(Source: ECI/ABP News/ABP Majha)
Gold Tea! સના ખાને પીધી 24 કેરેટ ગોલ્ડ ટી, આ ચાના અદભૂત ફાયદા જાણીને ચોંકી જશો, જાણી લો તેની રેસિપી
બોલિવૂડ એક્ટ્રેસ સના ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કર્યા બાદ મેરિડ લાઇફને ખૂબ એન્જોય કરી રહી છે. તાજેતરમાં તે તેના પતિ મુફ્તી અનસ સૈયદ સાથે દુબઈ ગઈ હતી, જ્યાં તે વિશ્વની સૌથી ઊંચી રેસ્ટોરન્ટમાં 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ ચા પીતી જોવા મળી હતી.
Gold Tea! બોલિવૂડ એક્ટ્રેસ સના ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કર્યા બાદ મેરિડ લાઇફને ખૂબ એન્જોય કરી રહી છે. તાજેતરમાં તે તેના પતિ મુફ્તી અનસ સૈયદ સાથે દુબઈ ગઈ હતી, જ્યાં તે વિશ્વની સૌથી ઊંચી રેસ્ટોરન્ટમાં 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ ચા પીતી જોવા મળી હતી.
બોલિવૂડ એક્ટ્રેસ સના ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કર્યા બાદ મેરિડ લાઇફને ખૂબ એન્જોય કરી રહી છે. તાજેતરમાં તે તેના પતિ મુફ્તી અનસ સૈયદ સાથે દુબઈ ગઈ હતી, જ્યાં તે વિશ્વની સૌથી ઊંચી રેસ્ટોરન્ટમાં 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ ચા પીતી જોવા મળી હતી. હવે આપ વિચારતા જ હશો કે સોનાની ચા કેવી રીતે પી શકાય. તો આપને જણાવી દઈએ કે આ ચામાં સોનાનો નહીં, પરંતુ તેના અર્કનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ખાઈ કે પી શકાય છે. માત્ર સ્વાદ જ નહીં પણ ગોલ્ડ ટી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આવો અમે તમને જણાવીએ કે ગોલ્ડ ટી કેવી રીતે બનાવવી અને તેનાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.
સૌથી પહેલા જાણો રેસિપી
એક કડાઈમાં 1 કપ પાણી ઉકાળો, તેમાં ખાંડ, આદુ અને ચાની પત્તી નાખીને ઉકાળો. પછી એક કપમાં ચાને ગાળી લો.
, ચા પર મલાઇ નાખીને થોડી થોડા કેસરના તાંતણા ઉમેરો.
, પછી તેને ગોલ્ડનો અર્ક નાખીને ગાર્નિશ કરો. લો તૈયાર છે ગોલ્ડન ટી
સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક
સોનું એ 22 થી 24 કેરેટનું શુદ્ધ સોનું હોય છે, જે ગોલ્ડ હેમરિંગ પ્રક્રિયા દ્વારા ગોલ્ડ લીફ, ફ્લેક્સમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આપને જણાવી દઈએ કે સદીઓથી જડીબુટ્ટીઓ અને મસાલાના રૂપમાં સોનાની રજકણનો ઉપયોગ કરવામાં આવે છે. માત્ર ચા જ નહીં, તેનો ઉપયોગ દવાઓ અને મીઠાઈઓ બનાવવામાં પણ થાય છે.
ગોલ્ડ ટીના છે અનેક ફાયદા
ડાયાબિટીસ, સંધિવા અને અસ્થમાના દર્દીઓ માટે સોનાનો અર્ક ખૂબ જ ફાયદાકારક છે. આની સાથે જ તે આંખના દુખાવા જેવી સમસ્યાથી પણ મુક્તિ અપાવે છે..
- ગોલ્ડની આ ચા પીવાથી સ્કિન ગ્લોઇંગ બને છે. આ સાથે ત્વચાના રોગો, સોજો, ત્વચાની લાલાશ, અને ખંજવાળ જેવી સમસ્યા પણ દૂર થાય છે.
- ગોલ્ડ ટી એકાગ્રતા ઘટાડવા અને યાદશક્તિ વધારવામાં મદદરૂપ છે. તે અલ્ઝાઈમરનું જોખમ પણ ઘટાડે છે.
- કોરોના કાળમાં ઇમ્યુનિટીને વઘારવા માટે પણ સ્વર્ણ ભસ્મ ખૂબ જ કારગર છે. જે શરીરને સંક્રમણથી રક્ષણ આપે છે.
ધ્યાનમાં રાખો કે સ્વર્ણ ભસ્મ સોનાથી બનેલું છે, તેથી તેનું વધુ પડતું સેવન ન કરો. તેનાથી પેટમાં દુખાવો, આંતરડાનું ફૂલવું, પેટમાં ખેંચાણ, શારીરિક નબળાઈ અને થાકનો અનુભવ થઈ શકે છે. આ ટીનું સેવન બાળકો માટે પણ હિતાવહ નથી.