Breastfeeding Tips: ટ્રાવેલ દરમિયાન બ્રેસ્ટ ફિડિંગમાં થઇ રહી છે મુશ્કેલી? તો આ ટિપ્સ અપનાવો
Breastfeeding Week: આજે અમે તમને કેટલીક ખાસ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જે ટ્રાવેલમાં બ્રેસ્ટ ફિડિંગમાં મદદ કરશે. જેથી પ્રવાસ દરમિયાન બાળક ભૂખ્યું ન રહે.
Breastfeeding Week: આજે અમે તમને કેટલીક ખાસ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જે તમને મદદ કરી શકે છે, જેથી પ્રવાસ દરમિયાન બાળક ભૂખ્યું ન રહે અને મુસાફરીમાં આવતી સમસ્યાઓથી પણ છૂટકારો મળે.
માતાનું દૂધ બાળક માટે અમૃત સમાન છે. દરેક બાળકને જન્મ પછી ઓછામાં ઓછા 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ આપવાની સલાહ આપવામાં આવે છે. જેના કારણે બાળકનો શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય રીતે થાય છે.
જો કે, માતાને સ્તનપાન કરાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ખાસ કરીને જ્યારે તે ટ્રાવેલ કરતી હોય. બ્રેસ્ટ ફિડિંગ કરાવાતી માતાને મુસાફરી દરમિયાન સ્તનપાન કરાવવામાં ઘણી સમસ્યા થાય છે. જેથી પ્રવાસ દરમિયાન બાળક ભૂખ્યું ન રહે અને મુસાફરીમાં આવતી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આજે અમે તમને કેટલીક ખાસ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જે તમને મદદ કરી શકે છે. આ ટિપ્સ અપનાવીને તમે આ પ્રવાસ દરમિયાન સરળતાથી બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકો છો.
ટ્રાવેલ દરમિયાન આ રીતે કરાવો બ્રેસ્ટ ફિડિંગ
કમ્પફર્ટ આઉટફિટ પસંદ કરો
જો તમે નાના બાળક સાથે મુસાફરી કરી રહ્યા છો, તો આ સમય દરમિયાન ખૂબ જ આરામદાયક કપડાં પહેરો. છૂટક અને આરામદાયક કપડાં તમને મુસાફરી દરમિયાન બાળકને સરળતાથી ખવડાવવામાં મદદ કરી શકે છે. આ સાથે દુપટ્ટો અથવા હળવો કોટનનો સ્ટોલ તમારી સાથે રાખો, જેથી તમે સાર્વજનિક સ્થળે કમ્ફર્ટ ફીલ કરો.
બ્રેસ્ટ મિલ્ક પંપ કરીને સાથે રાખો
જો તમે સાર્વજનિક પરિવહન દ્વારા મુસાફરી કરી રહ્યા છો, તો સ્તનપાન કરાવવું થોડું મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં, બસ અથવા ટ્રેનની મુસાફરી દરમિયાન માતાનું દૂધ પંપ કરો અને તેને તમારી સાથે રાખો જેથી બાળકને સમયસર દૂધ મળી શકે.
કાર રોકો અને દૂધ પીઓ
સ્તનપાન કરાવતી વખતે ધ્યાનમાં રાખો કે ચાલતી બસ કે કારમાં ક્યારેય સ્તનપાન ન કરાવો. જો તમે તમારી કારમાં મુસાફરી કરી રહ્યા છો, તો કારને રોકો અને બાળકને ફિડિંગ કરાવો. કારણ કે,ચાલતા વાહનમાં સ્તનપાન કરાવવાથી બાળકના નાકમાં દૂધ પ્રવેશી શકે છે.
તમારીજાતને હાઇડ્રેટેડ રાખો
બાળકને સ્વસ્થ દૂધની જરૂર હોય છે અને આ માટે માતાએ પણ તેના આહારનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડે છે. આવી સ્થિતિમાં, મુસાફરી કરતી વખતે, પોતાને હાઇડ્રેટેડ રાખો અને વધુને વધુ પાણી પીવો. તમારા આહારમાં હેલ્ધી ફૂડનો પણ સમાવેશ કરો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.