(Source: ECI/ABP News/ABP Majha)
Back pain: મહિલાઓમાં કમરના દુખાવાની સમસ્યા પાછળના કારણો ક્યાં ? જાણો
કમરનો દુખાવો અથવા પીઠના દુખાવાની સમસ્યા મહિલાઓમાં મોટે ભાગે 40 વર્ષની ઉંમર પછી શરૂ થાય છે. બદલાતી લાઇફસ્ટાઇલ અને અનિયમિત ખાનપાનના કારણે ઘણી મહિલાઓ કમરના દુખાવાની સમસ્યાથી ઝઝૂમી રહી છે.
Back Pain: કમરનો દુખાવો અથવા પીઠના દુખાવાની સમસ્યા મહિલાઓમાં મોટે ભાગે 40 વર્ષની ઉંમર પછી શરૂ થાય છે. બદલાતી લાઇફસ્ટાઇલ અને અનિયમિત ખાનપાનના કારણે ઘણી મહિલાઓ કમરના દુખાવાની સમસ્યાથી ઝઝૂમી રહી છે. મહિલાઓમાં આ સમસ્યા પીરિયડ્સ અને ગર્ભાવસ્થા દરમિયાન સૌથી વધુ જોવા મળે છે. આ સિવાય મહિલાઓમાં કમરના દુખાવાની સમસ્યા પાછળ ઘણા કારણો હોઈ શકે છે.
કમરના દુખાવાની સમસ્યાથી બચવા માટે મોટાભાગની મહિલાઓ તમામ પ્રકારની દવાઓનું સેવન કરે છે, પરંતુ તેમ છતાં તેમને આ સમસ્યામાંથી સંપૂર્ણ રાહત મળતી નથી.
એવું નથી કે મહિલાઓને કમરનો દુખાવો થતો નથી. યુવાન સ્ત્રીઓમાં પીઠનો દુખાવો સ્નાયુઓમાં મચકોડ, આંચકો, હર્નિએટેડ અથવા ડીજનરેટેડ ડિસ્ક અથવા સાયટિકા જેવી સમસ્યાઓને કારણે થઈ શકે છે.
આ સમસ્યા અંગે ડોક્ટરનું માનવુ છે કે, 'મહિલાઓમાં કમરના દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ, એન્ડોમેટ્રિઓસિસ, ડિસમેનોરિયા એટલે કે પીડાદાયક પીરિયડ્સ અને ગર્ભાવસ્થા વગેરે.'
પ્રેગ્નેન્સીમાં મહિલાઓને સતત કમરમાં દુખાવાની સમસ્યા રહે છે. 40 વર્ષની ઉંમરની મહિલાઓ એસ્ટ્રોજનની ઉણપના કારણે પ્રી-મેનોપોઝ સમયગાળાનો અનુભવ કરે છે. જેના કારણથી તેમના હાડકા પર અસર કરે છે.
વધતી ઉંમર એક એવો ફેરફાર છે જે દરેક મનુષ્યમાં જોવા મળે છે. તેવી જ રીતે સ્ત્રીને દર 10 વર્ષે શારીરિક ફેરફારોનો સામનો કરવો પડે છે, જેના પરિણામે તે તેના શરીરને બાળકને જન્મ આપવા સક્ષમ બનાવે છે. જ્યારે સ્ત્રી મેનોપોઝના તબક્કામાં પહોંચે છે, ત્યારે તેને કમરનો દુખાવો થવા લાગે છે.
એક્સપર્ટ અનુસાર પોતાને ફિટ અને હેલ્ધી રાખવા માટે નિયમિત રીતે એક્સેસાઇઝ કરવી ખૂબ જરૂરી છે. એક્સેસાઇઝ કરવાથી કમરના દુખાવામાંથી રાહત મળે છે. દરરોજ વોકિંગ અને સ્વિમિંગ કરવાથી પણ કમરના દુખાવામાંથી રાહત મેળવી શકો છો. દરરોજ 20 મિનિટ ચાલવાથી કમરના દુખાવામાંથી રાહત મેળવી શકો છો.
જન ઉપાડો ત્યારે ખાસ ધ્યાન એ રાખો કે આરામથી કોઇ પણ વસ્તુ ઉપાડો. અચાનક તમે કોઇ વજન ઝડપથી અને ભારપૂર્વક ઉપાડી લો છો તો કમરમાં પ્રેશર આવે છે જેના કારણે કમરમાં દુખાવો થાય છે. આ માટે હંમેશા તમે જે પણ વજન ઉપાડો એ ધ્યાનથી ઉપાડજો.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial