શું આપ પણ બાળકને પ્લાસ્ટિકની બોટલથી દૂધ પિવડાવો છો? જાણો સ્વાસ્થ્ય માટે કેટલું છે ખતરનાક
જે માતા બાળકને પોતાનું દૂધ પીવડાવી શકતી નથી, તે બાળકને બોટલ વડે દૂધ પીવડાવે છે, પરંતુ શું તમે જાણો છો કે પ્લાસ્ટિકની બોટલમાંથી દૂધ પીવડાવવું બાળકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
જે માતા બાળકને પોતાનું દૂધ પીવડાવી શકતી નથી, તે બાળકને બોટલ વડે દૂધ પીવડાવે છે, પરંતુ શું તમે જાણો છો કે પ્લાસ્ટિકની બોટલમાંથી દૂધ પીવડાવવું બાળકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
આપના માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે કે, બાળકોને પ્લાસ્ટિકની બોટલોથી દૂધ પિવડાવવુ કેટલું જોખમી હોઈ શકે છે. દેશના વિવિધ રાજ્યોમાં વેચાતી બાળકોની દૂધની પ્લાસ્ટિકની બોટલોમાં કેમિકલયુકિત મિશ્રણથી બને છે. એક સંશોધનમાં આ વાત બહાર આવી છે. આપ બાળકના સ્વાસ્થ્યને લગતી દરેક વસ્તુનું ખૂબ ધ્યાન રાખતા હશો, પરંતુ દૂધની બોટલ વિશે ભાગ્યે જ કોઈ માહિતી હશે. પ્લાસ્ટિકનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આ દૂધની બોટલોને બનાવવા માટે કેમિકલ બિસ્ફેનોલ-એનો ઉપયોગ થાય છે. જેના કારણે જુદા જુદા પ્રકારના રોગોને જન્મ આપે છે.
ટોક્સિક લિંકનો રિપોર્ટ
અલગ-અલગ ભાગોમાંથી એકત્ર કરવામાં આવેલા સેમ્પલના આધારે દિલ્હી સ્થિત સંસ્થા ટોક્સિક લિન્કે તેના રિસર્ચ રિપોર્ટમાં દાવો કર્યો છે કે, દેશના બજારમાં વેચાતી દૂધની બોટલ અને સિપર્સ બાળકો માટે સુરક્ષિત નથી. છેલ્લા 4 વર્ષમાં બીજી વખત બહાર પાડવામાં આવેલા આ અભ્યાસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જેમાં BIS (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ)નું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.
આ પ્રોડકટના બાળક માટે ઉપયોગથી બાળકના ગળામાં સોજો આવી શકે છે, તેનાથી ઉલ્ટી અને ઝાડા પણ થઈ શકે છે. ઝાડા પણ થાય છે. તેથી હંમેશા મેડિકેટેડ બોટલનો ઉપયોગ કરો. મેડિકલ સ્ટોર્સ પર ગુણવત્તાયુક્ત બોટલ ઉપલબ્ધ છે. પોલીકાર્બોનેટથી બનેલી બેબી બોટલો પર 2015માં જ BIS (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ) દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં તે ભારતીય બજારમાં ઉપલબ્ધ છે અને તેનો ઉપયોગ બાળકોમાં રોગોનું મુખ્ય કારણ બની રહી છે. આ અંગે કોઈ કાયદો ન હોવાનો લાભ ઘણી કંપનીઓ લઈ રહી છે અને તેનો શિકાર બાળકો બને છે.
નકલી બોટલોથી સાવધ રહો - સસ્તી અને સબસ્ટાન્ડર્ડ કંપનીની બોટલો પણ કેમિકલથી કોટિંગ કરીને તેને નરમ રાખે છે. તેમજ બોટલ લાંબા સમય સુધી બગડતી નથી. જ્યારે ગરમ દૂધ અથવા પાણી બોટલમાં રેડવામાં આવે છે અને બાળકને ખવડાવવામાં આવે છે. તો આ કેમિકલ પણ ઓગળીને બાળકના શરીરમાં જાય છે અને શરીરમાં ગયા પછી આ કેમિકલ પેટ અને આંતરડા ને ભારે નુકસાન પહોંચાડે છે. જેના કારણે ક્યારેક જીવ જોખમમાં મુકાઈ જાય છે. એટલું જ નહીં, લાંબા સમય સુધી દૂધની મદદથી શરીરમાં રસાયણો પહોંચવાથી હૃદય, કિડની, લીવર અને ફેફસાના રોગ થઈ શકે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )