Raw Milk For Skin: તમને જોઈએ છે ઇન્સ્ટન્ટ ગ્લો, તો ચહેરા પર રોજ લગાવો કાચું દૂધ
શિયાળામાં ગ્લોઈંગ અને વાઈબ્રન્ટ સ્કિન મેળવવા માટે તમે તમારા ફ્રિજમાં રાખેલા કાચા દૂધનો ઉપયોગ કરી શકો છો.
Raw Milk For Skin: ખાસ કરીને શિયાળાની ઋતુમાં ત્વચાની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આ ઋતુમાં ત્વચા શુષ્ક અને નિર્જીવ બની જાય છે. આવી સ્થિતિમાં મોટાભાગની મહિલાઓ અહીં ઉપલબ્ધ બ્યુટી પ્રોડક્ટ્સ પર આધાર રાખે છે. માર્કેટમાં મળતા મોંઘા-મોંઘા કેમિકલથી ભરપૂર પ્રોડક્ટ્સ પણ ત્વચા પર કંઈ ખાસ અસર દેખાડી શકતા નથી. આ સ્થિતિમાં તમે તમારા ફ્રીજમાં રાખેલા કાચા દૂધનો ઉપયોગ કરી શકો છો. આ તમારા ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દરરોજ માત્ર એક ચમચી કાચા દૂધનો ઉપયોગ તમને ઘણા ફાયદાઓ આપી શકે છે.
કાચા દૂધના ફાયદા
ત્વચા પર કાચું દૂધ લગાવવાથી ચહેરાની શુષ્કતા દૂર થાય છે. આ સાથે તે ત્વચાને ઊંડે સુધી સાફ પણ કરે છે. કાચા દૂધમાં લેક્ટિક એસિડ જોવા મળે છે. જેની મદદથી તમે ત્વચાને એક્સફોલિએટ કરી શકો છો. રાત્રે સૂતી વખતે તમારા ચહેરા પર કાચું દૂધ લગાવો અને સવારે ઉઠો ત્યારે તમને ગ્લોઈંગ સ્કિન મળશે. દૂધમાં લેક્ટિક એસિડની હાજરીને કારણે તે ત્વચા ટાઈટ બને છે. ટેનિંગ પણ ઘટાડે છે અને રંગને ચમકદાર બનાવે છે તમે કાચા દૂધનો ઉપયોગ મોઇશ્ચરાઇઝર તરીકે પણ કરી શકો છો.
દરરોજ કાચા દૂધથી માલિશ કરો
દરરોજ કાચા દૂધથી ચહેરા પર માલિશ કરવાથી કરચલીઓ ખતમ થાય છે અને વૃદ્ધત્વની સમસ્યા પણ દૂર થાય છે. કાચું દૂધ લગાવવાથી પિમ્પલ્સની સમસ્યા પણ દૂર થાય છે, તેમાં મીઠું ઉમેરીને પીમ્પલ્સ મટી જાય છે. ઇન્સ્ટન્ટ ગ્લો માટે તમે કાચા દૂધનો પણ ઉપયોગ કરી શકો છો. ડાર્ક સર્કલ ઘટાડવા માટે કોટન પેડ પર કાચું દૂધ લઈને આંખોની આસપાસ લગાવો, આમ કરવાથી ડાર્ક સર્કલ ઓછા થઈ જશે. કાચા દૂધથી ફેશિયલ ટોનિંગ કરવાથી ચહેરા પર જામી ગયેલી ડેડ સ્કિનનું લેયર દૂર થાય છે.
કાચા દૂધનો ફેસ પેક
તમે કાચા દૂધ સાથે ફેસ પેક તૈયાર કરી શકો છો. તમારા દૂધમાં ચણાનો લોટ અને મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો અને 10 થી 20 મિનિટ પછી ચહેરા પરથી દૂર કરો. જો તમે તેને નિયમિત રીતે લગાવશો તો ચહેરા પર ચમક આવશે અને ડાઘ પણ હળવા થઈ જશે.
કોણે કાચું દૂધ ન લગાવવું જોઈએ?
જો તમારી ત્વચા તૈલી છે તો તમારે ચહેરા પર કાચું દૂધ ન લગાવવું જોઈએ, તેના બદલે તમે ગરમ દૂધને થોડું ઠંડુ કરી લગાવી શકો છો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )