Mehsana News: કડીની હોલીફેમિલી સ્કૂલની ઘટના, ધો.6ના વિદ્યાર્થીએ બીજા માળેથી ઝંપલાવ્યું
કડી ની શાળામાં બાળક ના બીજા માળે થી કૂદકો મારવાના મામલે કડીમાં શિક્ષિકાએ ધોરણ-6ના વિદ્યાર્થીને 4 લાફા મારી બહાર કાઢ્યો હોવાની હકીકત સામે આવી. બાળક ના પિતા એ શિક્ષકો અને સ્કૂલ પ્રશાસન પર લગાવ્યા આરોપ. બાળકનો બીજા માળેથી માર્યો કૂદકો
કડીની હોલીફેમિલી સ્કૂલમાં વિદ્યાર્થી બીજા માળેથી કુદતો હોય તેવા સીસીટીવી સામે આવ્યા. ધોરણ છમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષિકાએ ક્લાસરૂમની બહાર બેસાડ્યો હતો. ત્યારે જ વિદ્યાર્થીએ લોબીમાંથી પડતુ મુક્યુ.. ઘટના બનતા હાજર શિક્ષકો અને સ્કૂલ સત્તાધીશોમાં દોડધામ મચી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે કડીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો. બીજા માળેથી કુદકો મારતા વિદ્યાર્થીને પગના ભાગે ફ્રેક્ચર થયુ..આરોપ છે કે, શિક્ષિકાએ વિદ્યાર્થીને ચાર લાફા મારી ક્લાસ બહાર કાઢી મુક્યો હતો.





















