Toxic Shock Syndrome:મહિલાઓ માટે જીવલેણ છે આ ટોક્સિક સિન્ડ્રોમ, જાણો તેના લક્ષણો
.ટોક્સિક શોક સિન્ડ્રોમ સામાન્ય રીતે પિરિયડના સમયે મહિલાઓને વધુ પ્રભાવિત કરે છે. ખાસ કરીને આ તે મહિલામાં જોવા મળે છે જે ટૈમ્પોનનો ઉપયોગ કરે છે.
Health Tips:ટોક્સિક શોક સિન્ડ્રોમ એક એવી બીમારી છે. જે સ્ટેફિલોકોક્સ ઓરિયસ અથવા સ્ટૈફ નામનો બેકટરિયા વધી જવાના કારણે થાય છે. આ બેક્ટરિયા મહિલા શરીરમાં હોય છે. ટોક્સિક શોક સિન્ડ્રોમ સામાન્ય રીતે પિરિયડના સમયે મહિલાઓને વધુ પ્રભાવિત કરે છે. ખાસ કરીને આ તે મહિલામાં જોવા મળે છે જે ટૈમ્પોનનો ઉપયોગ કરે છે.
આ બીમારીના લક્ષણની વાત કરીએ તો તેમાં ઝડપથી બ્લડ પ્રેશર ઓછું થવા લાગે છે. જેના કારણે શરીરમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નથી પહોચતું. જેના કારણે મોતનું જોખમ પણ રહે છે. આ બીમારી 2012માં એમરિકી મોડલ લોરન વાસેરને થઇ હતી. જેના કારણે તેમને પગ કપાવવો પડ્યો હતો.
ટોક્સિક શોક સિન્ડ્રોમને મેન્સ્ટુઅલ સ્પોન્જ, ડાયાફ્રામ અને સર્વાઇકલ કેપ સાથે જોડવામાં આવે છે. બાળકના જન્મ આપ્યાંના તરત બાદ મહિલામાં ટોક્સિન શોકની શક્યતા વધી જાય છે. એવા પુરૂષો અને મહિલામાં જોવા મળે છે. જે ખુજલી, દાઝ્યાના અથવા અન્ય ઘા દ્રારા અથવા નકલી ઉપકરણ દ્રારા સ્ટેફ બેક્ટરિયાના સંપર્કમાં આવ્યાં હોય
ટોક્સિક શોક 19 વર્ષથી નાની ઉંમરની મહિલાઓમાં જોવા મળે છે. આ બીમારીના કારણે ફેફસાં,હાર્ટ કામ કરવાનું બંધ કરી દે છે. ટોક્સિન શોક સાથે જોડાયેલા લક્ષણોને નજર અંદાજ ન કરવા જોઇએ અને તેના ઇલાજ માટે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.
આ બીમારીના લક્ષણોના વાત કરીએ તો ભારે તાવ, બ્લડ પ્રેશર, ડાયરિયા, હથેળી અને પગના તળિયાની સ્કિન પર રેશિઝ આવવા,માંસપેશીઓમાં દર્દ,આંખ લાલ થવી, માથાનો દુખાવો, જો આપ પિરિયડ દરમિયાન ટૈમ્પોનનો ઉપયોગ કરતા હો અને આવા લક્ષણો મહેસૂસ થાય તો વિલંબ કર્યાં વિના મેડિકલ હેલ્પ લેવી જોઇએ.
આ બીમારીના કારણની વાત કરીએ તો સ્ટૈફિલોકોકસ ઓરિયસ બેક્ટરિયા શરીરમાં એક રીતે ઝેર બનાવે છે. જેના કારણે ટોક્સિન શોક સિન્ડ્રોમ થાય છે. આ બેક્ટરિયા અનેક સ્ટેફ બેકટરિયામાના એક છે. જે બર્ન થયેલા દર્દીમાં અથવા તો એવા લોકોમાં સ્કિન ઇન્ફેકશન પેદા કરે છે.જેની સર્જરી થઇ હોય. આ બીમારીનો ઇલાજ એન્ટીબાયોટિકસ દવાથી થાય છે.