Relationship: લગ્ન માટે છોકરા-છોકરી વચ્ચે કેટલી ઉંમરનું અંતર યોગ્ય છે, આ રહ્યો પરફેક્ટ જવાબ
Relationship: ઘણીવાર લોકો લવ મેરેજ સમયે બધું જ ભૂલી જાય છે, ન તો કાસ્ટને જોતા હોય છે, ન ઘર અને ન ઉંમરના અંતરને, પરંતુ જ્યારે લગ્નનો સમય આવે છે, ત્યારે દરેક વ્યક્તિ પોતાના જીવનસાથીને સારી રીતે જાણવાની કોશિશ કરે છે.
Relationship: ઘણીવાર લોકો લવ મેરેજ સમયે બધું જ ભૂલી જાય છે, ન તો કાસ્ટને જોતા હોય છે, ન ઘર અને ન ઉંમરના અંતરને, પરંતુ જ્યારે લગ્નનો સમય આવે છે, ત્યારે દરેક વ્યક્તિ પોતાના જીવનસાથીને સારી રીતે જાણવાની કોશિશ કરે છે, જેથી લગ્ન પછીનું જીવન આનંમય બની રહે. કોઈપણ યુગલ વચ્ચે યોગ્ય વય તફાવત તેમના સંબંધોને વધુ મજબૂત અને અતૂટ બનાવી શકે છે. આ જ કારણ છે કે લગ્ન પહેલા લોકો પોતાના પાર્ટનરની ઉંમરને ધ્યાનમાં રાખે છે.
છૂટાછેડાની શક્યતા
લોકોએ લાંબા સમયથી આ વિષય વિશે વિચાર્યું છે. પતિ અને પત્ની વચ્ચેનો આદર્શ વય તફાવત પાંચ વર્ષનો ગણવામાં આવે છે. પાંચ વર્ષનો તફાવત ધરાવતા યુગલોમાં છૂટાછેડાની શક્યતા માત્ર 18% છે. જો છોકરા અને છોકરીની ઉંમરમાં દસ વર્ષનો તફાવત હોય તો છૂટાછેડાની સંભાવના વધીને 39% થઈ જાય છે જ્યારે બંનેની ઉંમરમાં 20 વર્ષનો તફાવત હોય તો છૂટાછેડાની સંભાવના વધીને 95% થઈ જાય છે. આનો અર્થ એ છે કે સફળ લગ્ન માટે, છોકરા અને છોકરી વચ્ચે યોગ્ય ઉંમરનો તફાવત હોવો જોઈએ, જો તફાવત વધુ હોય, તો સંબંધ ટૂંક સમયમાં તૂટી શકે છે.
પરિપક્વ હોવું જરુરી
તેની પાછળનું કારણ એ છે કે છોકરીઓ છોકરાઓ કરતા પહેલા જ સમજદાર બની જાય છે. છોકરીઓ 12-14 વર્ષની વયે તેમની કિશોરાવસ્થામાં પહોંચે છે, જ્યારે છોકરાઓ 14-17 વર્ષની વયે તેમની કિશોરાવસ્થામાં પહોંચે છે. લગ્ન માટે બંનેનું પરિપક્વ હોવું જરૂરી છે, તેથી છોકરી માટે માત્ર થોડો મોટો છોકરો જ લગ્ન માટે લાયક ગણાય છે. આવી સ્થિતિમાં બંને પોતાની જવાબદારીઓને યોગ્ય રીતે સમજે છે.
પરસ્પર સમજણ ખૂબ જ મહત્વપૂર્ણ છે
આ બધી બાબતો ઉપરાંત સારા સંબંધ માટે સૌથી મહત્વની બાબત એ છે કે બંને વચ્ચે પરસ્પર સમજણ હોવી જોઈએ. જો તમે બંને દરેક પરિસ્થિતિમાં એકબીજાને સાથ આપી શકો છો, તો તમે તમારી ઉંમરની કોઈપણ વ્યક્તિ સાથે લગ્ન કરી શકો છો.
સંબંધો હંમેશા સરળ નથી હોતા. પાર્ટનરને સંબંધમાં દુઃખની સાથે સાથે સુખ પણ જોવાનું હોય છે. સંબંધોને જાળવવા માટે ખૂબ કાળજી, સાવધાની અને સમજણની જરૂર પડે છે અને આ બધી બાબતો સંબંધને સ્વસ્થ અને મજબૂત બનાવે છે, જો કે કેટલીકવાર લોકો અજાણતાં જ તેમના સંબંધોને બગાડવા લાગે છે. સંબંધોને બગાડવામાં લોકોનું વર્તન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેના કારણે બે લોકો વચ્ચેના સંબંધો સમાપ્ત થવા લાગે છે. તેથી લગ્ન જીવનને મજબૂત બનાવવા હંમેશા એકબીજાનો આદર કરવો અને એકબીજાની લાગણીને સમજવી જરુરી છે.