શોધખોળ કરો

International Kissing Day 2024: એક બે નહીં, ઘણી પ્રકારની હોય છે કિસ, આંતરરાષ્ટ્રીય કિસિંગ ડે પર જાણી લો દરેકનો અર્થ

આજે એટલે કે 6 જુલાઈના દિવસે દર વર્ષે આંતરરાષ્ટ્રીય કિસિંગ ડે ઉજવવામાં આવે છે. શું તમે જાણો છો કે કિસ કેટલા પ્રકારની હોય છે અને તેનો ઉપયોગ ક્યારે ક્યારે કરવામાં આવે છે.

વિશ્વભરમાં આજે એટલે કે 6 જુલાઈના દિવસે દર વર્ષે આંતરરાષ્ટ્રીય કિસિંગ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ ખાસ કરીને દંપતિઓ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કિસ કેટલા પ્રકારની હોય છે. આજે કિસિંગ ડેના દિવસે અમે તમને કિસના અલગ અલગ પ્રકારો વિશે જણાવીશું. જાણો ક્યારે કયા પ્રસંગે કયા પ્રકારના કિસનો ઉપયોગ લોકો કરે છે.

જણાવી દઈએ કે કિસિંગ ડે વેલેન્ટાઈન વીક દરમિયાન ફેબ્રુઆરી મહિનામાં ઉજવવામાં આવે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય કિસિંગ ડે 6 જુલાઈના દિવસે ઉજવવામાં આવે છે. માહિતી અનુસાર આ દિવસની શરૂઆત સૌ પ્રથમ યુનાઈટેડ કિંગડમમાં થઈ હતી. પરંતુ પછીથી તે ધીરે ધીરે આખી દુનિયામાં ફેલાઈ ગયો હતો. આ દિવસ કોઈપણ દંપતિ માટે ખૂબ જ ખાસ હોય છે. કારણ કે પોતાના પાર્ટનરને કિસ કરવું ખૂબ જ સુખદ અનુભવ હોય છે.

કિસના પ્રકારો

ખરેખર, કિસના અલગ અલગ પ્રકારો હોય છે, જે લાગણીઓને વ્યક્ત કરે છે. જેમ કે કપાળ પર કરવામાં આવેલી કિસ મોટેભાગે નોન સેક્સ્યુઅલ કિસ કહેવાય છે. જોકે અલગ અલગ દેશોમાં પણ કિસનો અર્થ બદલાઈ જાય છે. કેટલાક દેશોમાં જ્યાં તેને માત્ર અભિવાદન કરવાની એક રીત માનવામાં આવે છે, ત્યાં અન્ય દેશોમાં તેને અશ્લીલતા પણ કહી શકાય છે. જોકે પોતાના પાર્ટનર અથવા નજીકના વ્યક્તિને કિસ કરવી એક સામાન્ય માનવ વર્તણૂક કહી શકાય છે. કિસનો ઉપયોગ પ્રેમ બતાવવા માટે, રોમાન્સ માટે, કોઈને આદર બતાવવા માટે, કોઈની કાળજી માટે પણ કરી શકાય છે.

નોન રોમેન્ટિક કિસ

કોઈને અભિવાદન કરતી વખતે કરવામાં આવતું કિસ નોન રોમેન્ટિક કિસ હોય છે. આ પ્રકારની કિસ ગાલ પર અથવા કપાળ પર કરી શકાય છે. આ દરમિયાન ઉંમર, સંબંધ, સંસ્કૃતિ વગેરેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. અમેરિકા, યુકે વગેરેમાં મહિલાઓ અને પુરુષો પણ આ પ્રકારની કિસ કરે છે, પરંતુ ભારત અથવા અરબ દેશોમાં આવું નથી. કારણ કે અહીં મહિલાઓ એકબીજાને નોન રોમેન્ટિક કિસ કરતી જોવા મળે છે, પરંતુ પુરુષોના કિસ્સામાં આ એટલું સામાન્ય નથી. પુરુષો સામાન્ય રીતે આલિંગન કરે છે, પરંતુ એકબીજાને કિસ કરતા નથી.

નોન સેક્સ્યુઅલ કિસ

જણાવી દઈએ કે નોન સેક્સ્યુઅલ કિસ પ્રેમ બતાવવા માટે કરવામાં આવે છે. પરંતુ તેને સેક્સ્યુઅલ ગણી શકાતું નથી. આ કિસ પણ કપાળ અથવા ગાલ પર કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં તેને કાળજી બતાવવાની એક રીત પણ માનવામાં આવે છે. નોન સેક્સ્યુઅલ કિસ મોટેભાગે નજીકના લોકો અથવા સગાઓ સાથે કરવામાં આવે છે.

ઔપચારિક કિસ

ઔપચારિક કિસ તેના નામની જેમ જ ઔપચારિક હોય છે. આ કિસમાં મોટેભાગે લોકો એકબીજાના હાથને ચૂમે છે. આ બ્રિટિશ સભ્યતાનો એક ભાગ પણ છે. કોઈને ઔપચારિક રીતે અભિવાદન કરતી વખતે આ પ્રકારનું કિસ કરવામાં આવે છે.

કાળજી દર્શાવતું કિસ

આ ઉપરાંત કોઈના માથાના વાળ પર અથવા કપાળ પર કિસ કરવું કાળજી દર્શાવે છે. આ કિસનો અર્થ એ છે કે તમને સામેની વ્યક્તિની ચિંતા છે. એટલું જ નહીં, ઘણી વખત કોઈના બીમાર હોવા પર પણ આ પ્રકારનું કિસ કરવામાં આવે છે.

એરોટિક કિસ

એરોટિક કિસ ખરેખર જાતીય આનંદને દર્શાવે છે. આ પ્રકારની કિસના ઘણા પ્રકારો છે. જેમ કે ફ્રેન્ચ કિસ, એસ્કિમો કિસ, પેક કિસ, નેક કિસ વગેરે. આને હંમેશા રોમેન્ટિક કિસ જ સમજવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Elections 2024 Live: હરિયાણામાં આજે મતદાન, 90 બેઠકો પર 1,031 ઉમેદવારો મેદાને
Haryana Elections 2024 Live: હરિયાણામાં આજે મતદાન, 90 બેઠકો પર 1,031 ઉમેદવારો મેદાને
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
Shardiya Navratri 2024 Day 3: આજે શારદીય નવરાત્રિનો ત્રીજો દિવસ, જાણો મા ચંદ્રઘંટાની કથા, પૂજા અને મંત્ર
Shardiya Navratri 2024 Day 3: આજે શારદીય નવરાત્રિનો ત્રીજો દિવસ, જાણો મા ચંદ્રઘંટાની કથા, પૂજા અને મંત્ર
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં રાજકીય ટકરાવ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | અહીંયા બુલડોઝર કેમ નહીં ?Jamnagar Crime | જામનગરમાં પ્રેમસંબંધ રાખવા ઇનકાર કરનાર ભાભીની દિયરે કરી નાંખી હત્યાDriving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Elections 2024 Live: હરિયાણામાં આજે મતદાન, 90 બેઠકો પર 1,031 ઉમેદવારો મેદાને
Haryana Elections 2024 Live: હરિયાણામાં આજે મતદાન, 90 બેઠકો પર 1,031 ઉમેદવારો મેદાને
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
Shardiya Navratri 2024 Day 3: આજે શારદીય નવરાત્રિનો ત્રીજો દિવસ, જાણો મા ચંદ્રઘંટાની કથા, પૂજા અને મંત્ર
Shardiya Navratri 2024 Day 3: આજે શારદીય નવરાત્રિનો ત્રીજો દિવસ, જાણો મા ચંદ્રઘંટાની કથા, પૂજા અને મંત્ર
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Haryana Elections 2024: હરિયાણામાં આજે જામશે ચૂંટણી જંગ,જાણો સૌથી ચર્ચિત સીટો અને કઈ પાર્ટી બની શકે છે કિંગ મેકર
Haryana Elections 2024: હરિયાણામાં આજે જામશે ચૂંટણી જંગ,જાણો સૌથી ચર્ચિત સીટો અને કઈ પાર્ટી બની શકે છે કિંગ મેકર
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
જુનાગઢ જેલમાંથી મુક્ત થયેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત
જુનાગઢ જેલમાંથી મુક્ત થયેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત
Embed widget