શોધખોળ કરો

Travel without VISA: ભારતીયો વીઝા વગર પણ કયા દેશમાં કરી શકે છે પ્રવાસ ? જાણો

Countries to Travel without VISA for Indians: વિદેશ પ્રવાસ દરેકનું સપનું હોય છે, પરંતુ વીઝાના પેપરવર્કથી મોટા ભાગના લોકો નિરાશ થઈ જાય છે. આવા લોકો માટે આનંદના સમાચાર એ છે કે ઘણા દેશોમાં વીઝા વગર પણ પ્રવાસ કરી શકાય છે.

વિદેશ પ્રવાસ દરેકનું સપનું હોય છે, પરંતુ વીઝાના પેપરવર્કથી મોટા ભાગના લોકો નિરાશ થઈ જાય છે. આવા લોકો માટે આનંદના સમાચાર એ છે કે ઘણા દેશોમાં વીઝા વગર પણ પ્રવાસ કરી શકાય છે. તમે વીઝા વગર મુલાકાત લઈ શકો તેવા ટોચના દેશોની અહીં યાદી છે. ભુતાન હિમાલયના ખોળામાં આવેલો આ દેશ વિશ્વનો સૌથી હેપ્પીએસ્ટ કન્ટ્રી છે. ભુતાનની મુલાકાત માટે ભારતના નાગરિકોએ વીઝા લેવા પડતા નથી. સરકાર માન્ય આઇ કાર્ડ અહીં છ મહિના માટે તમારો વેલિડ પાસપોર્ટ બને છે. ભારતીય ચૂંટણીપંચનું ચૂંટણી કાર્ડ પણ અહીં માન્ય છે. હોંગકોંગ હોંગકોંગ બીજું લોકપ્રિય પ્રવાસન સ્થળ છે કે જે વીઝા ફ્રી છે. હોંગકોંગની મુલાકાત માટે માત્ર તમારે એક ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે અને તમને 14 દિવસ માટે વિઝા ફ્રી સ્ટે મળે છે. રેસ્ટોરા, પબ અને મનોરંજનના બીજા સ્થળો માટે હોંગકોંગ પ્રખ્યાત છે અને ખરીદીના શોખીન લોકો માટે ટેમ્પલ સ્ટ્રીટ માર્કેટ અને લેડિઝ માર્કેટ આદર્શ છે. Travel without VISA: ભારતીયો વીઝા વગર પણ કયા દેશમાં કરી શકે છે પ્રવાસ ? જાણો મકાઉ બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના ઘણા એવોર્ડ કાર્યક્રમને કારણે મકાઉ ભારતના લોકો માટે લોકપ્રિય બન્યું છે. તમે ભારતના પાસપોર્ટ સાથે આ એશિયાના લાસ વેગાસમાં પ્રવેશ કરી શકો છો. એક મહિનાના રહેઠાણ માટે કોઇ વીઝાની જરૂર પડતી નથી. તે ગેમ્બર્સ માટેનું સ્વર્ગ છે. ચીન અને પાર્ટૂગલના નાગરિકોએ બાંધેલી ઇમારતો અદભૂત અનુભવ કરાવે છે. નેપાળ લોકો માટે નેપાળ એટલું પરિચિત છે કે લોકો ભૂલી જાય છે કે તે અલગ દેશ છે. તમે વીઝા વગર સડક કે હવાઇ માર્ગે નેપાળ જઈ શકો છો. ફ્લાઇટમાં પ્રવાસ કરતી વખતે પાસપોર્ટની જરૂર પડે છે. હિમાલયની સુંદરતા માણવા માટે નેપાળ શ્રેષ્ઠ સ્થળ છે. માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે ઘણા સાહસિકો નેપાળનો માર્ગ પસંદ કરે છે. પશુપતીનાથ મંદિર અને હેરિજેટનો દરજ્જો ધરાવતો બૌધનાથ સ્તુભ નેપાળના મુખ્ય આકર્ષણ છે. ગ્રેનેડા વેલિડ પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખપત્ર સાથે કોઇ પણ ભારતીય નાગરિક 90 દિવસ સુધી ગ્રેનેડામાં વીઝા વગર રહી શકે છે. ગ્રેનેડા તેના બીચ, કલરફૂલ હાઉસ, ગ્રીન ફોરેસ્ટ અને અંડરવોટર વનસ્પતિ માટે જાણીતો દેશ છે. તે વિશ્વમા સ્પાઇસ આઇલેન્ડ તરીકે ઓળખાય છે. Travel without VISA: ભારતીયો વીઝા વગર પણ કયા દેશમાં કરી શકે છે પ્રવાસ ? જાણો ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયામાં ભારતના પાસપોર્ટ ધારકો માટે વીઝા ઓન એરાઇવલ પોલિસી છે. તમારી પાસે છ મહિનાની વેલિડિટીનો પાસપોર્ટ, તેમાં બે કોરા પેજ અને વેલિડ રિટર્ન ટિકિટ જરૂરી છે. તેનાથી આગમન સમયે વીઝા મળે છે. આ ટાપુ દેશ તેના બીચ અને ટેમ્પલ માટે જાણીતો છે. ઇન્ડોનેશિયાનો બાલી ટાપુ જાણીતું હનીમૂન સ્પોટ છે. મોરેશિયસ સુંદર બીચ અને હોલિડે રિસોર્ટ માટે જાણીતા આ દેશો માટે વીઝાના નિયંત્રણો નથી. ભારતીય નાગરિકને વીઝા ઓન એરાઇવલ મળે છે. મોરેશિયલની મુલાકાત માટે પાસપોર્ટ, વેલિડ રિટર્ન ટિકિટ, કન્ફર્મ બુકિંગ અને પૂરતા ભંડોળની જરૂર પડે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mustard Oil vs Olive Oil Benefits: સરસવનું તેલ કે ઓલિવ ઓઇલ, હાર્ટના દર્દીઓ માટે કયું વધુ બેસ્ટ?
Mustard Oil vs Olive Oil Benefits: સરસવનું તેલ કે ઓલિવ ઓઇલ, હાર્ટના દર્દીઓ માટે કયું વધુ બેસ્ટ?
Friendship Boundaries: જીગરી દોસ્ત સાથે પણ ક્યારેય શેર ન કરો આ 5 વાતો, નહીં તો બરબાદ થઈ શકે છે પર્સનલ લાઈફ
Friendship Boundaries: જીગરી દોસ્ત સાથે પણ ક્યારેય શેર ન કરો આ 5 વાતો, નહીં તો બરબાદ થઈ શકે છે પર્સનલ લાઈફ
Male health: 35 પાર કરી ચૂકેલા યુવકે ફરજિયાત કરાવવા જોઇએ આ 6 ટેસ્ટ, જાણો કઇ બીમારીનો રહે છે ખતરો
Male health: 35 પાર કરી ચૂકેલા યુવકે ફરજિયાત કરાવવા જોઇએ આ 6 ટેસ્ટ, જાણો કઇ બીમારીનો રહે છે ખતરો
Monsoon Hair Tips: મોનસૂનમાં આ ભૂલ કારણે હેર બને છે ડ્રાય, જાણો મોનસૂન હેર કેર ટિપ્સ
Monsoon Hair Tips: મોનસૂનમાં આ ભૂલ કારણે હેર બને છે ડ્રાય, જાણો મોનસૂન હેર કેર ટિપ્સ

વિડિઓઝ

Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી
Gujarat Rain Red Alert : ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ , તૂટી પડશે અતિ ભારે વરસાદ
North Gujarat Rain : હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનું દે ધનાધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધા, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધા, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ: ઝીરો રિસ્ક સાથે એકવાર રોકાણ કરો અને દર મહિને મેળવો ગેરંટીડ કમાણી
પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ: ઝીરો રિસ્ક સાથે એકવાર રોકાણ કરો અને દર મહિને મેળવો ગેરંટીડ કમાણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Embed widget