Skin care: શું તમારે પણ દેખાવું છે યંગ, તો રોજ રાત્રે લગાવો આ સિરમ
હાલમાં દરેક લોકોને સુંદર દેખાવું છે કોઈને ઉંમર સાથે મોટું નથી થવું. ત્યારે આજે અમે તમને એક એવા જ એન્ટી એજિંગ સીરમ વિશે જણાવીશું. જે તમને સુંદર દેખાવામાં મદદ કરશે.
Skin care tips: લોકો સુંદર દેખાવા માટે અવનવી ટ્રિક અપનાવતા રહે છે. વિવિધ નુસખા પણ ટ્રાય કરી સુંદરતામાં વધારો કરવાની કોશિશ કરતાં રહે છે. બજારમાં પણ વિવિધ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. પરંતુ આજે અમે તમને એક એવી સિરમ વિશે વાત કરીશું જે રોજ રાત્રે લગાવવાથી તમારો ચહેરો ચમકી ઉઠશે. આ એન્ટી એજિંગ સીરમ તમને ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓથી પણ રાહત આપે છે. ચાલો જાણીએ કે આ એન્ટી એજિંગ સીરમ કયું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.
સીરમ માટેની સામગ્રી
1 ગાજર
1 બીટ
5 પલાળેલી બદામ
થોડું ગુલાબ જળ
2 ચમચી એલોવેરા જેલ
2 ચમચી બદામ તેલ
વિટામિન ઇ 1 કેપ્સ્યુલ
સીરમ કેવી રીતે બનાવવું ?
સીરમ બનાવવા માટે સૌ પ્રથમ ગાજર અથવા બીટરૂટની છાલ કાઢી તેના નાના-નાના ટુકડા કરી લો. પછી 5 પલાળેલી બદામની છાલ ઉતારી લો. હવે ગાજર, બીટ, બદામ અને ગુલાબજળને બ્લેન્ડરમાં નાખીને સારી રીતે પીસી લો. હવે તેને કપડામાં નાખીને સારી રીતે ગાળી લો. હવે તેના રસમાં એલોવેરા જેલ , બદામ તેલ અને વિટામિન ઇ કેપ્સ્યુલ ઉમેરો. હવે આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને તેને કાચની બોટલમાં ભરી રાખો. હવે તમે દરરોજ 2 ટીપ્પાં તેનો ઉપયોગ કરો.
કેવી રીતે સીરમ લગાવવું ?
તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા ચહેરા પર આના 2 ટીપાં લગાવીને ચહેરા પર સારી રીતે મસાજ કરો. પછી તેને આ રીતે જ છોડી દો. જો તમારા ચહેરા પર ઘણા બધા ડાઘ ધબ્બાઓ, પિમ્પલ્સ અથવા શુષ્કતા અને કરચલીઓ છે તો તે દૂર થઈ જશે.
આ સીરમ એટલું અસરકારક છે કે તમે તમારી ત્વચા પર રાતોરાત ફેરફાર અનુભવશો. તેનાથી તમારા ચહેરા પર એવી ચમક આવશે કે તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. દરેક પ્રકારની ત્વચાની મહિલાઓ આ સીરમને લગાવી શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )