Health tips: રાત્રે ઊંઘ પૂરતી લીધા બાદ પણ સવારે આંખો સોજી જાય છે?જાણો શું હોઇ શકે છે કારણો
રાત્રે પુરતી ઊંઘ લીધા બાદ પણ જો સવારે આંખ સોજી જતી હોય તો હાઇ બ્લડ પ્રેશર સહિતના અન્ય પણ બીજા કારણો હોઇ શકે છે.
Health tips:લીવર એ શરીરનું બીજું સૌથી મોટું અંગ છે. ખોરાકને પચાવવાની સાથે તે શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. આ સિવાય લીવર ચરબી ઘટાડવા, ઉર્જાનો સંગ્રહ અને પ્રોટીન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. લીવરમાં ફેટની અમુક માત્રા પહેલાથી જ હોય છે, પરંતુ જ્યારે તેનું વજન 10 ગણું વધી જાય છે તો આ સ્થિતિને ફેટી લિવર કહેવામાં આવે છે. ફેટી લીવર સિરોસિસ અને કેન્સર જેવી ગંભીર અને જીવલેણ પરિસ્થિતિઓમાં પણ પરિણમી શકે છે. આવી સ્થિતિમાં લીવરને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે
ફેટી લીવરના લક્ષણો
ફેટી લીવરના લક્ષણો ઝડપથી દેખાતા નથી અને આ જ કારણ છે કે જ્યારે સ્થિતિ ગંભીર બને છે ત્યારે આ રોગની જાણ થાય છે. જો કે, જ્યારે તમારું વજન અચાનક ઘટવા લાગે, પેટ ફુલી જાય, , ત્વચા અને આંખો પીળી થઈ જાય, હથેળીઓ લાલ થઈ જાય અથવા સવારે ઉઠ્યા પછી આંખોમાં સોજો આવવા જેવી સમસ્યા હોય તો તે ફેટી લીવરની નિશાની હોઈ શકે છે.
હાઇ બ્લડપ્રશેરના લક્ષણો
જો આપનું બ્લડ પ્રેશર હાઇ રહેતું હોય તો પણ આપને સવારે આંખો સોજી જાય છે. આ સ્થિતિમાં ફૂડમાં નમકનું પ્રમાણ ઓછું કરવું જોઇએ. તણાવ અને અનિંદ્રાના કારણે પણ આંખો સોજી જાય છે.
આંખો પર સોજો આવવો
ઘણીવાર એવું બને છે કે, જ્યારે આપણે સવારે જાગીએ છીએ ત્યારે આપણી આંખો સૂજી ગયેલી દેખાય છે. આંખનો નીચેનો ભાગ સંપૂર્ણ રીતે સૂજી ગયો છે. બાય ધ વે, આ એક સામાન્ય સમસ્યા છે, જે ઊંઘના અભાવને કારણે પણ આવું થાય છે. પરંતુ જો તમને આ સમસ્યા સતત થઈ રહી છે, તો તેને બિલકુલ અવગણશો નહીં કારણ કે તે ફેટી લિવરની નિશાની હોઈ શકે છે.
ખરેખર, લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધવાને કારણે લીવરની આસપાસ ચરબી જમા થવા લાગે છે. જેના કારણે આંખોની નીચે સોજો આવે છે.જો ઉપરોક્તના તમામ લક્ષણો શરીરમાં દેખાય તો વિલંબ કર્યાં વિના ડોક્ટરની સલાહ લેવી.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.