Smallest City Of World: દુનિયાના સૌથી નાના શહેર, જયાની આબાદી છે 1 હજારથી પણ ઓછી
જ્યારે તમે કોઈ શહેર અથવા દેશ વિશે વિચારો છો, ત્યારે તમારા મગજમાં સૌથી પહેલી વાત આવે છે કે ત્યાં રહેતા લોકોની કુલ વસ્તી અને જીવન જીવવાની કલ્પના સાથે જોડાયેલા ઘણા પ્રશ્નો આપણા મગજમાં આવતા હોઈ છે.
જ્યારે તમે કોઈ શહેર અથવા દેશ વિશે વિચારો છો, ત્યારે તમારા મગજમાં સૌથી પહેલી વાત આવે છે કે ત્યાં રહેતા લોકોની કુલ વસ્તી અને જીવન જીવવાની કલ્પના સાથે જોડાયેલા ઘણા પ્રશ્નો આપણા મગજમાં આવતા હોઈ છે. શું તમે ક્યારે પણ કોઈ એવા દેશની કલ્પના કરી છે જે ભારતના કોઈ નાના ગામ કરતા પણ નાનું હોઈ. આ સાંભળીને આશ્ચર્ય થઇ શકે છે કે કોઈ પણ દેશ આટલો નાનો કઈ રીતે હોઈ શકે. તો ચાલો આજે તમને 10 એવા દેશો વિશે જણાવીએ જે દુનિયાના સૌથી નાના દેશ માનવામાં આવે છે.
વેટિકન સિટી:
યુરોપ ખંડમાં સ્થિત આ દેશને વિશ્વનો સૌથી નાનો દેશ માનવામાં આવે છે. માત્ર 44 હેક્ટર વિસ્તારમાં વસેલા આ દેશની વસ્તી માત્ર 840 છે. આ હોવા છતાંઆ દેશને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે. આ દેશમાં પોતાની કરન્સી , ટપાલ વિભાગ અને રેડિયો જેવી સુવિધાઓ પણ છે. તે ઈસાઈ ધર્મનું પ્રસિદ્ધ રોમન ચર્ચ અને ધર્મ ગુરુ પોપના કારણે આ દેશ આખી દુનિયામાં ખુબ જ પ્રસિદ્ધ છે. અહીંના ગિરજાઘર, મકબરા, સંગ્રહાલયો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે.
મોનાકો:
વેટિકન સિટી પછી મોનાકો દુનિયાનું સૌથી નાનો દેશ મનાય છે. આ દેશ ફ્રાંસ અને ઇટલીની વચ્ચેનો દરિયા કિનારે આવેલ દેશ છે. 2.02 ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળમાં વિસ્તરેલ આ દેશની કુલ જનસંખ્યા 2016 મુજબ લગભગ 38, 499 છે.
નૌરુ:
નૌરુ પ્રશાંત મહાસાગરમાં આવેલ એક ટાપુ છે. આ દેશનું ક્ષેત્રફળ 21.3 ચોરસ કિલોમીટર છે. 2016 ની વસ્તી ગણતરી મુજબ, આ દેશની કુલ વસ્તી લગભગ 13,049 છે.
સૈન મેરિનો:
સૈન મેરિનોને યુરોપનો સૌથી જુનો દેશ માનવામાં આવે છે. સાથે જ આ વિશ્વનો 5મો સૌથી નાનો દેશ માનવામાં આવે છે. આ દેશની ભાષા ઇટાલિયન છે. સાથે જ 61 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ દેશની વસ્તી અંદાજે 33,203 છે.
તુવાલુ:
તુવાલુની ગણતરી વિશ્વના ચોથા સૌથી નાના દેશમાં થાય છે. તે નૌરુની જેમ પેસિફિક મહાસાગરમાં પણ સ્થિત છે. આ દેશ પહેલા બ્રિટિશ શાસન હેઠળ હતો. તેનો વિસ્તાર 26 ચોરસ કિલોમીટર છે. સાથે જ આ દેશની આબાદી લગભગ 11,097 છે.
લિક્ટેનસ્ટેઇન:
પશ્ચિમ યુરોપમાં આવેલ આ દેશ દુનિયાનો છઠ્ઠો સૌથી નાનો દેશ ગણાય છે આ દેશની સરહદો સ્વિટ્ઝર્લેન્ડ અને ઑસ્ટ્રિયા સાથે મળે છે. 160 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ દેશની વસ્તી 37,66 છે.
માર્શલ આઇલેન્ડ્સ:
એટલાન્ટિક મહાસાગરમાં સ્થિત આ દેશ વિશ્વના સૌથી નાના દેશોમાં 7મા નંબરે આવે છે. તેનો વિસ્તાર 181 ચોરસ કિલોમીટર છે, અને વસ્તી લગભગ 53,066 છે.
માલદીવ:
આ દેશની ગણના ભલે દુનિયાના નાના દેશોમાં થાય, પરંતુ આ દેશની ગણતરી પર્યટનની દ્રષ્ટિએ વિશ્વના પ્રખ્યાત દેશોમાં થાય છે. હિંદ મહાસાગરમાં સ્થિત હોવાને કારણે આ દેશને હિંદ મહાસાગરનો મોતી પણ કહેવામાં આવે છે.જો કે, આ દેશને વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ એશિયાનો સૌથી નાનો દેશ માનવામાં આવે છે. 298 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ દેશની કુલ વસ્તી 4 લાખ 17 હજાર છે.
માલ્ટા:
માલ્ટા, જે વિશ્વના 10મા સૌથી નાના દેશોમાં છે, તેને યુરોપીયન ખંડનો વિકસિત દેશ ગણવામાં આવે છે. વસ્તીની દ્રષ્ટિએ આ દેશની વસ્તી 4 લાખ 37 હજાર છે. જે અન્ય નાના દેશો કરતા વધુ છે. આ દેશનો વિસ્તાર 316 ચોરસ કિલોમીટર છે.
ગ્રેનાડા:
ગ્રેનાડા કેરેબિયન સમુદ્રના દક્ષિણ કિનારે સ્થિત એક ટાપુ દેશ છે, જે અન્ય 6 નાના ટાપુઓથી બનેલો છે. તેનું ક્ષેત્રફળ 348 ચોરસ કિલોમીટર છે અને હાલના સમયમાં અહીંની વસ્તી આશરે 1 લાખ હાજર છે.