(Source: ECI/ABP News/ABP Majha)
Skin care: ખીલની સમસ્યાને દૂર કરવા માટે CTMને ફોલો કરવું જરૂરી છે. જાણો શું છે આ સીટીએમ
સ્કિન કેર માટે સીટીએમ ફોલો કરવું જરૂરી છે. જાણીએ આ સીટીએમ શું છે.
Bad Pimples Habits: આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમારી કઈ ખરાબ આદતો છે જેના કારણે તમારે પિમ્પલ્સની સમસ્યાનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ.
તમારી સવારે બેડની આવી ઘણી આદતો છે, જેના કારણે પિમ્પલ્સ પણ વધે છે. તેનાથી બચવા માટે, તમે સમજી શકતા નથી કે તમારી ખોટી આદતો તેના માટે જવાબદાર છે. તમે તમારા ઉત્પાદનો અને આહારમાં કોઈ પણ અર્થ વગર ફેરફાર કરતા રહો છો પણ પરિણામ કંઈ જ મળતું નથી.
આપની બેડની આવી ઘણી આદતો છે, જેના કારણે પિમ્પલ્સ પણ વધે છે. આપ આ બાબતથી અજાણ રહીને આપની બ્યુટી પ્રોડક્ટ અને ડાયટમાં અર્થ વગર ફેરફાર કરતા રહો છો પણ પરિણામ કંઈ જ મળતું નથી.
આવી સ્થિતિમાં આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે, આપની કઈ ખરાબ આદતો છે જેના કારણે તમારે પિમ્પલ્સની સમસ્યાનો સામનો કરવો પડે છે.
સવારે ઉઠતાની સાથે જ ચહેરાને રગડાવની ભૂલ ન કરો. કારણ કે, આ સમયે ચહેરા પર પરસેવો અને કુદરતી તેલ હોય છે, જેને પાણીથી પહેલા ધોઈ લેવું જોઈએ અને પછી ફેસવોશનો ઉપયોગ કરવો જોઈએ.
ઓછું પાણી પીવાની આદત પણ ખીલનું કારણ બને છે. પાણીના સેવનથી પેટ સાફ રહે છે અને ખીલ નથી થતાં
સનસ્ક્રિન લગાવ્યા વિના જ્યારે આપ બહાર જાવ છો તો આ ભૂલને કારણે પણ ખીલ થાય છે.
તળેલી વસ્તુઓ ક્યારેય ન ખાવી, સવારના નાસ્તામાં ક્યારેય તળેલી વસ્તુઓ ન ખાવી. ઉદાહરણ તરીકે, બિસ્કિટ, નૂડલ્સ અને જંક ફૂડનું સેવન ન કરો. સૌથી પહેલા ઉઠો અને હુંફાળુ પાણી પીવો.
સીટીએમને ફોલો ન કરવું પણ ખીલનું કારણ બને છે. સીટીએમનો અર્થ છે. ક્લિન્ગિં, ટોનિંગ, મોશ્ચરાઇઝિંગ, આ ત્રણેય સ્ટેપને ફોલો ન કરવાથી ખીલ વધી શકે છે.
ડાર્ક સર્કલની સમસ્યામાં દૂધ સાથે આ ચીજ મિક્સ કરીને લગાવો, થઇ જશે ગાયબ
કોફી અને દૂધમાં મોજૂદ પોષકતત્વો ડાર્ક સર્કલને દૂર કરવામાં કારગર છે. જાણીએ કેવી રીતે અપ્લાય કરવાથી ડાર્ડ સર્કલની સમસ્યા દૂર થશે.
Mask For Dark Circle: ડાર્ક સર્કલ એક એવી સમસ્યા છે જેનાથી સ્ત્રી અને પુરૂષ બંને પરેશાન છે. કેટલીકવાર ડાર્ક સર્કલની સમસ્યા ઉંઘ ન આવવા, ઓછું પાણી પીવું, ડિહાઇડ્રેશન અને લાંબા સમય સુધી સ્ક્રીન પર રહેવાના કારણે થાય છે. આ કોઈ રોગ નથી, પરંતુ જ્યારે તે આંખોની નીચે થાય છે ત્યારે ચહેરાની સુંદરતા જતી રહે છે. આંખોની આસપાસના ડાર્ક સર્કલ તમારી સુંદરતા પર ડાઘ સમાન બની જાય છે. માર્કેટમાં ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા માટે ઘણી બધી ક્રિમ અવેલેબલ છે. પરંતુ તેની આડઅસરતો છે જ સાથે આ ક્રિમ મોંઘીદાટ પણ છે. આવી સ્થિતિમાં તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને ડાર્ક સર્કલ દૂર કરી શકો છો. તેમાંથી એક ઉપાય છે કોફી અને દૂધ. આ બંને ચીજ ડાર્ક સર્કલ દૂર કરે છે અને આંખોની ખોવાયેલી ચમક પણ પાછી લાવે છે.
સામગ્રી
ગ્રીન ટી બેગ -1
કોફી – 1 ચમચી
કાચુ દૂધ – 2 ચમચી
વિટામિન ઇ – 2 કેપ્સ્યૂલ
માસ્ક બનાવવાની રીત
સૌથી પહેલા એક કટોરીમાં ગ્રીન ટીને કાઢી લો
તેમાં દૂધ અને કોફી મિક્સ કરો
બાદ તેમાં વિટામિન ઇ કેપ્સ્યૂલનું ઓઇલ ઉમેરો
કેવી રીતે કરશો અપ્લાય
હવો આંખોની આસપાસ પહેલા ક્લિન્ગિં કરો. ક્લિનિંગ માટે આપ કાચુ દૂધ લો, કાચા દૂધમાં કોટન પેડ ડૂબાડીને તેનાથી આંખોની આસાપાસ ક્લિન્ઝિંગ કરો. કાચા દૂધ જેવું કોઇ નેચરલ ક્લિન્ઝર નથી. બાદ તૈયાર કરેલા મિશ્રણમાં કોટન પેડ નાખો અને તેમાનું એકસ્ટ્રા પ્રવાહી નિતારીને તે પેડને આંખોની આસાપાસ લગાવો, 15થી 20 મિનિટ સુધી રહેવા દો બાદ સરક્યુલેશન મોશનમાં મસાજ કરો અને બાદ ઠંડા પાણીથી વોશ કરી લો , આ પ્રયોગ વીકમાં 4 વખત કરો, ધીરે ધીરે આ પ્રયોગથી ડાર્ક સર્કલ દૂર થશે.
કોફી –દૂધ માસ્ક લગાવાના ફાયદા
આ માસ્કથી સ્કિન હાઇડ્રેઇટ રહે છે.
આંખની આસપાસની સ્કિનનો ગ્લો વધે છે.
ઝુરિયા અને ફાઇન લાઇન્સને પણ દૂર કરી શકાય છે.
કોફી એક નેચરલ એન્ટી ઓક્સિડન્ટ છે. જે સ્કિનને ટાઇટ રાખે છે.
વધતી ઉંમરની અસરને આ માસ્ક ઓછું કરે છે.
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, abp અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.