શોધખોળ કરો

Vadodara: SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા

Vadodara: રાજ્યમાં બીએલઓના નિધનના સમાચારો મળી રહ્યાં છે. આજે વધુ એક બીએલઓની તબિયત લથડવાના સમાચાર વડોદરામાંથી સામે આવ્યા છે

Vadodara: રાજ્યમાં દિવસે દિવસે SIR કામગીરીને લઇને નવા નવા વિવાદો સામે આવી રહ્યાં છે, શૈક્ષિક સંઘ જોરદાર વિરોધ કરી રહ્યું છે. રાજમમાં બીએલઓના મોત અને હવે તબિયત લથડવાને લઇને પણ સમાચારો સામે આવી રહ્યાં છે. વડોદરાના પાદરામાં વધુ એક બીએલઓની તબિયત લથડતાં હૉસ્પિટલાઇઝ કરવા પડ્યા હોવાની માહિતી સામે આવી છે. SIRની કામગીરી દરમિયાન અચાનક છાતીમાં દુઃખાવો થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

રાજ્યમાં બીએલઓના નિધનના સમાચારો મળી રહ્યાં છે. આજે વધુ એક બીએલઓની તબિયત લથડવાના સમાચાર વડોદરામાંથી સામે આવ્યા છે. વડોદરાના પાદરામાં SIRની કામગીરી સાથે જોડાયેલા એક BLOની અચાનક તબિયત લથડી હતી. પાદરાની ભોજશાળાના ઝુલ્ફીકાર પઠાણ નામના શિક્ષકની તબિયત ખરાબ થઇ જતાં તેને હૉસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. ઝુલ્ફીકાર પઠાણને છાતીમાં દુઃખાવો અને બેચેની અનુભવાતા તાત્કાલિક સારવાર માટે વડુ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

જુનાગઢમાં SIR ની કામગીરી માટે રાત્રે શિક્ષકોને બોલાવાતા વિવાદ
જૂનાગઢમાં શિક્ષકોએ SIRની લઇને વિરોધ નોંધાવ્યો છે. 200થી વધુ મહિલા શિક્ષકો- બીએલઓને રાત્રીના સમયે બોલાવાયા જુનાગઢમાં પ્રાંત કચેરીએ બોલાવવામાં આવ્યા હોવાથી વિવાદ ઉભો થયો છે. પ્રાંત કચેરીએથી ઓચિંતા સાંજે 6 કલાકે ટેલિફોનીક જાણ કરીને શિક્ષકો અને કર્મચારીને બોલાવ્યા હતા. આ વાતને લઇને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘના પ્રાંત સંગઠન મંત્રી જયદેવ શીશાંગીયા વિરોધ નોંધાવ્યો હતો, તેમની માંગ છે કે, આ SIRની કામગીરીમાં ચૂંટણી પંચે સરળ પધ્ધતિ અપનાવાવી જોઇએ, કેમકે રાષ્ટ્રીય કામગીરીમાં શિક્ષકો નિષ્ઠાપૂર્વક કરી રહ્યાં છે. બીએલઓ મોટા ભાગના શિક્ષકો છે, જેના કારણે શિક્ષણકાર્ય પણ ખોરવાઇ રહ્યું છે અને આગામી ફેબ્રુઆરીમાં પરીક્ષા પણ આવી રહી છે. જોકે, રાત્રીના સમયે શિક્ષકોને બોલાવાયા પાછળનું કારણ એવું આપવામાં આવી રહ્યું છે કે, દિવસના સર્વર ડાઉન થઇ જાય છે, અને રાત્રે હાઇ સ્પીડ ઇન્ટરનેટ સાથે કામ થઈ શકે છે, જેથી મુંઝવતા પ્રશ્નો સરળતાથી હલ કરી શકાય છે. એક સચોટ મતદાર યાદી તૈયાર કરી શકાય છે.

AMCના 300 કર્મચારીઓ SIR કામગીરીમાં
સૂત્રોના જણાવ્યાનુસાર, AMCના 300 કર્મચારીઓને કલેક્ટર કચેરી અને ચૂંટણી અધિકારી અમદાવાદ ખાતે ફાળવવામાં આવ્યા છે અને તેમની સીધી દેખરેખ, સૂચના મુજબ કામગીરી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આમ, AMCના 300 કર્મચારીઓએ શહેરના જુદા જુદા વિધાનસભા મતવિસ્તારોમાં મતદારો તેમજ મતદાન મથકોના BLOને મદદરૂપ થવા અને SIRની કામગીરી માટે સીધે સીધા ફરજના સ્થળે જવાની સૂચના આપવામાં આવી હોવાથી AMCના કર્મચારીઓએ મ્યુનિ. કચેરી, ઝોનલ ઓફિસોમાં પણ જવાનું નથી. AMC કમિશનર દ્વારા SIRની કામગીરી માટે 300 કર્મચારીઓને તા. 18 નવેમ્બરથી તા. 4 ડિસેમ્બર, 2025 સુધી ફાળવવા અંગેનો સરક્યુલર જારી કર્યો છે. આમ, લગભગ એક પખવાડિયા સુધી AMCના પ્રોપર્ટી ટેક્સ સહિત અન્ય વિભાગોની કામગીરીને માઠી અસર થશે. SiRની કામગીરી માટે એક પખવાડિયા માટે ફાળવવામાં આવેલ કર્મચારીઓને કારણે મ્યુનિ. પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં મોટાભાગના ટેબલ, ખુરશી ખાલી જોવા મળે છે અને કર્મચારીઓની ગેરહાજરી સૂચક બની રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Advertisement

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
Embed widget