શોધખોળ કરો
Advertisement
Social Media Addiction Symptioms: આ 5 સંકેતો જો તમારામાં જોવા મળે તો ચેતી જજો, લાગી હોઈ શકે છે સોશિયલ મીડિયાની લત
સોશિયલ મીડિયાની ખાસ વાત એ છે કે તેમાં સેલ્ફીની ખુશી, હોલી ડેની તસ્વીરો, રેસ્ટાંરામાં ચેક-ઇન અને દરેક સમયે મોજમસ્તી હોય છે.
સોશિયલ મીડિયાની ખાસ વાત એ છે કે તેમાં સેલ્ફીની ખુશી, હોલી ડેની તસ્વીરો, રેસ્ટાંરામાં ચેક-ઇન અને દરેક સમયે મોજમસ્તી હોય છે. સોશિયલ મીડિયાના આ માપદંડ છે અને તેની તમને લગ લાગે છે. આપણી પોસ્ટ પર થોડા લાઇક મળવાથી આપણો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી જાય છે અને ન મળવાથી હતાશ થઈ જવાય છે. જો આવું થાય તો તે સોશિયલ મીડિયાની લતના સંકેત છે.
ફોન ન મળે ત્યારે વ્યાકુળ બનવું
તમારી પાસે ફોન ન હોય ત્યારે તમે વ્યાકુળ બની જતાં હોવ તો તેની ચેતવણી માનજો. આવી સ્થિતિમાં તમે હતાશ બની જાઓ છો અને બીજા લોકો પર કારણ વગર ગુસ્સો કરો છો. તમારી પાસે ફોન આવે ત્યારે સમગ્ર વિશ્વ સારું લાગવા માડે છે.
નોટિફિકેશનનો તરત જવાબ
ફોનમાં નોટિફિકેશનન બ્લીપ-બ્લીપ અવાજ આવે અને તમે સતેજ થઈ જાય તો તમને સોશિયલ મીડિયાની લત લાગી હોવાનો તે સંકેત છે. આવી સ્થિતિમાં તમારી ઉત્પાદકતાને અસર થાય છે. પ્રશંસાનો પીછો કરવાનું બંધ કરો અને સ્વભાવિક જીંદગીનો આનંદ લો. જીવવા માટે સરસ જીંદગી છે અને તેની શોધ કરો. 2014ના સાઇકોલોજિક રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે સોશિયલ મીડિયામાં એક્ટિવ લોકો નોટિફિકેશનનો એટલો ઝડપી જવાબ આપે છે કે એટલી ઝડપ ટ્રાફિક સિગ્નલ પર પણ દર્શાવતા નથી.
વાસ્તવિક સંબંધો અને ઓનલાઇન સંબંધો વચ્ચે સંઘર્ષ
ટ્વીટર પર તમને કોઇ ફોલો ન કરતું હોય અથવા ફેસબુક પર ફ્રેન્ડ ન હોય તો તમારે શા માટે પરવા કરવી જોઇએ. તમારા ઓનલાઇન સંબંધો વાસ્તવિક સંબંધોથી તદ્દન અલગ છે. પરંતુ સોશિયલ મીડિયાની લત ધરાવતા લોકો બંને વચ્ચે સરખામણી કરવા લાગે છે. જો તમે આવી સરખામણી કરતા હોય તો તમને લત લાગી છે અને તેનો છૂટકારો મેળવવો જોઇએ.
સતત સોશિયલ મીડિયામાં રહેવાની આદત
શું તમે સોશિયલ મીડિયા અંગે સતત વિચાર કરો છો તમે વધુને વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની ઈચ્છા થાય છે. તમે વ્યક્તિગત સમસ્યાની ભૂલવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો. જો આ તમામ સવાલના જવાબમાં હા હોય તો તમને સોશિયલ મીડિયાની લત લાગી છે.
તમામ બાબતોનું શેરિંગ
તમે કોઇ નવી વાનગી બનાવતા શીખ્યા હોય અને તે વાનગી બનાવ્યા પછી તુરત જો તમને તે અંગેની માહિતીમાં સોશિયલ મીડિયામાં શેર કરવાની ઇચ્છા થાય તો ચેતી જજો. કોઇપણ સમયે કંઇપણ બાબતનું શેરિંગ કરવાની ઇચ્છા સોશિયલ મીડિયાની લતનો એક સંકેત છે. તમે જાણતા પણ નથી તેવા વ્યક્તિઓ તમે બનાવેલી વાનગીની વાત શેર બાબત દર્શાવે છે કે તમે ઇન્ટરનેટ પર અજાણ્યા વ્યક્તિની પણ પુષ્ટિ મેળવા માગો છે. આવા લોકો બીજા સપોર્ટ, પ્રોત્સાહન અને પ્રેમની અપેક્ષા રાખતા થાય છે અને તેવું ન થાય ત્યારે નિરાશ થાય છે.
નિરાશ રહેવું
સોશિયલ મીડિયામાં એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે તમામ બાબતોની સરખામણી કરે છે. તમે બીજાની સાથે સરખામણી કરો છો ત્યારે અસલામતી અનુભવો છો. તમે કેટલી મહેનત કરો છો, તમે કેટલું તંદુરસ્ત ભોજન કરો છે. તમે જીમ નિયમિત કસરત કરો છે તે બાબત આવી સરખામણીને કારણે નકામી બની જાય છે અને તમે સતત નાખુશ રહો છો, કારણ કે તમે સોશિયલ મીડિયામાં બીજાને ફોલો કરો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement