Skin care: ત્વચા ઉપરના ડાઘ દૂર કરવા માટે આટલું જરુરથી કરો
Skin care: ત્વચા સંબંધિત કોઇ પણ સમસ્યા હોય તો આપણે મોટેભાગે પેનિક થઇ જઇએ છીએ. ખીલ થયા હોય અને એ ફોડીશું તો ડાઘ પડશે એ જાણવા છતાં પણ તેને ફોડવાની ચેષ્ટા કરી જ લઇએ છીએ, પરિણામે ખીલના ડાઘ પડી જાય છે.
Skin care: ત્વચા ઉપરના ડાઘ દૂર કરવા માટે આટલું જરુરથી કરો
ત્વચા સંબંધિત કોઇ પણ સમસ્યા હોય તો આપણે મોટેભાગે પેનિક થઇ જઇએ છીએ. ખીલ થયા હોય અને એ ફોડીશું તો ડાઘ પડશે એ જાણવા છતાં પણ તેને ફોડવાની ચેષ્ટા કરી જ લઇએ છીએ, પરિણામે ખીલના ડાઘ પડી જાય છે. ખેર, ત્વચા સંબંધિત કોઇ સમસ્યા હોય તો ઘરેલુ ઉપાય પહેલાં અજમાવવા જોઇએ. અહીં આપણે એવા જ ઘરેલુ ઉપાયની વાત કરવાની છે, જેનો ઉપયોગ ખીલના ડાઘ, કાળાં કુંડાળાં તો દૂર કરે જ છે, સાથે પેટની સમસ્યા પણ દૂર કરે છે. અને એ છે લાળનો ઉપયોગ.
કઈ રીતે ઉપયોગી છે વાસી લાળ ?
સવારની વાસી લાળ સ્કિન પરના ડાઘા, પિમ્પલ્સ દૂર કરે છે. જો ખીલની સમસ્યા હોય તો ચહેરા પર વાસી લાળ લગાવવાથી આ સમસ્યા દૂર થાય છે. શરીર પર થતી ફોલ્લીઓ અને ઘા પડ્યા પછી રૂઝ આવી ગયા બાદ જે ડાઘા રહી જાય છે તે ડાઘ દૂર કરવામાં સવારની વાસી લાળ ખૂબ ઉપયોગી છે.
પેટની સમસ્યાઓથી રાહત મેળવવા માટે સવારની વાસી લાળ ખૂબ જ ફાયદાકારક છે. આ માટે સવારે ઊઠતાંની સાથે જ એક ગ્લાસ પાણી પીવું જોઈએ. તેનાથી તમને પાચન સંબંધી સમસ્યાઓ ક્યારેય નહીં થાય.
આંખોનું તેજ પણ વધે છે
જો તમારી આંખોની નીચે કાળા ડાઘ હોય તો તેના પર વાસી લાળ લગાવવાથી કાળા ડાઘ દૂર થાય છે. સવારે મોંની લાળથી આંખોની આસપાસ ઘસવાથી થોડા દિવસોમાં ડાર્ક સર્કલ દૂર થઈ થાય છે. કાજલની જેમ આંખોમાં લગાવવાથી આંખોનું તેજ વધે છે.
આ પણ વાંચો:
શું તમને પણ વધુ ઠંડી લાગે છે? શરીરમાં આ વસ્તુઓની ઉણપ હોઇ શકે
તમે કહેશો ઠંડીની સીઝન છે તો ઠંડી તો લાગવાની જ છે, પરંતુ ના એવું નથી. વ્યક્તિએ વ્યક્તિએ ઠંડી લાગવાની તીવ્રતા અલગ અલગ હોય છે. શિયાળામાં ઠંડી લાગવી અને હાથ-પગ સુન્ન થઇ જવા તે સામાન્ય બાબત છે, પરંતુ ઘણા લોકો એવા છે જેમને બાકીની વ્યક્તિની તુલનામાં ઠંડીનો અહેસાસ ઘણો વધુ થાય છે. ઠંડી હોય કે ગરમી કેટલાક લોકોના હાથ-પગ અન્ય લોકોની સરખામણીમાં બરફ જેવા ઠંડા રહે છે. શું તમે ક્યારેય એ જાણવાની કોશિશ કરી છે કે આવું કેમ થાય છે? જરૂર કરતા વધુ ઠંડી લાગવાની પાછળ કયા કારણો જવાબદાર હોય છે?