Health care tips: હવે સમર બોડી ગોલ્સ માટે જિમ જવાની જરૂર નથી, બસ ઘર પર રહીને જ કરો આ એક કામ
આપ આપના બેડમાં બેઠા-બેઠા પણ વર્કઆઉટ કરી શકો છો. આ વર્કઆઉટ આપના ફિગરને શેપ કરવામાં મદદ કરશે.
Health care tips: આપ આપના બેડમાં બેઠા-બેઠા પણ વર્કઆઉટ કરી શકો છો. આ વર્કઆઉટ આપના ફિગરને શેપ કરવામાં મદદ કરશે.
આજે ભાડદોડ ફરી આ જિંદગીમાં લોકોને ફિટનેસ માટે સમય મળતો નથી. આપ આપણી બોડીને ફિટ રાખવા માટે સતત જિમ નથી જઇ શકતા. જેના કારણે આપનું શરીર ફિટ નથી રહેતું. જો કે આપ ઇચ્છો તો ઘરમાં જ એક્સરસાઇઝ કરીને બોડીને શેપ રાખી શકો છો.
જો આપ પણ આપની ફિટનેસ જર્નીને શરૂ કરી રહ્યાં હો અને દિવસો બાદ એક્સરસાઇઝ રૂટીનમાં પરત ફરી રહ્યાં હો તો આપ હેવી એક્સરસાઇઝથી જ શરૂઆત કરવી જોઇએ. જો કે તેનો અર્થ એવો નથી કે આપ વેઇટ લિફ્ટિંગથી જ વર્કઆઉટની શરૂઆત કરો. આપ ઘરે બેઠા જ વર્કઆઉટ કરીને બોડીને શેપ કરી શકો છો.
ક્રંચેસ
આપના મસલ્સને બનાવવામાં મદદ કરે છે. સ્કિસ પેક એબ્સ મેળવવા માટે આ એક્સરસાઇઝ ખૂબ જ લોકપ્રિય છે. સાથે જ તેનાથી આપના કોરને સ્ટ્રેન્થ મળે છે અને લોઅર બેક મસલ્સની સાથે ઓલ્બિક પણ સ્ટ્રોન્ગ થાય છે. તેના કેવી રીતે કરી શકાય જાણીએ..
કેવી રીતે કરશો ક્રંચેસ
- સૌથી પહેલા જમીન પર બેસી જાવ અને તમારા પગની વચ્ચે ગેપ બનાવીને તેને વાળીને બેસો.
- હવે આપના હાથોને આપના માથાની નીચે રાખો. અને ધ્યાન રાખો કે કમર સીધી રહે.
- ત્યારબાદ આપ ધીરે ધીરે પાછળની બાજુ જાઓ અને જમીનથી 2-3 ઇંચ ઉપર રહો.
- થોડી સેકેન્ડ આ પોઝિશનમાં થોભો અને ફરી આપની નોર્મલ પોઝિશનમાં આવી જાવ.
ચેર એકસેસાઇઝ
આ એક્સરસાઇઝ આપના માટે દરેક રીતે ફાયદાકારક છે. જે પગને વધુ મજબૂત બનાવે છે. ચેર એક્સરસાઇઝ લોઅલપ બોડીને સ્ટ્રેથનિંગ આપે છે.જેનાથી બેક સાઇડ, પગ, પંજા મજબૂત બને છે.
ચેર એક્સરસાઇઝ કેવી રીતે કરશો
- સૌથી પહેલા ખુરશી પર સીધા બેસી જાવ.
- ત્યારબાદ આપના હાથોને ખુરશીના કિનારે ટેકવો અને હાથોને એકદમ સીધા જ રાખો,.
- હવે ખુરશી પરથી ઉઠીને નીચે સીટઅપ કરો. નીચે બેસતી વખતે પુરી રીતે નીચે ન બેસો.
- થોડી સેકેન્ડ આ જ પોઝિશનમાં રહો અને ફરી ખુરશી પર બેસી જાવ
- આ એક્સરસાઇઝને 3 વખત દોહરાવો અને એક્સરસાઇઝના 3 રેપ્સ કરો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPઅસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.