Women health : ડિલિવરી બાદ આ ફૂડનું મહિલાઓએ અચૂક કરવું જોઇએ સેવન, જાણો કારણ અને ફાયદા
Women health:સ્તનપાન માટે દૂધના ઉત્પાદન માટે પુષ્કર ઊર્જાની જરૂર પડે છે, આ કારણે જ મહિલાઓને અતિરિક્ત પોષણચુક્ત આહારની જરૂર પડે છે. તો જાણીએ એવા ક્યાં સુપરફૂડ છે. જેને સ્તનપાન કરાવતી મહિલાઓએ અચૂક સામેલ કરવા જોઇએ.
Women health:સ્તનપાન કરાવતી મહિલાનું સામાન્ય રીતે ભૂખની તીવ્રતા અને સ્તર વધી જાય છે. કારણ કે સ્તનમાં દૂધના નિર્માણ માટે શરીરમાં ઊર્જાની જરૂર પડે છે. આ કારણે જ ઊર્જા અર્જિત કરવા માટે પ્રોપર ડાયટ લેવું આવશ્યક બની જાય છે.
શિશુ માટે માનું દૂધ સૌથી હેલ્ધી માનવામાં આવે છે. માના દૂધમાં એવા અનેક ન્યૂટ્રિશિઅન્ટસ અને પ્રોટેક્ટિવ કમાઉન્ડ મળે છે. જેમાં બાળકોને વિકાસ કરવામાં મદદ મળે છે. બ્રેસ્ટ ફિડિંગ કરવાતી મહિલાઓને હાર્ટની બીમારી અને ડાયાબિટીસનો ખતરો ઓછો થઇ જાય છે. તે તણાવ ઓછો કરવામાં પણ મદદ મળે છે. સ્તનપાન માટે દૂધના ઉત્પાદન માટે પુષ્કર ઊર્જાની જરૂર પડે છે, આ કારણે જ મહિલાઓને અતિરિક્ત પોષણચુક્ત આહારની જરૂર પડે છે. તો જાણીએ એવા ક્યાં સુપરફૂડ છે. જેને સ્તનપાન કરાવતી મહિલાઓએ અચૂક સામેલ કરવા જોઇએ.
ચિયા સીડ્સ
ચિયા સિડ્સ પ્રોટીન, ફાઇબર, મેગ્નેશિયમ અને કેલ્શિયમના ઉત્તમ સ્ત્રોત તરીકે જાણીતા છે. આ સિવાય આ બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ પણ ખૂબ વધારે હોય છે, જે નવજાત શિશુના મગજના વિકાસમાં ઘણી મદદ કરે છે.
ગ્રીન વેજિટેબલ
. લીલા પાંદડાવાળા શાકભાજી, લીલા પાંદડાવાળા શાકભાજીમાં ફાઈબર, કેલ્શિયમ, વિટામિન્સ- A, C, E, K અને એન્ટીઓક્સીડેન્ટ્સનો સારો સ્ત્રોત છે. આ શાકભાજી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. માત્ર સ્તનપાન કરાવતી સ્ત્રીઓ જ નહીં, અન્ય લોકો પણ તેનું સેવન કરવું જોઇએ. લીલા પાંદડાવાળા શાકભાજીમાં કેલરીની માત્રા ઓછી હોય છે, જેના કારણે વજન વધવાની ચિંતા રહેતી નથી. સ્તનપાન કરાવતી માતાઓએ તેને દરરોજ તેમના આહારમાં ગ્રીન વેજિટેબલ સામેલ કરવા જ જોઇએ.
ખજૂર
ખજૂર સ્તનપાન કરાવતી સ્ત્રીઓમાં દૂધ ઉત્પન્ન કરતું હોર્મોન પ્રોલેક્ટીન તરીકે ઓળખાય છે. ખજૂર અને ખજૂરનું સેવન પ્રોલેક્ટીનનું સ્તર વધારવામાં મદદ કરે છે. ખજૂરમાં ફાઈબર, વિટામિન A, વિટામિન B, વિટામિન C અને પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જ્યારે ખજૂર કુદરતી રીતે મીઠી હોય છે. તેમાં ફાઇબર અને કેલ્શિયમ હોય છે.
ફિશ
સૅલ્મોન માછલી પ્રોટીનની ઉણપને પૂરી કરવા માટે સૅલ્મોન માછલી એક સારો સ્ત્રોત છે. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ અને વિટામિન બી12 પણ વધુ માત્રામાં હોય છે. તેમાં વિટામિન ડી પણ હોય છે.
શક્કરીયા
સ્તનપાન કરાવતી માતાઓ માટે શક્કરિયા ફાયદાકારક સાબિત થઈ શકે છે. શક્કરિયા વિટામિન Aની ઉણપને દૂર કરવામાં મદદરૂપ છે. શારીરિક વૃદ્ધિ અને વિકાસ માટે વિટામિન A જરૂરી છે. તમારા બાળકનું સ્વાસ્થ્ય પણ તમે શું ખાઓ છો તેના પર આધાર રાખે છે. જેથી જ બ્રેસ્ટ ફિડિંગ કરવાતી મહિલાનું ડાયટ પોષણયુક્ત હોવુ જોઇએ.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )