Food Recipe: ફાટેલા દૂધ ફેંકવાને બદલે બનાવો આ સ્વાદિષ્ટ સ્વીટ ડિશ, જાણો રેસિપી
Food Recipe: ગરમીની સિઝનમાં દૂધ વધુ ફાટી જાય છે તો દૂધ ફેંકી દેવાના બદલે આપ તેનાથી સ્વીટ ડિશ બનાવી શકો છો. જાણીએ રેસિપી
Food Recipe: મોટાભાગની મહિલાઓ ફાટેલા દૂધને ફેંકી દેવાનું જ વલણ રાખે છે પરંતુ ફાટેલા દૂધને ફેંકી દેવાને બદલે, તમે તેનો ઉપયોગ ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે કરી શકો છો.ઘણી વખત દૂધ ગરમ ન કરવાથી કે વધુ ગરમીના કારણે બગડી જાય છે. આવી સ્થિતિમાં મોટાભાગે આપણે દૂધને ફેંકી દઇએ છીએ પરંતુ દૂધને ફેંકી ન દેતા તેની વાનગી બનાવી શકાય છે.
હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપ ફાટેલા દૂધમાંથી પણ ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકો છો. . આજે અમે તમને એક એવી રેસિપી વિશે જણાવીશું જે ફાટેલા દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ચાલો જાણીએ તેની રેસિપી
દહીંવાળા દૂધનો ઉપયોગ
તમે ફાટેલા દૂધને ઉકાળીને અને તેમાં થોડો લીંબુનો રસ અથવા વિનેગર ઉમેરીને છેના બનાવી શકો છો, પછી ચેનાને ગાળીને પાણી નિચોવી પાણીને કાઢી લો. આ છેનામાંથી આપ પનીર બનાવી શકો છો. આ પનીરમાંથી આપ પનીરનું શાક, પનીર પકોડા, મરચાં પનીર વગેરે ઘરે જ બનાવી શકો છો. આ બધી વસ્તુઓ તમે નાસ્તામાં ખાઈ શકો છો.તો ફાટેલા દુધથી ન માત્ર પનીર પરંતુ આ પનીરથી કલાકંદ, રસગુલ્લા, જલેલી બનાવી શકો છો.
ફાટેલી દૂધમાંથી બેકરીની વસ્તુઓ
તમે બેકરીની વસ્તુઓ બનાવવા માટે ફાટેલા દૂધનો પણ ઉપયોગ કરી શકો છો અને તેની મદદથી તમે ઘરે કેક પણ બનાવી શકો છો. આ સિવાય તમે ફાટેલા દૂધમાંથી અદ્ભુત સ્મૂધી બનાવી શકો છો. જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક રહેશે. જો તમને સવારે સ્મૂધી ખાવાનું ગમતું હોય, તો આ ફાટેલા દૂધમાં ડ્રાપફ્રૂટઉમેરીને સ્મૂધી બનાવી શકો છો.
ફાટેલા દૂધમાંથી ગ્રેવી બનાવો
તમે ગ્રેવી માટે ફાટેલા દૂધનો પણ ઉપયોગ કરી શકો છો, ગ્રેવી બનાવવા માટે ફાટેલા દૂધમાં મસાલો મિક્સ કરવું પડશે. તે શાકને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. તમે આ ફાટેલા દૂધની મદદથી સૂપ પણ બનાવી શકો છો. તમે આ ફાટેલા દૂધનો ઉપયોગ કરીને આ બધી સ્વાદિષ્ટ વાનગીઓ ઘરે બનાવી શકો છો. તે ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે. બગડેલા દૂધમાં પ્રોટીન અને લેક્ટિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે, જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું માનવામાં આવે છે.