Weight Gain During Pregnancy:પ્રેગ્નન્સી દરમિયાન કેટલું વજન વધવું છે નોર્મલ, નહિ તો થઇ શકે છે ડિલિવરી બાદ સમસ્યા
એક ગર્ભવતી મહિલાનું કેટલુ વજન હોવું જોઇએ, જેથી ડિલિવરી સમયે બાળક કે માતાને કોઇ સમસ્યાનો સામનો ન કરવો પડે. જાણીએ, એક્સ્પર્ટ શુ આપે છે આ મામલે સલાહ
Weight Gain During Pregnancy:એક ગર્ભવતી મહિલાનું કેટલુ વજન હોવું જોઇએ, જેથી ડિલિવરી સમયે બાળક કે માતાને કોઇ સમસ્યાનો સામનો ન કરવો પડે. જાણીએ.
ગર્ભાવસ્થા દરમિયાન, ગર્ભવતી મહિલાની અંદર ઘણા પ્રશ્નો આવે છે. પોતાના માટે તેમજ અંદર ઉછરી રહેલા બાળકના સ્વાસ્થ્ય માટે. આવી સ્થિતિમાં, તેમની અંદર સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન આવે છે કે ગર્ભવતી મહિલાનું ગર્ભાવસ્થા દરમિયાન કેટલું વજન વધવું યોગ્ય છે?
આ માટે પહેલીવાર માતા બનનાર મહિલા દરેક પ્રયાસ કરે છે કે તેનું વજન વધારે ન વધે. જેના માટે તે પોતાના ડાયટ પર કંટ્રોલ રાખવા લાગે છે અને એક્સરસાઇઝ પર પણ વધુ ધ્યાન આપવા લાગે છે. આવી સ્થિતિમાં, તમારે જાણવું જોઈએ કે શું કરવું યોગ્ય છે અને શું નહિ. જેથી તમને અને અંદર ઉછરી રહેલા બાળકને કોઈ નુકસાન ન થાય. ચાલો જાણીએ કે ગર્ભવતી મહિલાનું ગર્ભાવસ્થા દરમિયાન કેટલું વજન વધવું યોગ્ય છે. જેથી બાળકના જન્મ પછી તેને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.
પ્રેગ્નન્સી દરમિયાન કેટલું વધે છે વજન
જે મહિલાઓનું વજન ગર્ભાવસ્થા પહેલા વધી ગયું હોય તે ગર્ભાવસ્થા દરમિયાન 16 કિલો સુધી વધી શકે છે. બીજી તરફ, જે મહિલાઓ સ્વસ્થ છે,તેઓનું વજન આ સમયગાળા દરમિયાન 12 કિલો સુધી વધવાની શક્યતા છે.
કેમ ગર્ભવતી મહિલાનું વધે છે વજન
જો આપના ગર્ભમાં ટ્વિન્સ છે તો 15થી 20 કિલો આપનું વજન વધવું જોઇએ. પહેલા ત્રણ મહિનામાં સામાન્ય વજન વધ્યા બાદ બાદ ધીરે ધીરે વીકમાં પોણો કે એક કિલો વજન વધતું જાય છે.
ક્યાં કારણોથી વધે છે વજન
- હાઇ બ્લડપ્રેશર
- ગર્ભવધિ મઘુપ્રમેહ
- પ્રિમેચ્યોર બર્થ
- જટિલ ડિલિવરી
- સિજેરિયન બર્થ
- બાળપણથી વજન વઘુ હોવું
ડિલિવરી બાદ વજન ઘટાડવામાં આવી શકે છે મુશ્કેલી
જો એક હદથી વધુ વજન ગર્ભાવસ્થા દરમિયાન વધી જાય તો ડિલિવરી બાદ પણ તેને ઘટાડવમાં મુશ્કેવી પડે છે.
- થકાવટ
- સ્ટ્રેસ
- હાઇ બ્લડ પ્રેશર
- હાર્ટ બીટ વધી જવા
- સ્લીપ એપ્નિયા
આ કારણે જ ગર્ભાવસ્થામાં જ વજન વધુ ન વધે તનું ધ્યાન રાખવું જોઇએ. જેટલું શક્ય હોય તેવું વોકિંગ કરવું એક્ટિવ રહેવું અને હેલ્ધી ડાયટ લેવું
Disclaimer: આ સૂચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. આ જણાવવું જરૂરી છે કે. એબીપી અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.