Recipe: સ્વીટ કોર્ન ઉમેરીને બનાવો સોજીના ટેસ્ટી ચીલા, સ્વાદમાં લાગે છે ખૂબ જ ટેસ્ટી
Suji cheela Different Recipe: ચીલા ચણાના લોટ, દાળ અને સોજીમાંથી બનાવવામાં આવે છે. અહીં અમે મિક્સ શાકભાજી, પનીર અને સ્વીટકોર્ન વડે બનાવેલા ચીલાની રેસીપી જણાવી રહ્યા છીએ.
Suji cheela Different Recipe: સવારના નાસ્તામાં કે સાંજના નાસ્તામાં સોજીની મદદથી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. આમાંથી બનાવેલ ચીલા સ્વાદ અને સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક છે. જોકે ચીલા ખૂબ જ સરળતાથી તૈયાર કરવામાં આવે છે, પરંતુ તેને બનાવવા માટે દરેકની પોતાની રેસિપી હોય છે. અહીં અમે શાકભાજી અને સ્વીટ કોર્ન વડે બનાવેલા ચીલાની રેસીપી આપી રહ્યા છીએ.
સોજીના ટેસ્ટી ચીલા બનાવવા માટેની સામગ્રી
- સોજી
- દહીં
- જીરું
- સરસવના દાણા
- બારીક સમારેલી ડુંગળી
- કેપ્સીકમ
- પીળા કેપ્સિકમ
- લાલ કેપ્સિકમ
- સ્વીટ કોર્ન
- લીલા મરચા બારીક સમારેલા
- આદુ લસણની પેસ્ટ
- સ્વાદ માટે મીઠું
- લાલ મરચું પાવડર
- કાળા મરીનો પાઉડર
- જીરું પાવડર
- પનીર
- કોથમીર
સોજીના ટેસ્ટી ચીલા બનાવવા માટેની રીત
સૌપ્રથમ તેને બનાવવા માટે એક મોટા બાઉલમાં સોજી, દહીં અને પાણી ઉમેરો અને હવે તેને સારી રીતે મિક્સ કરો અને 10 મિનિટ માટે સાઈડ પર રાખો. હવે શાકભાજી અને પનીરનું મિશ્રણ બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં સરસવ, જીરું નાખીને તતડવા દો.
હવે તેમાં ડુંગળી નાખીને 2-3 મિનીટ આછું સોનેરી થાય ત્યાં સુધી પકાવો. પછી તેમાં લીલા મરચાં અને આદુ લસણની પેસ્ટ નાખીને એક મિનિટ પકાવો. હવે તેમાં લીલું કેપ્સીકમ, પીળું અને લાલ કેપ્સીકમના ટુકડા ઉમેરો, તેની સાથે સ્વીટ કોર્ન ઉમેરો. તેમને એક કે બે મિનિટ માટે ઉંચી આંચ પર ફ્રાય કરો.
મિશ્રણમાં મીઠું, ચીલી ફ્લેક્સ, લાલ મરચું પાવડર, કાળા મરી પાવડર, જીરું પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. છીણેલું પનીર ઉમેરો અને બધું બરાબર ભેગું થાય ત્યાં સુધી મિક્સ કરો. પનીરનું મિશ્રણ તૈયાર છે તેને તૈયાર કરેલા સોજીના મિશ્રણમાં ઉમેરો. એ જ બાઉલમાં થોડી કોથમીર, મીઠું અને પાણી ઉમેરો. જ્યાં સુધી તે સ્મૂધ બેટર ન બને ત્યાં સુધી મિક્સ કરો. અને અંતમાં ફ્રુટ સોલ્ટ ઉમેરો અને ફરીથી મિક્સ કરો. હવે એક પેનમાં તેલ મૂકી તેમાં એક ટેબલસ્પૂન મિશ્રણ નાખો. તેને ઢાંકણથી ઢાંકીને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવો. તો ચિલા તૈયાર છે, તેને કોથમીરની ચટણી અથવા ગળી ચટણી સાથે સર્વ કરો.