Kiss Day 2024: કિસ કરવાથી અનેક બીમારીઓ થઇ જાય છે દૂર, ફાયદા જાણીને ચોંકી ઉઠશો
Kiss Day 2024:કિસ ડે દર વર્ષે 13 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે કિસ કરવાના કેટલા ફાયદા છે તે જાણો છો?
Kiss Day 2024: દરેક પ્રેમી કપલ વેલેન્ટાઈન વીકની આતુરતાથી રાહ જુએ છે. 7 ફેબ્રુઆરીથી શરૂ થનાર આ સપ્તાહ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. 14મી ફેબ્રુઆરી સુધી દરેક દિવસ અલગ રીતે ઉજવવામાં આવે છે. રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે વગેરે પછી કિસ ડે પણ ઉજવવામાં આવે છે. કિસ ડે દર વર્ષે 13 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે કિસ કરવાના કેટલા ફાયદા છે તે જાણો છો?
ઘણીવાર એવું કહેવામાં આવે છે કે જો તમે હંમેશા ખુશ રહેશો, તો જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ તમારી સામે ઘૂંટણિયે પડી જશે. આ વાત ઘણી હદ સુધી સાચી છે. જો તમને કહેવામાં આવે કે કોઈને પ્રેમથી કિસ કરવાથી ઘણી બીમારીઓથી રાહત મળે છે, તો શું તમે માનશો? કદાચ નહીં, પરંતુ આ એકદમ સાચું છે. પોતાના જીવનસાથીને પ્રેમથી કિસ કરવાથી આપણા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થાય છે. તેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મજબૂત થઈ શકે છે અને જીવનમાં ખુશીઓ લાવી શકાય છે.
હેલ્થલાઈનના રિપોર્ટ અનુસાર, જેમ કોઈને ગળે લગાવવાથી આપણા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થાય છે, તેવી જ રીતે કિસ કરવાથી પણ ફાયદો થાય છે. આમ કરવાથી હેપ્પી હોર્મોન્સમાં વધારો થાય છે. કિસ લોકોને ખુશ કરે છે અને તણાવ અને ચિંતાથી રાહત આપે છે. એટલું જ નહીં કિસ કરવાથી તમારી ઈમ્યુનિટી પણ મજબૂત થાય છે. મજબૂત ઇમ્યુનિટી સાથે તમે ઓછા બીમાર પડશો અને તમારા જીવનમાં ઘણી હદ સુધી સકારાત્મક ફેરફારો થશે.
કિસ કરવાના 5 અદભૂત ફાયદાઓ
-કિસ તમારા મગજમાં કેમિકલ્સનું કોકટેલ રીલિઝ કરે છે જેનાથી તમારા હેપ્પી હોર્મોન્સને બૂસ્ટ મળે છે. આનાથી લોકો આનંદની લાગણી અનુભવે છે.
- કિસ કોર્ટિસોલ નામના સ્ટ્રેસ હોર્મોનનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે, જે તણાવ અને ચિંતામાંથી ઘણી હદ સુધી રાહત આપે છે.
- કોઈને કિસ કરતી વખતે તમારા હૃદયના ધબકારા વધે છે, જે રક્તવાહિનીઓને ફેલાવવામાં મદદ કરે છે. તેનાથી લોહીનો પ્રવાહ વધે છે અને બ્લડ પ્રેશર તરત જ કંટ્રોલમાં રહે છે.
- કિસ કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જ્યારે તમે કોઈને કિસ કરો છો ત્યારે કેટલાક નવા જર્મ્સ તમારા મોંમાં પ્રવેશ કરે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.
કપલ્સ વચ્ચે રોમેન્ટિક કિસ કરવાથી શરીરમાં ટોટલ સીરમ કોલેસ્ટ્રોલ વધે છે, જેનાથી હ્રદય રોગ અને સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે. કિસ તમારા દિલ અને દિમાગ માટે ફાયદાકારક છે.