શોધખોળ કરો

Women Health Tips: ફર્સ્ટ ટાઇમ પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલા ડાયટમાં આ ફેરફાર કરવો જરૂરી

આજકાલ મહિલાઓમાં ઇન્ફર્ટિલિટીનું કારણ તેમની નબળી જીવનશૈલી અને આહાર માનવામાં આવે છે. પરંતુ ક્યારેક અજાણતામાં થયેલી કેટલીક ભૂલો પણ ગર્ભધારણમાં મુશ્કેલી ઊભી કરે છે.

Women Health Tips: આજકાલ મહિલાઓમાં ઇન્ફર્ટિલિટીની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. સામાન્ય રીતે નિષ્ણાતો આનું મુખ્ય કારણ ખરાબ જીવનશૈલી અને  આહારશૈલી  માને છે. મોડું સૂવું, એક જ જગ્યાએ કલાકો સુધી કામ કરવું,  વર્કઆઉટ ન કરવું, મોડેથી લગ્ન કરવા, સંતુલિત આહાર ન લેવો, આલ્કોહોલ અને ધૂમ્રપાન જેવા વિવિધ કારણોસર આ સમસ્યાઓ ઉદભવે છે. પરંતુ ક્યારેક કેટલીક અજાણતા ભૂલો પણ વંધ્યત્વનું કારણ બની શકે છે. જો આપ  પહેલી પ્રેગ્નન્સી માટે પ્લાનિંગ કરવાનું વિચારી રહ્યા  હો તો ત્રણ ભૂલ કરવાનું ભૂલશો નહીં. અજાણતા કરવામાં આવેલી કેટલીક ભૂલો ઘણી વખત ગર્ભ ધારણ કરવાની શક્યતા ઘટાડે છે. અહીં જાણો એવી  કઇ ત્રણ બાબતો છે. જે પ્રગ્નન્સી પ્લાન કરતી મહિલાએ ટાળવી જોઇએ.

ક્રૈશ ડાયટિંગ ફોલો ન કરો

કેટલીકવાર વધારે વજન પણ ગર્ભાવસ્થામાં સમસ્યા ઊભી કરે છે. આવી સ્થિતિમાં મહિલાઓ વજન ઘટાડવા માટે અનેક પ્રયાસો કરે છે. ક્રેશ ડાયટને પણ વજન ઘટાડવાનો સારો રસ્તો માનવામાં આવે છે. આ એક ડાયટ પ્લાન છે જે ટૂંકા સમયમાં ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. આમાં, કેલરીની માત્રા ખૂબ ઓછી થઈ જાય છે. પરંતુ જો આપ પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યાં હો તો  ક્રેશ ડાયટનો આશરો ન લો. ઘણી વખત ઓછી કેલરી લેવાથી શરીરને સંપૂર્ણ પોષણ મળતું નથી, જેના કારણે તમારા શરીરમાં નબળાઈ આવી શકે છે, જે તમારી સમસ્યાઓ વધારી શકે છે. પ્રેગ્નન્સી પ્લાન કરતી વખતે આહારનું વિશેષ ધ્યાન રાખો અને સંતુલિત આહાર લો.

ફિશને અવોઇડ કરો

ઘણા લોકો માછલી ખાવાના શોખીન હોય છે. પરંતુ જો આપ  માતા બનવાની તૈયારી કરી રહ્યા છો, તો આ સમયગાળા દરમિયાન માછલી ખાવાનું ટાળો. કેટલીક માછલીઓમાં મર્કરીની માત્રા વધુ હોય છે, એવું માનવામાં આવે છે કે તે શરીરમાં પ્રજનન ક્ષમતાને લગતી સમસ્યાઓનું કારણ બની શકે છે અથવા વધારી શકે છે. આ સિવાય એવું કહેવાય છે કે, મર્કરી  શરીરમાં એક વર્ષ કે તેથી વધુ સમય સુધી રહી શકે છે. આવી સ્થિતિમાં, જો આપ  ગર્ભ ધારણ કરો છો, તો તે આપના  ગર્ભ, મગજ અને નર્વસ સિસ્ટમને અસર કરી શકે છે. તેથી,  પ્રેગ્ન્સી પ્લાન કરતી વખતે  માછલી ખાવાનું ટાળવુ જોઇએ.

હાર્ડ કોર એક્સરસાઇઝ ન કરો

એક્સરસાઇઝ શરીર માટે સારી મનાય છે. પરંતુ જો આપ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યાં છો તો હાર્ડકોર એક્સરસાઇઝ ન કરો. હાર્ડ કોર એક્સરસાઇઝ હોર્મનને પ્રભાવિત કરે છે, જેનાથી આપના હોર્મન ઇમબેલેન્સ થઇ શકે છે. હોર્મન અસંતુલ આપને કંસીવ કરવામાં વિઘ્નરૂપ બની શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોતPatan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget