(Source: ECI/ABP News/ABP Majha)
Shrawan 2022:સાવન માં સપનામાં આ 4 વસ્તુઓ જોવા ખૂબ જ શુભ છે, જાણો શું છે સંકેતો
Shrawan 2022:29 જુલાઇથી પાવન શ્રાવણ માસ શરૂ થઇ રહ્યો છે. જો આ પાવન માસમાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સપનામાં શિવ સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ દેખાઇ તો તે શુભતાને સંકેત છે.
Shrawan 2022:29 જુલાઇથી પાવન શ્રાવણ માસ શરૂ થઇ રહ્યો છે. જો આ પાવન માસમાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સપનામાં શિવ સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ દેખાઇ તો તે શુભતાને સંકેત છે.
શ્રાવણ મહિનામાં શિવને પ્રસન્ન કરવા માટે શિવાલયોમાં ધસારો રહે છે. શિવભક્તો જલાભિષેક, રૂદ્રાભિષેક અને મંત્રોચ્ચાર કરીને મહાદેવની પૂજા કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો શવનમાં સપનામાં શિવ સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ જોવા મળે તો સમજી લેવું કે ભોલેનાથની કૃપા તમારા પર વરસવા જઈ રહી છે. ચાલો જાણીએ કે સાવન માં સપનામાં કઈ વસ્તુઓ જોવાનું શુભ માનવામાં આવે છે.
નંદી (બળદ)
ધાર્મિક માન્યતા અનુસાર નંદીને શિવનું ગણ અને તેમનું વાહન માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો સાવન મહિનામાં સપનામાં બળદ દેખાય તો સમજી લેવું કે શિવજી તમારા પર મહેરબાન થવાના છે. સ્વપ્નમાં નંદીને જોવું એ સંકેત છે કે તમને દરેક કાર્યમાં સફળતા મળશે.
ત્રિશૂળ
ત્રિશુલને રજ, તમ અને સત ગુણનું પણ પ્રતિક માનવામાં આવે છે. કહેવાય છે કે તેમની સાથે જોડાઈને ભગવાન શિવનું ત્રિશૂળ બન્યું છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભગવાન શિવના ત્રિશૂળના ત્રણ કાંઠાને કામ, ક્રોધ અને લોભનું કારણ માનવામાં આવે છે. સ્વપ્નમાં ત્રિશૂળનું દર્શન એ સંકેત છે કે તમારી બધી પરેશાનીઓનો નાશ થવાનો છે.
ડમરુ
ભગવાન શિવ હંમેશા પોતાના હાથમાં ડમરુ ધારણ કરે છે. ડમરુ સ્થિરતાનું પ્રતિક છે. સપનામાં શિવનો ડમરુ જોવાનો અર્થ છે કે જીવનની ઉથલપાથલનો અંત આવવાનો છે. સ્વપ્નમાં ડમરુ જોવું એ જીવનમાં સ્થિરતાની નિશાની છે.
સાપ
શિવે પોતાના ગળામાં વાસુકી નાગ ધારણ કર્યો છે. શ્રાવણ માસમાં નાગ દેવતાનું સ્વપ્નમાં આવવું એ ધનમાં વૃદ્ધિનો સંકેત માનવામાં આવે છે.
Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી વિધિ, દવા, પદ્ધતિઓ અને દાવાની abp અસ્મિતા પુષ્ટી કરતું નથી. આ પ્રકારના કોઇપણ ઉપચાર,ઉપાય, વિધિ વિધાનનને અનુસરતા પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ લો.