂથપેસ્ટ લગાવે છે. તેમને લાગે છે કે ટૂથપેસ્ટ લગાવવાથી બળી ગયેલી જગ્યાને ઠંડી રાખી શકાય છે. જો કે, નિષ્ણાતોનો અભિપ્રાય વિપરીત છે., ફટાકડા કે દીવા બળી જાય ત્યારે મોટાભાગના લોકો ટૂથપેસ્ટ અને હળદર લગાવે છે, પરંતુ આ નુકસાનકારક હોઈ શકે છે. સળગતી જગ્યા પર આ વસ્તુઓ લગાવવાથી ત્યાં ગંદકી જામી જાય છે, જેના કારણે ચેપ વધવાનો ખતરો રહે છે. આવી સ્થિતિમાં, બળી ગયા પછી, ફક્ત એક બર્નની  ક્રીમ લગાવવી જોઈએ. લોકોએ દિવાળી પર ખતરનાક ફટાકડા ફોડવાનું ટાળવું જોઈએ અને સલામત રીતે દિવાળીની ઉજવણી કરવી જોઈએ. આ સિવાય લોકોએ દિવાળી પર ફિટિંગના કપડા પહેરવા જોઈએ અને ખૂબ  લૂઝ કપડા ન પહેરવા જોઈએ. ઘણી વખત દીવા કે મીણબત્તીને કારણે  લૂઝ કપડામાં આગ લાગી જાય છે અને લોકોને તેનો ખ્યાલ પણ નથી આવતો. આવી સ્થિતિમાં કપડાંને લઈને સાવધાની રાખવી જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?
Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Embed widget