ગરમીમાં શરીરને હાઇડ્રેટ રાખતો શેરડીનો રસ અનેક રીતે છે ગુણકારી, જાણો તેના અદભૂત ફાયદા
જો તમે પણ ઉનાળામાં હાઇડ્રેટેડ રહેવાની રીતો શોધી રહ્યા છો, તો શેરડીનો રસ તમારા માટે સારો વિકલ્પ છે. શેરડીનો રસ શરીરને હાઇડ્રેટ રાખે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
Sugarcane juice:જો તમે પણ ઉનાળામાં હાઇડ્રેટેડ રહેવાની રીતો શોધી રહ્યા છો, તો શેરડીનો રસ તમારા માટે સારો વિકલ્પ છે. શેરડીનો રસ શરીરને હાઇડ્રેટ રાખે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
ઉનાળાની ઋતુ લગભગ આવી ગઈ છે. આવી સ્થિતિમાં લોકો ભરપૂર જ્યુસ અને ઠંડા પીણાનું સેવન કરે છે. ઉનાળો શરૂ થતાંની સાથે જ ખાણી-પીણી અને જીવનશૈલીમાં ઘણા બદલાવ આવે છે. ઉનાળાના આગમન સાથે જ વ્યક્તિને તરસ લાગે છે. શરીરને હાઇડ્રેટ રાખવા માટે પાણી પીવું જરૂરી છે. ઘણા લોકો ઉનાળાની ગરમીથી બચવા માટે ઘણા બધા ઠંડા પીણા અને જ્યુસ પોતાના ફ્રિજમાં રાખે છે, પરંતુ ઠંડા પીણા તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. કોલ્ડ ડ્રિંક્સમાં આવા ઘણા ઘટકો હોય છે જે તમારા શરીર માટે જોખમી છે. આવી સ્થિતિમાં, જો તમે ગળાને સંપૂર્ણપણે ઠંડુ અને શરીરને હાઇડ્રેટેડ રાખવા માંગતા હો, તો તમે શેરડીનો રસ પણ પી શકો છો. શેરડીનો રસ શરીરને ઠંડક આપે છે અને હાઇડ્રેઇટ પણ રાખે છે. શેરડીનો રસ પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો
શેરડીના રસમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને ફોટોપ્રોટેક્ટીવ તત્વો હોય છે, જેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધવા લાગે છે. શેરડીનો રસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ઉનાળામાં શેરડીનો રસ પીવાથી શરીરને ઠંડક મળે છે અને વાયરલ ઈન્ફેક્શન જેવી બીમારીઓનું જોખમ દૂર રહે છે.
બૂસ્ટ એનર્જી
જ્યારે પણ તમે ઉનાળામાં બહાર જાવ છો, સૂર્યપ્રકાશને કારણે શરીરમાં પાણી અથવા ગ્લુકોઝની ઉણપ થાય છે. આવી સ્થિતિમાં, તમે સુસ્ત અને ખૂબ થાક અનુભવો છો. આવા સમયે શેરડીનો રસ પીવો તો શરીરને કાર્બોહાઈડ્રેટ મળે છે જે એનર્જી લેવલને વધારે છે. શેરડીનો રસ પીવાથી ઇન્સ્ટનન્ટ એનર્જીનો અનુભવ થાય છે.
ડીહાઈડ્રેશન દૂર કરે છે
ઉનાળામાં શરીરને પાણી અને અન્ય પ્રવાહીની વધુ જરૂર પડે છે. ઉનાળામાં શરીરમાંથી પરસેવો નીકળતાં જ શરીરમા ડિહાઇડેશન થઈ જાય છે. જ્યારે શરીરમાં પાણી બાકી રહેતું નથી, ત્યારે ખોરાક પચવાની પણ સમસ્યા થાય છે. ક્યારેક લૂઝ મોશનની સમસ્યા પણ ઉભી થાય છે. આવી સ્થિતિમાં શેરડીનો રસ પીવાથી ડિહાઇડ્રેશન દૂર થાય છે અને ખોરાક પચવામાં મદદ મળે છે.
ડાયાબિટીસમાં રાહત
જે લોકોને ડાયાબિટીસ છે તેઓ શેરડીનો રસ પીવાથી ડરતા હોય છે, તેની મીઠાશને કારણે આવા લોકો શેરડીનો રસ પીતા નથી, પરંતુ તમને જણાવી દઈએ કે શેરડીમાં આઇસોમલ્ટોઝ નામનું તત્વ હોય છે જે બ્લડ શુગર લેવલને ઓછું કરી શકે છે. આ જ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે શેરડીનો રસ પણ ફાયદાકારક છે.
વજન ઘટાડે છે
શેરડીનો રસ પીવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે. તેમાં ડાયેટરી ફાઈબર હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. શેરડીનો રસ ખાલી પેટ પીવાથી વજન ઝડપથી ઘટે છે.