કરીના કપૂરની ખૂબસૂરતીનું રાજ છે આ ઘરેલુ નુસખો, દહીં સાથે આ ચીજ મિકસ કરીને લગાવે છે
કરીના કપૂરના ચહરા પર હંમેશા એક કુદરતી ગુલાબી ગ્લો રહે છે. કરીના 41 વર્ષની છે અને હવે બે સંતાનની માતા પણ છે તેમ છતાં પણ તેના ચહેરાના ગ્લોમાં જરાય કમી નથી આવી.
કરીના કપૂરના ચહરા પર હંમેશા એક કુદરતી ગુલાબી ગ્લો રહે છે. કરીના 41 વર્ષની છે અને હવે બે સંતાનની માતા પણ છે તેમ છતાં પણ તેના ચહેરાના ગ્લોમાં જરાય કમી નથી આવી.
શું આપ જાણો છો કે કોરોનાના રેડિયન્ટ ગ્લોનું રાઝ શું છે? કરીનાએ એક લીડિંગ મેગેઝિનમાં આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, જ્યારે આરામનો મૂડ હોય છે ત્યારે ત અવશ્ય બદામના તેલથી ત્વચાને મસાજ કરે છે.
બદામ તેલ એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણથી ભરપૂર છે. તેથી તે ચહેરા પર કસાવટ બનાવી રાખે છે. બદામ તેલમા વિટામિન ઇ હોય છે. જે કોશિકાને રિગ્રોથ કરે છે. જે ત્વચાની ઇલાસ્ટિસિટી પણ વધારે છે. તેથી કરીના નિયમિત ચહેરા પર બદામનું તેલ લગાવે છે.કરીનાના મત મુજબ દહી સાથે બદામનું તેલ લગાવવાથી સ્કિન પર નિખાર આવવાની સાથે સ્કિનની ડ્રાયનેસ દૂર થાય છે.
બ્યુટી એક્સપર્ટ દુષ્યંત કુમાર કહે છે કે, ત્વચા પર મસાજ કરવા માટે બદામના તેલનો ઉપયોગ પણ કરી શકો છો. ઉપરાંત, તેનો ક્લિન્ઝર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. તે આપની ત્વચાને મેકઅપથી થતાં નુકસાનથી બચાવે છે. બદામનું તેલ તમામ પ્રકારની ત્વચાને અનુકૂળ છે, તે હળવું છે અને હાઇપોએલર્જિક છે. તેથી આપ મેકઅપ રિમૂવર તરીકે બદામના તેલનો ઉપયોગ કરી શકો છો.
30 વર્ષ બાદ ત્વચાની આ રીતે લો કાળજી
સ્કિન કેર કરવા માટે નિયમિત ક્લિન્ઝિગ, ટોનિંગ અને મોઇશ્ચરાઇઝિંગનો સમાવેશ કરો. ત્વચાની સાર સંભાળ લેવા માટે ડાયટ પર પણ પુરતુ ધ્યાન આપો. ડાયટમાં પોષણયુક્ત આહાર,તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. તાજા ફળો અને લીલા શાક ખૂબ જ ઉપકારક છે. પુરતુ પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. આપના ત્વચા માટે વિટામીન-ઈ અને સી જરૂરી છે. તેના સપ્લીમેન્ટ્સ માટે ડોક્ટરની સલાહથી લો. વાળ અને ત્વચાની સંભાળ માટે વધુ પડતા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ ટાળો. દરરોજ લગભગ 8-10 ગ્લાસ પાણી પીવો. પાણી માત્ર સારા સ્વાસ્થ્ય માટે જ જરૂરી નથી, પરંતુ તે ત્વચાને સુંદર બનાવવા માટે પણ ઉપયોગી છે. પાણી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે.
નાઇટ ક્રીમનો ઉપયોગ કરો. નાઇટ ક્રીમ તમારી ત્વચાને હાઇડ્રેટ રાખશે, સાથે જ ત્વચાની પેચીનેસ પણ ઓછી કરશે. નાઇટ ક્રીમ ત્વચામાં કોલેજનને સારો આપવામાં પણ મદદ કરશે.સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં. જે દરેક ઉંમરે આવશ્યક છે. તમારી ત્વચાના રંગ પ્રમાણે SPF પસંદ કરો. ઓછામાં ઓછા 30 SPF લાગુ કરવાની ખાતરી કરો. જો તમે ફાઉન્ડેશન લગાવવાનું પસંદ કરો છો, તો ઓછામાં ઓછું SPF 30 વાળું ક્રિમ પસંદ કરો. તે સ્કિન માટે બેસ્ટ છે. સ્કિનને ક્લિન કરવા માટે ક્લિન્ઝરથી સાફ કરો.