(Source: ECI/ABP News/ABP Majha)
Actress Beauty secrets : ગ્લોઇંગ સ્કિન માટે રૂબીના આ ડ્રિન્કનું કરે છે સેવન,જાણો એક્ટ્રસનું બ્યુટી સિક્રેટ
રૂબીનાએ ટીવી સિરિયલો છોટી બહુથી પોતાની ઓળખ બનાવી, બાદ બિગ બોસ-14 જીતીને, તેણે ચાહકોના દિલ જીતી લીધા. અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના ફેન્સ માટે ટ્રાવેલ ફોટો, મેકઅપ અને હેલ્થ સિક્રેટ શેર કરતી રહે છે.
Actress Beauty secrets : ટીવી એક્ટ્રેસ રૂબિના દિલેકની સુંદરતા કોઈનાથી છુપાયેલી નથી. તેની બ્યુટી નેચરલ છે. રૂબીનાએ ટીવી સિરિયલો છોટી બહુથી પોતાની ઓળખ બનાવી, બાદ બિગ બોસ-14 જીતીને, તેણે ચાહકોના દિલ જીતી લીધા. અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના ફેન્સ માટે ટ્રાવેલ ફોટો, મેકઅપ અને હેલ્થ સિક્રેટ શેર કરતી રહે છે. પોતાને ફિટ રાખવા માટે તે ફળો અને હેલ્ધી ફૂડ લે છે. રૂબીના આ દમકતી ત્વચાનું રાજ શું છે જાણીએ...
જિનસેંગ ફેસ માસ્ક
રૂબીના તેની ત્વચા પર જિનસેંગ ફેસ માસ્કનો ઉપયોગ કરે છે. આ માસ્ક તેમની ત્વચાને ડાર્ક સ્પોટ્સ અને પિગમેન્ટેશનથી પણ દૂર રાખે છે. જીન્સેંગ ફેસ માસ્ક રૂબીનાની બ્યુટી પ્રોડક્ટ્સનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. ચહેરા પર તેનો ઉપયોગ કરવાથી કોલેજનનું સ્તર વધે છે અને ત્વચાની ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે.
ત્વચા પર નારિયેળ તેલનો ઉપયોગ
અભિનેત્રીનું માનવું છે કે, નાળિયેર તેલ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. ત્વચા પરથી મેકઅપ દૂર કરવા માટે તે કોઈ લિક્વિડ લોશન નહીં પરંતુ નારિયેળ તેલનો ઉપયોગ કરે છે. તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં અને ગંદકી દૂર કરવામાં મદદ કરે છે. રૂબીના ત્વચા પર નાળિયેર તેલની સાથે લવંડર તેલનો પણ ઉપયોગ કરે છે.ઉપરાંત તે નાઇટ ક્રિમ અને સનસ્ક્રિન અચૂક ઉપયોગ કરે છે.
તાજા ફળોનું જ્યુસ પીવે છે
અભિનેત્રી ફળ અને શાકભાજીના જ્યુસ પણ પસંદ છે. ફળો પણ તેમની ત્વચા સંભાળનો એક ભાગ છે. ફળો અને શાકભાજીમાં મળતા પોષક તત્વો ત્વચા અને ત્વચા બંને માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઉદાહરણ તરીકે, દાડમ રક્તકણો વધારવામાં મદદ કરે છે અને ગાલને ગુલાબી રંગ આપે છે. કાકડીમાં પણ સ્કિન માટે ઉપકારક છે. . અભિનેત્રી તેના દિવસની શરૂઆત તાજા ફળોના રસના ગ્લાસથી કરે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચો
Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ
Ganesh Chaturthi 2022: ગણેશ ઉત્સવનો શું છે ઇતિહાસ?જાણો કેવી રીતે બન્યો, જન-જનનો મહોત્સવ
Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ
Health tips: આ ફિટનેસ રૂટીન આપને જીવનભર રાખશે એનેર્જેટિક, દિનચર્યામાં સામેલ કરો આ આદતો