Kitchen hack :આ રીતે ડુંગળીને લાંબા સમય સુધી કરો સ્ટોર, ક્યારેય નહી બગડે
જો તમે ડુંગળીને સ્ટોર કરવાની સાચી રીત નથી જાણતા તો તે ઝડપથી બગડી જાય છે. અહીં અમે તમને ડુંગળીને લાંબા સમય સુધી સ્ટોર કરવાની સાચી રીત જણાવી રહ્યાં છીએ.
Kitchen hack :જો તમે ડુંગળીને સ્ટોર કરવાની સાચી રીત નથી જાણતા તો તે ઝડપથી બગડી જાય છે. અહીં અમે તમને ડુંગળીને લાંબા સમય સુધી સ્ટોર કરવાની સાચી રીત જણાવી રહ્યાં છીએ.
ડુંગળી રસોડામાં ઉપયોગમાં લેવાતી સૌથી જરૂરી સામગ્રીમાંથી એક છે. ફૂડને ટેસ્ટી બનાવવા માટે તેનો ઉપયોગ લગભગ દરેક સ્પાઇસી વાનગીમાં થાય છે . ડુંગળીનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે ઘણી રીતે કરવામાં આવે છે. તેના મહત્તમ ઉપયોગને કારણે લોકો તેને મોટી માત્રામાં ખરીદી કરવામાં આવે છે અને બજારમાંથી આવ્યા બાદ જો તેને યોગ્ય રીતે સ્ટોર કરવામાં ન આવે તો તો તેનો રંગ અને સ્વાદ બંને બગડી જાય છે. જો તમે ડુંગળીને સ્ટોર કરવાની સાચી રીત નથી જાણતા તો તે ઝડપથી બગડી જાય છે. જો ડુંગળીને યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવે તો તે ઘણા મહિનાઓ સુધી તાજી રહે છે. તો ડુંગળી સ્ટોર કરવાની રીત સમજી લઇએ.
અંધારાવાળી જગ્યાએ સ્ટોર કરો
લાંબા સમય સુધી ડુંગળી સ્ટોર કરવા માટે ઠંડી, સૂકી અને અંધારી જગ્યાએ તેને સ્ટોર કરવી યોગ્ય છે. ડુંગળી હંમેશા એવી જગ્યાએ રાખો જ્યાં ભેજ કે પાણી ન હોય. તમને જણાવી દઈએ કે પાણી સાથે સહેજ પર સંપર્કમાં આવવાની સાથે ડુંગળી બગડી જાય છે.
પ્લાસ્ટિકની થેલીઓમાં સંગ્રહ ન કરો
ડુંગળીમાં સડો અટકાવવા માટે વેન્ટિલેશન પણ મહત્વનું છે. તેને ખુલ્લી ટોપલીમાં સ્ટોર કરી શકાય. પ્લાસ્ટીકની કોથળીઓમાં ક્યારેય ડુંગળી ન રાખો. કારણ કે નબળા વેન્ટિલેશનને કારણે તે તેમને ઝડપથી બગાડી શકે છે. તેથી, બજારમાંથી ડુંગળી લાવ્યા પછી, તેને તરત જ ખુલ્લી કરી દો અને ખુલ્લી ટોપલીમાં રાખો.
તેને નાયલોન સ્ટોકિંગ્સમાં સ્ટોર કરો
નાયલોન સ્ટોકિંગ્સમાં ડુંગળી સ્ટોર કરવાથી તે તાજી રહે છે. આ માટે પહેલા ડુંગળી લો અને તેને સૂકવી દો. આ પછી તમે તેને નાયલોન સ્ટોકિંગ્સમાં સ્ટોર કરો. આમ કરવાથી ડુંગળી ઘણા મહિનાઓ સુધી બગડતી નથી અને તેના ટેસ્ટમાં પણ ફરક પડતો નથી.
Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલ વિધિ રીત અને દાવોઓની એબીપી અસ્મિતા પુષ્ટી કરવું નથી. તેને માત્ર સૂચન તરીકે લો. અમલ કરતા પહેલા એક્સપર્ટની સલાહ અવશ્ય લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )