Gujarat Winter : ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ, 5 શહેરોમાં સિંગલ ડિઝિટમાં તાપમાન, જુઓ અહેવાલ
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ, 5 શહેરોમાં સિંગલ ડિઝિટમાં તાપમાન, જુઓ અહેવાલ
ઉત્તર-પૂર્વ દિશાના પવનો ફુંકાવાને કારણે રાજ્યના પાંચ શહેરોમાં તાપમાનનો પારો સિંગલ ડિજીટ પર પહોંચી ગયો છે. હવામાન વિભાગ મુજબ નલિયામાં સિઝનનું સૌથી નીચું 3.8 ડિગ્રી તાપમાન નોંધાયુ. જ્યારે અમરેલીમાં 7.6 ડિગ્રી, રાજકોટમાં 8.9 ડિગ્રી, ભુજમાં 9 ડિગ્રી અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 9.5 ડિગ્રી પર પહોંચ્યો છે. પોરબંદરમાં તાપમાનનો પારો ગગડીને 11.5 ડિગ્રી અને અમદાવાદમાં 11.5 ડિગ્રી પર પહોંચ્યો. આ તરફ ભાવનગર અને ડીસામાં તાપમાનનો પારો 12-12 ડિગ્રી, તો વડોદરામાં 12.4 અને સુરતમાં તાપમાનનો પારો 14 ડિગ્રી પર પહોંચ્યો.અબડાસાના સુડધ્રો મોટી, નાની વમોટીમાં વાહનો પર બફરની ચાદર છવાયેલી જોવા મળી. હવામાન વિભાગ મુજબ આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે. જો કે લઘુતમ તાપમાનમાં સાધારણ વધારો થવાની શક્યતા વચ્ચે પણ ઠંડા પવનો ફુંકાવાના યથાવત રહેશે.




















